SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક આ માનસમાં અને આ વલણમાં હવે ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. અકરાંતિયાની જેમ વધુ ને વધુ, હજી વધુ ને વધુ ઊર્જા મેળવવા પાછળ દોડવાને બદલે સૌથી પહેલાં તો અત્યારે આપણે જે અને જેટલી અને જે રીતે ઊર્જા વાપરીએ છીએ તે વિશે જ ઊંડાણથી તેને ગંભીરતાથી વિચારવું પડશે. આમાં આપણે ઊર્જાનો કેટલો વેડફાટ કરીએ છીએ તેની તપાસ કરીને તે કેમ રોકાય તે વિચારવું જોઈશે. વળી, અત્યારે જે રીતે વપરાશ થાય છે તેની કાર્યક્ષમતા વધારીને ઓછી ઊર્જા વાપરીને વધુ પરિણામ મેળવવાની કોશિશ થવી જોઈશે. આવી રીતે ઊર્જાની વપરાશમાં કાપ મૂકીને ઊર્જાની બચત કરવી એ નવી ઊર્જા મેળવવા બરાબર જ છે, એ વાત લોકમાનસમાં ઠસાવવાની છે. ટોફલરે ‘ત્રીજું મોજું' પુસ્તકમાં આજે નોકરી-ધંધા માટે માણસોને રોજ ખૂબ દૂર-દૂર સુધી કરવી પડતી અવરજવરની સખત અલોચના કરી છે. આ વસ્તુને તેણે સાવ બુદ્ધિહીન, વ્યર્થ ને વાહિયાત આયોજન ગણાવ્યું છે. એક હિસાબ કરીને તેણે એમ બતાવ્યું છે કે અમેરિકાના માત્ર ૧૨થી ૧૪ ટકા જેટલા નોકરિયાતોની આવી રોજની અવરજવર બંધ થાય તોય વરસે દહાડે એટલું બધું ગેસોલીન બચે કે અમેરિકાએ ગેસોલીન બિલકુલ આયાત કરવું ન પડે ! આપણે ત્યાં પણ કેટલા બધા માણસો નોકરી-ધંધા માટે અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, મુંબઈ વચ્ચે રોજ આવ-જા કરે છે ! ઊર્જાનો આ તદ્દન વિચારીહન વેડફાટ છે. ડાહ્યા માણસે તે ગમે તે રીતે અટકાવવો જ જોઈએ. આજે હવે આખીય ચર્ચાનો મુખ્ય ભાર પવનઊર્જા અને સૂર્ય ઊર્જા પર છે. એ જ હવે મુખ્ય ઊર્જા બનવાની છે. ઓપેકના બધા દેશોનું ફુલ તેલ જેટલી ઊર્જા પૂરી પાડી શકે, તેટલી ઊર્જા પૂરી પાડવાની ક્ષમતા આ પવનઊર્જા પૂરી પાડી શકે તેમ છે અને પવન કરતાંય ઊર્જાનો વધુ વિપુલ ભંડાર સૂર્યઉર્જાનો છે. અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ૧૦ હજાર ચોરસ માઈલના વિસ્તારમાં અમેરિકાની આજની પૂરેપૂરી વીજળીની જરૂરિયાત પૂરી પાડી શકાય એવી સંભાવના છે. સારાંશ કે હવે ભવિષ્ય પવનઊર્જા અને સૂર્ય ઊર્જાનું છે. અમેરિકાની ભાવિ શજીની નીતિનો રોડમેપ પૂરો પાડતા એક સર્વાગી અભ્યાસ બાદ ૨૦૦૭માં બહાર પડેલો વૈજ્ઞાનિક દસ્તાવેજ એમ કહી જાય છે કે હવેની ઊર્જા સંપૂર્ણપણે કાર્બનથી = ૧૩૩ - શ્રી વિનીમથકે પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની ,684થક મુક્ત હશે અને અણુથીય મુક્ત હશે. અણુઉર્જા બાબત તો એવું છે કે સરકાર એક વાર એમ જાહેર કરે કે આ ક્ષેત્રને અપાતી સરકારી સબસિડી હવે બહુ થઈ, હવે પછી અણુવીજળી માટે કશીય સબસિડી અપાશે નહીં, તો અણુવીજળીનો ઉદ્યોગ તો કડડભૂસ થઈને તૂટી પડે. સબસિડી વિના અણુવીજળી ટકી શકે તેમ છે જ નહીં. આજે સરકારના સ્તરે આવા મહત્ત્વના નીતિવિષયક ફેરફાર કરવાની જરૂર છે. તેની સાથોસાથ પવનઊર્જા અને સૂર્ય ઊર્જાને ભૂરપૂર પ્રોત્સાહન આપવાની પણ જરૂર છે. સરકારે પોતે આ બંને ઊર્જાઓ તુરત અપનાવી લેવાની પહેલ કરવી જોઈએ. આમ થશે તો બજારે પણ તેની પાછળ પાછળ આવવું જ પડવાનું. બધી ચર્ચાને અંતે છેલ્લે વેધક સવાલ પૂછવામાં આવ્યો છે : શું આપણે આપણા આ પૃથ્વીરૂપી માળાને બચાવવા કટિબદ્ધ થઈ શકીશું ? શું આપણે માનવજાત માટે ઊજળું ભવિષ્ય હાંસલ કરવા તત્પર બનીશું ? એવું ઊજળું ભવિષ્ય વ્યવહારમાં બેશક શક્ય છે. આમાં કોઈ અવાસ્તવિક વાત નથી. કાંઈક દૂરદષ્ટિ હોય, દૂરંદેશીપણું હોય અને ઇચ્છાશક્તિ હોય, સંકલ્પબળ હોય તો આ ચોક્કસ સાધી શકાય તેમ છે. આપણા માટે પણ આ ચર્ચા ઘણી ઉપયોગી અને ઉબોધક છે. આપણે પણ એકદમ જૂની ઘરેડમાં ફસાયેલા છીએ. અમેરિકા જ્યારે અણુમુક્ત ઊર્જાની વાત કરે છે ત્યારે આપણે અમેરિકાના પગ પકડીને અણુ-વીજળીમથકો સ્થાપવા હવાતિયાં મારી રહ્યા છીએ ! કોઈ એમ પૂછતું નથી કે અમેરિકામાં પોતાને ત્યાં ૩૦-૩૫ વરસથી એક પણ નવું અણુ-રિએક્ટર સ્થપાયું નથી ત્યારે આપણે કેમ અણુમથકો સ્થાપવા આટલાં બધાં વલખાં મારીએ છીએ ? આ નર્યો આત્મઘાતક માર્ગ છે. અમેરિકા સાથે અણુકરાર કર્યો તેને ભારે મોટી સિદ્ધિ માનવામાં ને મનાવવામાં આવે છે તે કેવી બેહુદી વાત છે ! આ તો તદ્દન જર્જરિત ને બબૂચક માનસનું સૂચક છે. આપણા નીતિ-નિર્ધારકો, આપણા નિષ્ણાતો, આપણા બૌદ્ધિકો, આપણા શાણા સામાન્યજનો સ્વસ્થ, શાણો વૈજ્ઞાનિક અવાજ કાને ધરશે ! ૧૩૪
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy