SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ રસાયણ-વિજ્ઞાનની હરિત ક્રાંતિ વીસમી સદીને કોઈકે “કેમિકલ સેન્ચુરી’ - રસાયણોની સદી કહી છે. આ સદીમાં માણસની તેમ જ સમાજની જીવનશૈલીને ઘડવામાં રસાયણોએ બહુ મોટો ભાગ ભગવ્યો છે. કહે છે કે આજે લગભગ ૭૫ હજાર જેટલાં અનેકવિધ રસાયણો ને રસાયણોનાં સંયોજનો આપણા રોજબરોજના જીવનવ્યવહાર સાથે સંકળાયેલાં છે. રસાયણો વિનાની આધુનિક સભ્યતાની કલ્પના કરવી અઘરી છે. પરંતુ આની સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે પૃથ્વીરૂપી આપણા માળાને જા પહોંચાડવામાંય સિંહફાળો આ રસાયણોનો જ છે. જળ, જમીન, જંગલ બધું જ આ રસાયણોએ પ્રદૂષિત-પ્રદૂષિત કરી નાખ્યું છે. તેથી આજે સૌથી વધુ તાકીદની જરૂર આ બેફામ પ્રદૂષણને તત્કાળ રોકવાની છે. તુરત આને રોકી નહીં શકીએ તો પૃથ્વીરૂપી આપણા માળાને આપણે બચાવી નહીં શકીએ. આ દિશામાં સૌથી વધારે અગ્રેસર એવા પૉલ એનાસ્તાસ સાથેના વાર્તાલાપમાં આ બાબત ઘણી ઉપયોગી જાણકારી મળે છે. પૉલ એનાસ્તાસ ‘હરિત રસાયણશાસ્ત્રના પિતા' લેખાય છે. રસાયણોના ક્ષેત્રે એક હરિયાળી ક્રાંતિ આજે આવી રહી છે. એક હરિયાળું રસાયણ-વિજ્ઞાન આજે પાંગરી રહ્યું છે. આ હરિયાળા રસાયણ-વિજ્ઞાનની સાદીસરળ વ્યાખ્યા આવી કરવામાં આવી છે : ‘‘એવી રાસાયણિક પેદાશો અને પ્રક્રિયાઓની રચના કરવી, જેમાં જોખમકારક/હાનિકારક પદાર્થો ને દ્રવ્યોનો ઉપયોગ તેમ જ ઉદ્ભવ બિલકુલ ન થાય અથવા ઓછામાં આછો થાય.'' આમ, હરિયાળા રસાયણ-વિજ્ઞાનનું ધ્યેય છે, રસાયણશાસ્ત્રને માણસને માટે તેમ જ પર્યાવરણને માટે બિનહાનિકારક બનાવવું. મુખ્ય સમસ્યા છે ઝેરી કચરાની. આજે સ્થિતિ એ છે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં કોઈ પણ વસ્તુ બનાવાય છે, તો તે માટે વપરાયેલ રાસાયણિક કાચા માલની પાંચથી છ ટકા જ વપરાશ થાય છે, બાકીનો ૯૪-૯૫ ટકા કચરારૂપે બહાર નીકળે છે અને અમુક ઉદ્યોગમાં તો ૧ રતલની વસ્તુ સામે ૧ ટકા કચરો પેદા થાય છે. આ રીતે પોષાય ? પરંતુ આટલાં વરસોનાં વરસોથી આવું ચાલ્યું આવ્યું છે, કારણકે જ્યાં સુધી આ માલ બજારમાં નફાકારક રીતે વેચી શકાય છે ત્યાં સુધી કોને કશી પડી છે ? આ કચરાનું કોઇને કશું મહત્ત્વ નહોતું. ૧૩૫ ધધધ ધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ! * પરંતુ આજે હવે આ કચરો કેવું વિકરાળ ને ભયાનક સ્વરૂપ થઈ શકે છે તેનો ખયાલ આવવા લાગ્યો છે. તે ઉદ્યોગોમાં કામ કરતા કામદારોનાં સ્વાસ્થ્ય પર, આ જ ચીજવસ્તુ વાપરનારા ઉપભોક્તાઓ પર, આજુબાજુના વિસ્તારો પર અને આખાય વાતાવરણ અને પર્યાવરણ પર કેવીકવી વિઘાતક અસરો કરે છે, તેની જાણકારી હવે માણસને થઈ રહી છે. વળી, કચરો ઝેરી ને હાનિકારક હોય કે ન હોય, કચરાનો નિકાલ કરવો એ પણ સમાજ માટે એક ભારે બોજારૂપ સમસ્યા છે. એટલે આવું ને આવું હવે લાંબું ચલાવી શકાશે નહીં. આનો ઉકેલ લાવવો જ પડશે. પોલ એનાસ્તાસ કહે છે કે રસાયણોનું આ હરિયાળું વિજ્ઞાન આજે ધીરેધીરે આગળ વધી રહ્યું છે. તેની કેટલીક સિદ્ધિઓની સત્તાવાર નોંધ પણ લેવાઈ છે. આ ‘ગ્રીન કૅમિસ્ટ્રી' સીધી અમલમાં આવી હોય એવા ઘણા દાખલા પણ આપણી સામે છે. દા.ત. પ્રિન્ટિંગ માટે વપરાતું પરંપરાગત ટોનર પેટ્રોલિયમ આધારિત હતું, તેને બદલે હવે સોયાબીન આધારિત બનાવાયું છે. ડ્રાયક્લિનિંગ માટે વપરાતા રસાયણનો વિકલ્પ શોધી કઢાયો છે. ઈમારતી લાકડાની જાળવણી આર્સેનિક વાપર્યા વિનાય થઈ શકે એવું શોધાયું છે. આ બધાં સાચી દિશામાંનાં પગરણ છે. જોકે, આ તો હજી પાશેરામાં પહેલી પૂણી છે. રસાયણોના ક્ષેત્રે હરિત ક્રાંતિ લાવવાની દિશામાં હજી તો માંડ પાંચ ટકા રસ્તો કપાયો છે એમ કહી શકાય. આ નવા રસાયણવિજ્ઞાનમાં આપણા પૃથ્વીરૂપી માળાને પ્રદૂષણમુક્ત બનાવવાની અઢળક સંભાવનાઓ રહેલી છે. ઉપભોક્તાના સ્તરે આજે સૌથી મોટો પડકાર એ છે કે ગમે તે ચીજવસ્તુ બને, પણ તેમાંની કોઈ અમર ન રહેવી જોઈએ. તે ગમે તેટલી લાંબી ટકે, પણ છેવટે તો તેનું વિસર્જન થઈ જવું જ જોઈએ, તે પર્યાવરણ સાથે ભળી જવી જોઈએ. જેનું સર્જન થાય તેનું વિસર્જન અવશ્યભાવી છે. એક કુદરતનો નિયમ છે, તેને બદલે તે વિસર્જિત જ ન થાય અને કાયમ રહે અથવા તો માણસના શરીરમાંય કાયમનું ઘર કરીને રહે, તે આ કુદરતના નિયમની વિરુદ્ધ છે તથા માણસને માટે અને પર્યાવરણને માટે બેહદ વિઘાતક છે. હરિત રસાયણ-વિજ્ઞાન આનો જ ઉકેલ લાવવા માગે છે. આ આજની સૌથી મહાન વૈજ્ઞાનિક ચૅલેન્જ છે. ૧૩૬
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy