SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે!* સમાજને જે કાંઈ નુકસાન થઈ રહ્યું હોય, તે કશી રોકટોક વિના ચાલુ રહે છે. આ સંદર્ભમાં ‘મુક્ત બજાર’ની એક ફિલસૂફી પણ આજે રૂઢ થઈ ગઈ છે. આમ, છેલ્લાં દસ-પંદર વરસથી એક નવો વિચાર ઘુંટાતો રહ્યો છે. વિજ્ઞાનીઓએ તેને નામ આપ્યું છે, Precautionary Principle - અગમચેતીનો સિદ્ધાંત આટલાં વરસોના અનુભવે હવે આપણને સમજાયું છે કે માણસની આર્થિક તેમ જ અન્ય પ્રવૃત્તિઓને કારણે કયાંકયાં ક્ષેત્રોમાં કઈકઈ જાતની હાનિ થઈ શકે છે. તો હવે અગાઉથી જ ચેતી જઈને તે હાનિ થતી મૂળમાંથી જ ડામવી જોઈએ. આવી હાનિ થવાની સંભાવના જણાય એવી પ્રવૃત્તિઓને શરૂઆતથી જ રોકવી જોઈએ – ભલે ને તત્કાળ એવી હાનિ થવાનું પુરવાર ન થઈ શકે, કેમકે તેમ કરવા જતાં તો બહુ સમય વીતી જતો હોય છે અને તે દરમિયાન ઘણીબધી હાનિ તો થઈ ચૂકી હોય છે. ‘હાનિ થશે' એવું પુરવાર કરવાની જવાબદારી એમ કહેનાર પર નાખવાને બદલે ‘હાનિ નહીં થાય’ એવું સાબિત કરી આપવાની જવાબદારી તે પ્રવૃત્તિ કરનારની હોવી જોઈએ. - આમ, કોઈ પણ ચીજવસ્તુ કે નવી પ્રક્રિયા કે નવી ટેક્નૉલૉજી બજારમાં મુકાય તો તેની આ બધાં ક્ષેત્રોમાં થતી સારી-ખરાબ અસરોનો ક્યાસ કાઢવો પડશે. તેનાથી કોને કેટલો ને કયો લાભ થશે અને કોને કેટલી ને કઈ હાનિ પહોંચશે, તેનાં લેખાં-જોખાં માંડવાં પડશે. ખરેખર આ ચીજવસ્તુની કે ટેક્નૉલૉજીની જરૂર છે કે નહીં તેનોય વિચાર થઈ શકે અને સરવાળે જો આવી સમગ્ર દષ્ટિએ લાભ કરતાં હાનિ વધારે થતી હોય તો તેવી પ્રવૃત્તિને શરૂઆતથી જ રોકી દઈ શકાય, તેના પર પ્રતિબંધ મૂકી દઈ શકાય. અગમચેતી સિદ્ધાંતના પુરસ્કર્તાઓ એમ કહે છે કે માત્ર આર્થિક પાસાનો જ વિચાર કરીને નિર્ણય ન લેવાતાં સમગ્રપણે વિચાર કરવો એ જ તો જીવનનું ખરું વિજ્ઞાન છે. અગમચેતીનું આ હાર્દ છે. એક મોટા વિજ્ઞાનીએ સાવ સાદો દાખલો આપીને આ સરસ રીતે સમજાવ્યું છે. એમણે કહ્યું કે આપણે એક વિમાનમાં પ્રવાસ કરી રહ્યા છીએ, ખૂબ ધુમ્મસ છે, વાતાવરણ અત્યંત ધૂંધળું છે, બહુ દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. ત્યાં સામે મોટું ધાબા જેવું નજરે પડે છે. તે માત્ર કોઈ વાદળું છે કે મોટા પર્વતનું શિખર છે તે સમજાતું નથી. ત્યારે આપણી સામાન્ય બુદ્ધિ શું કહે ૧૩૧ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે * છે ? વિમાનને હજી વધારે ને વધારે ઝડપભર ઉડાવ્યે જવું કે પછી તેની ઝડપ ઓછી કરી નાખીને સામે ખરેખર શું છે તે સ્પષ્ટ થવા દેવું ? શાણપણ તો અગમચેતીથી વર્તવામાં જ છે. બસ, આજે વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રસ્થાપિત થઈ રહેલો ‘અગમચેતીનો સિદ્ધાંત' આટલો જ છે. ઘણાખરા વિજ્ઞાનીઓ આજે આ સિદ્ધાંતને માન્ય કરે છે. યુરોપીય સંઘે ૧૯૯૦માં એક પાયાના દસ્તાવેજરૂપે તેને સ્વીકાર્યો. યુનોએ ૧૯૯૨માં રિયો શિખર પરિષદના ડેકલેરેશનમાં તેને અનુમોદન આપ્યું. ભુતાને પોતાના બંધારણમાં તેને સ્થાન આપ્યું છે. ન્યૂ ઝિલૅન્ડે માછીમારી અંગેની પોતાની નવી નીતિ ઘડવામાં આ અભિગમ અપનાવ્યો અને યાંત્રિક ઢબે મોટા વ્યાપારી ધોરણે માછીમારી કરવા પર કડક મર્યાદા મૂકી. કૅનેડામાં ૫૦ જેટલાં શહેરોમાં જંતુનાશકોના અમુક ઉપયોગો પર કાનૂની પ્રતિબંધ મુકાયો – એમ કહીને કે જંતુનાશકો મૂળભૂત અંતર્ગત રીતે ખતરનાક છે તથા અંતતોગત્વા માણસોને તેમ જ અન્ય જીવોને કાંઈ ને કાંઈ નુકસાન પહોંચાડે છે. યુરોપીય સંઘે હોર્મોનની પ્રક્રિયા કરેલ માંસને તેમ જ જિનેટિક એન્જિનિયરિંગના બિયારણથી ઉગાડાયેલ બધી જ અન્ન-પેદાશોને આયાત કરવાનો ઇનકાર કર્યો છે. આમાં સવાલ આપણું માનસ બદલવાનો છે, નવા વિચારો ઝીલવાનો છે, વિચારવાની ચીલાચાલુ ઢબછબ છોડીને અમુક અનુ-આધુનિક પદ્ધિત તેમ જ નિરામય નરવો અભિગમ સ્વીકારવાનો છે. આપણું દુર્ભાગ્ય છે કે આપણા મોટા ભાગના બૌદ્ધિકો, રાજપુરુષો, વહીવટદારો હજી આ વિશે સભાન નથી, સજ્જ નથી, સક્રિય નથી. આપણે ત્યાં અત્યારે GM કપાસ, રીંગણ, અનાજ, ફળ, શાકભાજી વગેરે પાછળની આંધળી દોટ ચાલી રહી છે અથવા તો અણુ-વીજળી માટેનાં હવાતિયાં મરાઈ રહ્યાં છે, તે બધું સાવ જર્જરિત, જરીપુરાણા માનસની ચાડી ખાઈ જાય છે. તેમાંથી છૂટવું જ રહ્યું. વર્યના ક્ષેત્રે આધુનિકતમ વૈજ્ઞાનિક વિચારણા ને ઊર્જાનો પ્રશ્ન ‘વિકાસ’ સાથે એકદમ સંકળાયેલો છે. એવું એક માનસ બની ગયું છે કે જો આપણે વધુ ને વધુ ઊર્જા નહીં મેળવતા રહીએ, તો વિકાસ હરગિજ થઈ શકશે નહીં, વિકાસ સપૂચો રૂંધાઈ જશે. માટે સતત ઊર્જાના નવાનવા સ્રોત આપણે શોધતા રહેવાના છે. ૧૩૨
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy