________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
‘જૈનદર્શન’ ની મૂલ્યપરક કેળવણી :
વર્તમાન યુગમાં મનુષ્યને પ્રતિદિન અનેક વિષમતાઓનો સામનો કરવો પડે છે. એના જીવનમાં અનેક વિકટ પરિસ્થિતિઓ પણ આવ્યા જ કરે છે. જે મનુષ્યના મગજમાં નિરંતર તણાવ (સ્ટ્રેસ) પેદા કરે છે. મનુષ્યમાં આ તણાવને સહન કરવાની શક્તિ નથી. આવી પરિસ્થિતિમાં શું એ સંભવ છે કે શિક્ષણ એને મદદ કરી શકશે ? જવાબ ‘ના’ માં જ હશે એટલા માટે આજના શિક્ષણ સાથે એવું શિક્ષણ જોડવું જોઈએ કે – જેનાથી મનુષ્યમાં મનોબળ વિકસિત થાય. સહિષ્ણુતા વધે, માનસિક સંતુલન બની રહે અને ચિંતનમાં વિધાયક દૃષ્ટિ તેમજ સમ્યક્દષ્ટિ હોય.
શિક્ષણ પ્રત્યેક ક્ષેત્રના વિકાસનો આધાર છે. સંતુલિત શિક્ષાપ્રણાલી એટલે કે વ્યક્તિનો સર્વાંગીય વિકાસ. જેમાં વ્યક્તિના ચાર પાસાનો જેમ કે – ‘શારીરિક, માનસિક, બૌદ્ધિક અને ભાવાત્મક સંતુલિતરૂપમાં વિકાસ થાય.' આજના શિક્ષણમાં આ ચાર પાસામાંથી બે જ પર ધ્યાન આપવામાં આવે છે – તે છે શારીરિક અને બૌદ્ધિક વિકાસ બાકીના બે પાસા ઉપેક્ષિત છે. આજે શારીરિક વિકાસ ખૂબ થયો છે અને બૌદ્ધિક-વિકાસ પણ પ્રતિદિન આગળ ને આગળ વધી રહ્યો છે પરંતુ માનસિક અને ભાવાત્મક વિકાસ સંપૂર્ણપણે થતો નથી. એટલે જ શિક્ષણપદ્ધતિનો આ અસંતુલન દૂર કરવાની જરૂર છે; કારણ કે આ અસંતુલન પોતાનો પ્રભાવ લગભગ બધાં જ ક્ષેત્રો જેમ કે – ચિકિત્સા, પ્રશાસનિક, રાજનૈતિક, ઔદ્યોગિક, ન્યાયતંત્ર વગેરેમાં દેખાડી રહ્યો છે.
આપણે અપેક્ષા કરીએ છીએ કે - ‘શિક્ષણથી સારી પેઢીનું નિર્માણ થાય. સ્વસ્થ અને સારો સમાજ બને.’ શિક્ષણશાસ્ત્રી પણ એ જ ઇચ્છે છે કે
આજનો વિદ્યાર્થી સુસંસ્કારી બને, સારો નાગરિક બને, પરંતુ આ ધારણા સફળ થતી નથી; કારણ કે આજની શિક્ષણપદ્ધતિનો માર્ગ સાચો નથી. સાથે-સાથે
૧૦
જૈનદર્શનમાં કેળવણી વિચાર
દરેકના મોઢે પણ સાંભળવા મળે છે કે ‘આજની શિક્ષણપદ્ધતિ' અપૂર્ણ અને અપર્યાપ્ત છે. જૈનદર્શનના જીવનવિજ્ઞાનના પરિપેક્ષ્યમાં આજના શિક્ષણમાં ક્યાં-ક્યાં ત્રુટિઓ છે તેનું સ્પષ્ટતાથી વિવરણ કરવામાં આવ્યું છે. જેમ કે – પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઃ
૧.
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સંતુલન હોવું જરૂરી છે. જ્યાં આ સંતુલન બગડે છે, ત્યાં સમસ્યાઓ ઊભી થાય છે. જેમ કે – ફક્ત પ્રવૃત્તિ માણસને પાગલપણાની તરફ લઈ જાય છે, જ્યારે ફક્ત નિવૃત્તિ માણસને નકામો બનાવી દે છે. એટલે જ સક્રિયતા અને નિષ્ક્રિયતાનું સંતુલન હોવું જરૂરી છે.
૨.
જીવનની ઉપેક્ષા:
મનુષ્ય પોતાની ભૌતિકક્રિયાઓ જેવી કે ખાવું, પીવું, સંપત્તિ વગેરે જીવનજરૂરિયાતો પૂરી કરવામાં સહાયક થવાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે છે અને એ જ શિક્ષિત કહેવાય છે. આ બધી જ વાતો શિક્ષણની સીમામાં આવી ગઈ છે, પરંતુ સ્વયંના વિષયમાં પણ જાણવું જરૂરી છે. પોતાના જીવનનું મૂલ્ય શું છે ? એવી ધારણા સામાજિક શિક્ષણમાં થઈ નથી.
૩.
મન અને પ્રાણશક્તિની ઉપેક્ષા
આજની શિક્ષણપદ્ધતિમાં બૌદ્ધિકવિકાસને જ શિક્ષણનું અંગ માનવામાં આવ્યું છે. પરંતુ મનને શિક્ષણનો વિષય બનાવ્યો નથી. આજના શિક્ષણથી બુદ્ધિ ભલે તેજ થઈ છે, પરંતુ વિકૃતિઓને, દોષોને દૂર કરી શકાતા નથી. મનની ચંચળતાના કારણે જ આ વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. જેના કારણે મનુષ્યમાં સંસ્કારિતા આવતી નથી. મનને પ્રશિક્ષિત કર્યા વગર વિકારો દૂર થશે નહિ. પરંતુ આજના શિક્ષણમાં બધા જ વિષયો આવે છે, પરંતુ મનને પ્રશિક્ષિત કરવાનો કોઈ ઉપક્રમ આવ્યો નથી. એવી જ રીતે પ્રાણશક્તિના વિષયમાં પણ
૧૧