SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર કોઈ ચિંતન કરવામાં આવ્યું નથી. કોઈપણ વિદ્યાર્થી જાણતો નથી કે તેની અંદર અસીમ શક્તિઓ છુપાયેલી છે. જે એવા સમયે કામ આવે છે કે જ્યારે શરીરની શક્તિ કામ ન આવે, અર્થાત્ કમજોર વ્યક્તિ પણ પ્રાણશક્તિના આધારે બળવાન વ્યક્તિથી વધારે કામ કરી શકે છે. આજનો વિદ્યાર્થી પ્રાણશક્તિથી અજાણ હોવાથી તેને એના પર ભરોસો નથી; કારણ કે આજના શિક્ષણમાં પ્રાણશક્તિનું કોઈ પ્રશિક્ષણ આપવામાં આવતું નથી. ૪. પ્રાણશક્તિનું અસંરક્ષણ ચિત્તની જેટલી ચંચળતા, અસંતુલન એટલી વિષમતા. જેના કારણે પ્રાણશક્તિનો વ્યય પણ વધુ થશે. આજે હિંસા-અહિંસા, પરિગ્રહ-અપરિગ્રહ, બ્રહ્મચર્ય-અબ્રહ્મચર્ય વગેરેની ચર્ચા વધારે થાય છે; પણ એનું મૂળ કારણ પ્રાણશક્તિનું સંરક્ષણ એ વાત આજે ભુલાઈ ગઈ. પ્રાણશક્તિના સંવર્ધન માટે જરૂર છે સમભાવની અર્થાત્ પ્રિય-અપ્રિય, અનુકૂળ-પ્રતિકૂળ વગેરે દરેક પરિસ્થિતિમાં મનનું સંતુલન બગડે નહિ, સમભાવ રહે. સમતાથી જ પ્રાણશક્તિનું સંવર્ધન થાય છે. પ્રાણશક્તિના અભાવમાં ધ્યાન સાધના તેમજ બીજી શક્તિઓ પણ વિકસી શક્તી નથી, માટે પ્રાણશક્તિનું રક્ષણ પણ જરૂરી છે. ૫. અસંતુલનનું દુષ્પરિણામ : આજે વ્યક્તિ ભણીને વૈજ્ઞાનિક, ડૉક્ટર, વકીલ વગેરે બની જાય છે; તેમ છતાં તે ઝગડા કરે છે, ઈર્ષા કરે છે, નિંદા કરે છે. અરે ! આત્મહત્યા કરવા પણ તૈયાર થઈ જાય છે; કારણ કે આજનું શિક્ષણ તેને અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેમ જીવવું તે શીખવી શકતું નથી. આજની શિક્ષાનો ઉદ્દેશ્ય ફક્ત બૌદ્ધિક પ્રશ્નોનો સમાધાન કરવાનું હોય છે, શાંતિ નહિ. ૬. સહિષ્ણુતાઃ આજના શિક્ષણમાં સહિષ્ણુતાના વિકાસ સંબંધિત સામગ્રીનો અભાવ જોવા મળે છે. જે કષ્ટ સહન કરે છે, દરેક પરિસ્થિતિનો સામનો કરે છે તે જ ૧૨ જૈનદર્શનમાં કેળવણી વિચાર સહિષ્ણુતાનો વિકાસ કરી શકે છે. જેટલી પણ વિદ્યાઓની શાખાઓ છે, તે બધી ભણો છતાં પણ તેનાથી સહિષ્ણુતાની શક્તિ જાગૃત કરી શકાતી નથી. જ્ઞાતાથી અજ્ઞાત : ૭. આજે શિક્ષણમાં દુનિયાભરની જાણકારી પ્રાપ્ત થાય છે, પરંતુ સ્વયંની શક્તિ વિશે તે અજાણ રહે છે. વાસ્તવમાં સ્વયંમાં છુપાયેલી શક્તિની ઉપેક્ષા કરવામાં આવી છે. ૮. અનુશાસનનો અભાવ આજના વિદ્યાર્થીમાં અનુશાસનનો અભાવ જોવા મળે છે; કારણ કે અનુશાસન બૌદ્ધિકતાનો વિષય નથી. અને શિક્ષણ બુદ્ધિના દાયરામાં જ બંધાયેલ છે. તેથી વ્યક્તિ ઇચ્છે તો પણ અનુશાસન સુધી પહોંચી શકતી નથી. બુદ્ધિનું પરિણામઃ ૯. આશ્ચર્યની વાત એ છે કે આજનો ભણેલગણેલ આદમી પણ સ્મગલિંગ (ચોરી) કરતાં જરા પણ અચકાતો નથી, લાંચ લેતા પણ તે શરમાતો નથી; કારણ કે એમાં બુદ્ધિનો વિકાસ થયેલ હોવાથી બુદ્ધિ તેને તર્ક કરતાં શીખવાડે છે. અને જે તર્ક શીખે છે તે પોતાનું ઘર ભરે છે અને બીજાને દગો આપવો તેના માટે સાહિજક હોય છે. ઉપર્યુક્ત આ બધી જ ત્રુટિઓ આજની શિક્ષણપદ્ધિતમાં જોવા મળે છે, અને એનું સમાધાન પણ ‘જૈનદર્શન’ ના જીવનવિજ્ઞાનની અંતર્ગત મૂલ્યપરક શિક્ષાનું વર્ગીકરણ કરી સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે જેમ કે – મૂલ્યપરક શિક્ષા અને તેનું વર્ગીકરણ : (૧) સામાજિક મૂલ્ય : કર્તવ્યનિષ્ઠા, સ્વાવલંબન (શ્રમ). (૨) (૩) બૌદ્ધિક-આધ્યાત્મિક મૂલ્ય: સત્ય, સમન્વય, નિરપેક્ષતા, માનવીય એકતા. માનસિક મૂલ્ય : માનસિક સંતુલન, ધૈર્ય. ૧૩
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy