________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર માટે ચોસઠ કળાઓ અને પુરુષો માટે બોતેર કળાઓનું જ્ઞાન વિકસાવ્યું. આમ, બાહ્મી-સુંદરી કલા, શિલ્પ અને અંકગણિતની પ્રવર્તિકા બની. અબજો વર્ષ પહેલાં આ જ્ઞાનની ગંગોત્રી પ્રથમ ઋષભદેવથી શરૂ થઈ અને આજે એ વીસમી સદીમાં આવતાં-આવતાં વટવૃક્ષ બની ફૂલીફાલી છે. કેળવણીની પ્રાચીન પદ્ધતિઃ
પ્રાચીનયુગમાં આજના યુગની જેમ ખર્ચીલી કેળવણી ન હતી. ત્યારે આજની માફક ન તો ફી આપવી પડતી હતી, કે ન તો પુસ્તકોનો ભાર ઉપાડવો પડતો હતો. કુદરતના ખોળે નદીના તટે આવેલ આશ્રમમાં – ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ભણતા. નાના-મોટા દરેક વિદ્યાર્થીઓને ગુરુ સમાનભાવે ભણાવતા, પછી ભલે એ વિદ્યાર્થી કોઈ રાજાનો પુત્ર હોય કે શ્રેષ્ઠીપુત્ર કે પછી ગરીબનો પુત્ર હોય, ગુરુ બધા પ્રત્યે સમભાવ રાખતા; તેમ વિદ્યાર્થીઓ પણ ગુરુ પ્રત્યે પ્રગાઢશ્રદ્ધા ધરાવતા. ગુરુકુળમાં વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે શ્રમ અને સ્વાવલંબનના પાઠ પણ ભણતા તેમજ આધ્યાત્મિક જ્ઞાન સહેજે મળી રહેતું. આમ, બૌદ્ધિકજ્ઞાન સાથે-સાથે શારીરિક, નૈતિક અને ધાર્મિક જ્ઞાન પણ મળતું. તેથી તેમનો સર્વાગી વિકાસ થતો હતો, જેથી તેમનામાં સુસંસ્કારોનું ઘડતર થતું. કેળવણીની અર્વાચીન પદ્ધતિઃ
સમયના વહેણ વહેતાં ગયાં તેમ-તેમ કેળવણી પદ્ધતિમાં પણ ફેરફાર થવા લાગ્યા. ગુરુકુળના સ્થાને પ્રાથમિક શાળાઓ આવી ગઈ અને વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચશિક્ષણ માટે વિદ્યાલયોની સ્થાપના થઈ. કેળવણીના પ્રાચીન આદર્શમાં વધતા જતા વિકાસમાં એવી રીતે ફેરફાર થવા લાગ્યો કે નિત્યનો ગુરુ-શિષ્યનો સંસર્ગ ઘટવા લાગ્યો. ભારતીય સંસ્કૃતિની છાયા ધીરે-ધીરે ઝાંખી
જૈનદર્શનમાં કેળવણી વિચાર થવા લાગી અને પાશ્ચાત્ય શિક્ષણનો પ્રભાવ પડ્યો. આજનું શિક્ષણ માણસને વકીલ, ડૉક્ટર, શિક્ષક વગેરે બનાવે છે, પણ દુઃખની વાત એ છે કે તે માણસને માણસ બનાવી શકતું નથી. આજની કેળવણી મનુષ્યને ફક્ત પેટપૂર્તિ સુધી જ સીમિત બનાવી દે છે. વધુમાં વધુ પૈસા એકઠા કરવા અને વૈભવ-વિલાસમાં વૃદ્ધિ કરવી એ જ એકમાત્ર જીવનનો ઉદ્દેશ્ય બની ગયો છે. કેળવણીનો ધ્યેય પણ આ જ બની ગયો છે. આજનો વિદ્યાર્થી વિચારે છે કે – ‘તે જ કેળવણી ઉત્તમ છે, જે સારામાં સારો અર્થોપાર્જન કરાવે.' પૈસાનું આકર્ષણ જ્ઞાનમાં ઊંડા ઊતરવા દેતું નથી, એટલે જ આજનો કેળવાયેલો વર્ગ થોડા પૈસા મેળવી લે છે, પણ માનસિક શાંતિ પામી શક્તો નથી.
વર્તમાન શિક્ષણ પરીક્ષાલક્ષી છે, જીવનલક્ષી નથી. પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જ જાણે શિક્ષણનું આખરી ધ્યેય છે. જેના કારણે શિક્ષણ વિદ્યાર્થીના જીવનમાં ઊંડે ઊતરતું નથી, સંસ્કારોનું સિંચન થતું નથી. એટલે જ શૈક્ષણિક પરીક્ષાઓમાં ઊંચા ગુણાંક સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ પણ જગત અને જીવનની પાઠશાળામાં નિષ્ફળ પુરવાર થાય છે. વળી, ઉચ્ચશિક્ષણ પણ મોટે ભાગે બેકારો અને સામાન્ય કારકુનો સર્જે છે. એ હકીક્ત શિક્ષણના આખા માળખાનો પાયાનો કચાશનો બોલતો પુરાવો છે. શિક્ષણ પૂરું કર્યા પછી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે' એ વિચારે આજનો વિદ્યાર્થી ઊંડી હતાશામાં ડૂબી જાય છે. અંધકારમય ભાવિ એ આજના વિદ્યાર્થીની સૌથી ગંભીર સમસ્યા છે.
વિદ્યાર્થીની આ સમસ્યાઓનો ઉકેલ વિદ્યાર્થીના હાથમાં નથી, પરંતુ સમાજ અને સરકારના હાથમાં છે. આપણી સમગ્ર શિક્ષણ-વ્યવસ્થા વધુ સધ્ધર અને સ્થિર બને, વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય એવી શિક્ષણપ્રણાલી જૈનદર્શનમાં જોવા મળે છે.