________________
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફ્લિોસોફિક્લ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, મુંબઈ - ઘાટકોપર
સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજસાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું.
આ સંદભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતબાઈ મ.સ. નાં વિદ્વાન પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ, મુબંઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફી એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટરનો ઉદ્દેશ આ પ્રમાણે છે :
• જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. • સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મનાં સાહિત્યનું પ્રકાશન કરવું.
• જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી.
• પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી.
• જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો.
• જૈન સાહિત્યમાં અધ્યયન અને સંશોધન માટે Workshop કાર્ય-શાળાનું આયોજન કરવું.
• જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું.
• વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું.
ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું, સંસ્કારલક્ષી, સત્ત્વલક્ષી અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. • અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ-વાંચન અને પ્રાચીન જૈન ગ્રંથો (OldJain Manuscript) નું વાંચન.
* જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D., M.Phill કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંતસતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન.
• જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરે સી.ડી. તૈયાર કરાવવી.
• દેશ-વિદેશનમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન - આયોજન, ઈન્ટરનેટ પર ‘વેબસાઈટ’ દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સહયોગની અપેક્ષા સાથે જૈન ફિલોસોફિકલ એન્ડ ટ્રસ્ટી અને માનદ્ સંયોજક લિટરરી રિસર્ચ સેન્ટર, અર્હમ સ્પીરીચ્યુલ સેન્ટર
ગુણવંત બરવાળિયા
મો. ૦૯૮૨૦૨૧૫૫૪૨
E-mail:gunvant.bharvalia@gmail.com
જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈનદર્શનમાં કેળવણી વિચાર
ડૉ. રતનબહેન ખીમજી છાડવા
ચીની ભાષામાં એક કહેવત છે કે – જો એક વર્ષનો વિચાર કરવો હોય તો દાણા વાવો, જો દાયકાનો વિચાર કરવો હોય તો વૃક્ષ વાવો અને જો સદીનો વિચાર કરવો હોય તો શિક્ષણ આપો – કેળવણી આપો.’
ખેતરમાં ઊગેલ કપાસ સીધેસીધું આપણી મર્યાદા જાળવવાનું કામ કરી શકતો નથી, તેમ જ ઠંડીથી પણ એ આપણને રક્ષણ આપી શકતો નથી. પરંતુ જ્યારે વણકર દોરારૂપે ફેરવી કાપડનું રૂપ આપે છે, ત્યારે તે આપણા કામમાં આવે છે. આપણું જીવન પણ પેલા ખેતરમાં ઊગેલા કપાસ જેવું છે. એમાંથી આપણને કાપડ બનાવવું પડે છે. કાપડ બનાવવાનું કામ કેળવણીરૂપે શિક્ષણ કરે છે. એ જ આપણને અને સમાજને ઉપયોગી બનાવે છે. એટલે જ જીવન માટે ખોરાક જેટલો અનિવાર્ય છે, તેટલું જ મહત્ત્વ કેળવણીનું છે. મનુષ્યની સુષુપ્તશક્તિને જગાડનાર કેળવણી જ છે. કેળવણીનું આખરી અને સાચું લક્ષ્ય તો માનવને સાચો માનવ બનાવવાનું જ છે.
કેળવણીનો ઉદ્ભવઃ
કેળવણી ‘ક’ નો ઉદ્ભવ કેવી રીતે થયો તે જાણવું પણ જરૂરી છે. જૈન સંસ્કૃતિ આદિ સંસ્કૃતિ ગણાય છે. તેના આદ્યસ્થાપક વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ હતા. તેમણે લોકોને પ્રથમ કેળવણીરૂપે અસિ, મિસ અને કૃષિનું જ્ઞાન આપ્યું. ‘અસિ’ એટલે શસ્ત્રનું જ્ઞાન, ‘મિસ’ એટલે લેખનકળાનું જ્ઞાન તેમજ ‘કૃષિ’ એટલે ખેતીવાડીનું જ્ઞાન. તેમણે પોતાની પુત્રી બ્રાહ્મીને લિપિજ્ઞાન આપ્યું અને સુંદરીને અંકજ્ઞાન આપ્યું. સાથે-સાથે સ્ત્રીઓ