________________
6% E6જ્ઞાનધારા©©©©©©©©©©e
ભગવતી આરાધનામાં બાહ્યતાનું વર્ણન કરતા લખે છે કે જેનાથી મન પાપથી વિપરીત થાય છે, જેનાતી અત્યંતર તપ તરફ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તેને બાહ્ય તપ કહેવાય છે.
બાહ્યતષથી નીચેના ફળ પ્રાપ્ત થાય છે.
(૧) ઇન્દ્રિયદમન (૨) સમાધિયોગ સ્પર્શ (૩) વીર્યશક્તિનો ઉપયોગ (૪) જીવન સંબંધી તૃષ્ણાનો ત્યાગ (૫) સંકલેશ રહિત કષ્ટસહિષ્ણુતાનો અભાવ (૬) દેહ, રસ ને સુખ પ્રત્યે અપ્રતિબદ્ધતા (૭) કષાયનિગ્રહ (૮) ભોગો પ્રત
દાસીન્ય (૯) સમાધિમરણનો સ્થિર અભ્યાસ (૧૦) અનાયાસ આત્મદમન (૧૧) આહાર પ્રત્યે અનાકાંક્ષાનો અભ્યાસ (૧૨) અનાસક્તિ વૃદ્ધિ (૧૩) લાભઅલાભ, સુખ-દુ:ખ વિગેરે ઠંધોના સમયે સમતા (૧૪) બ્રહ્મચર્ય સિદ્ધ (૧૫) ત્યાગ દઢતા (૧૬) આત્મા, કુલ, ગણશાસનની પ્રભાવના (૧૭) પ્રમાદનો ત્યાગ (૧૮) કર્મવિશુદ્ધિ (૧૯) જીનાશા આરાધના (૨૦) રાણદિનો ઉપશમ (૨૧) આહારનું પરિણામ થવાથી નીરોગીપણું.
અત્યંતર તપ
અભિ+અંતર-અંતરની સન્મુખ તે અત્યંતર. જેમાં બાહ્યદ્રવ્યોની અપેક્ષા રહેતી નથી, જેમાં અંત:કરણનો વ્યાપાર હોય છે, જેમાં અંતરંગ પરિણામોની મુખ્યતા હોય છે, જે સ્વસંવેદ્ય છે, જેનાથી મનનું નિયમન થાય છે, જે મુક્તિનું અંતરંગ કારણ છે તેને અત્યંતરતપ કહેવાય છે.
બાહ્ય અને અત્યંતરતપનો સમન્વય
તલનાત્મક દષ્ટિએ અત્યંતર તપ જ મહત્ત્વનો છે. બાહ્યતપમાં શારીરિક ક્રિયાની પ્રથાનતા છે, બાહ્યત: લૌકિક છે. આમ છતાં અત્યંતર તપની પૂર્તિ માટે બાહ્યતપ અત્યંતર તપની ભૂમિકા તૈયાર છે. બાહ્યતપની ક્યારેય અવગણના ન કરવી જોઈએ. ને તેથી જ તો ચારિત્ર લઈને તીર્થંકરો પણ ઘોર તપ કરે છે. ભગવાન મહાવીર ૧૨ાા (સાડાબાર) વર્ષ ઘોર તપ કર્યું. ભગવાન ઋષભદેવે ૧૩ાા (સાડાતેર) મહિનાનું અતિ ઉગ્ર તપ કર્યું. શ્રી ગૌતમગણધરે છઠકના પારણે છઠ કરી કેવી કેવી લબ્ધિઓ મેળવી. બાહ્ય અને અત્યંતર તપ બન્ને એકબીજાના પૂરક છે. બાહ્યત: દ્રવ્ય તપ છે, અત્યંતર ભાવ તપ છે.
અનશણ વગેરે બાધતપની ઇન્દ્રિયો કૂશ થઈ જાય છે, તેનાથી અશુભ કર્મ
% E 6 %Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. બાહ્યત: પ્રાયશ્ચિત આદિ અત્યંતર તપની વૃદ્ધિનું કારણ બને છે. અત્યંતર પરિણામ શુદ્ધિનું ચિન્હ અનશણ આદિ બાહ્યતા છે. બાહ્યતપથી જ અંતરંગ તપની વૃદ્ધિ થાય છે. ટૂંકમાં બાહ્યતમ અત્યંતર તપ માટે છે. જોકે અત્યંતર તપપ્રધાન છે. અત્યંતર તપ શુભ અને શુદ્ધ પરિણામોથી યુક્ત હોય છે. અત્યંતર તપ લિના એકલું બાહ્યતમ સંપૂર્ણ કર્મનિર્જરા કરવા અસમર્થ છે.
બાહ્યતપના ૬ પ્રભેદ અણસણમૂણો અરિઆ, વિત્તી સંખેવણું રસ-રચાઓ ! કાય-કિલેસો, સંલી-ચણા, એ બન્નો તવો હોઈ
અર્થાત્ અનસણ, ઉણોદરિ, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેસ અને સંસીનતા એ ૬ બાહ્યતા છે.
અનસન તપ : આહારત્યાગને અણસન તપ કહેવાય છે, તે બે પ્રકારનાં છે :
ફતિરિયા મરણકાલે, દુવિહા અણસણા ભવે !
ફતિરિયા સાવકેખા, નિવરjખા બિઇજિયા , અર્થાત્, અનશન તપ બે પ્રકારનું છે. ઇરિક અને આમરણકાલભાવી અથવા યાવકધિક. ઇરિકમાં નિયમ સમયનો આહારત્યાગ પૂરો થયા બાદ ભોજન કરવાની આકાંક્ષા હોય છે જ્યારે મૃત્યુ પયંતનો આહારત્યાગ ‘યાવતકવિક' કહેવાય છે. તેમાં આહારનો ત્યાગ કર્યા પછી ભોજનની આકાંક્ષા હોતી નથી.
ઇન્ડરિક અનસન છ પ્રકારનું હોય છે. (૧) શ્રેણીતપ (૨) પ્રતરતા (૩) ધનતપ (૪) વર્ગ તપ (૫) વર્ગ-વર્ગ તપ (૬) પ્રકીર્ણ.
શ્રેણી તપ છ શ્રેણી હોય છે. પ્રકીર્ણ તપ ખાસ શ્રેણીબદ્ધ રીતે નહીં પરંતુ ખાસ કોઈ ક્રમ વિના કરવાનું હોય છે. આ તપથી તેજલેશ્યા આદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
યાવકયિક અનસન ૩ પ્રકારનું હોય છે.
(૧) પાદપોગમન - આમરણાંત આહારત્યાગની સાથે પડખું બદલવું વિગેરે કાયાની ચેષ્ટાનો પણ ત્યાગ કરવો.
(૨) ઈંગિની મરણ- જેમાં ઉધ્વર્તન-પરિવર્તન (પડખું બદલવું) વિગેરે કાયાચેષ્ટા હોય છે.
(૩) ભક્ત પરીક્ષા - અનસનકર્તા બીજા સાધુઓની સાથે રહીને કરી શકે છે.