________________
6% E6%eણ જ્ઞાનધારા©©©©©©©©©©e
પણ, સંજોગો એવા બન્યા કે અનેક વર્ષોનું સ્વપ્ન સાકાર થવાનો સમય આવ્યો અને ચાતુર્માસ પૂર્ણ થતાં તરત જ પેટરબાર બિરાજીત પરમ દાર્શનિક ગોંડલગ૭ શિરોમણિ પરમ વિભૂતિ પૂજ્ય ગુરુદેવશ્રી જયંતમુનિન મહારાજસાહેબનાં શ્રીચરણોની સેવા માટે પૂજ્ય બાપજીના સમસ્ત પરિવારનો વિહાર નિશ્ચિત થયો અને તુરંત પ્રસ્થાન થયું. ૨૦૦૦ કિ.મી.નો ઉગ્ર વિહાર કરી અમો સુહ પેટરબાર પહોંચ્યાં.
| વિહાર દરમિયાન મારે ડૉ. જશુબાઈ મ.સ. તથા શ્રી વસુબાઈ મ.સ. સાથે કેટલીય વાર ચર્ચા થઈ કે શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં આપણે કંઈક કરવું. ઘણા વિચારને અંતે એમ લાગ્યું કે કંઈક નક્કર કાર્ય કરવું કે જે કાયમ યાદ રહે, હંમેશ જળવાઈ રહે, પણ વિહારમાં એ શક્ય ન હતું.
પેટરબાર આવ્યા પછી એ વિચારને કાર્યાન્વિત કરવા માટે પૂજ્ય નેત્રજ્યોતિપ્રદાતા સેવાસમ્રાટ ગુરુદેવને વિનંતી કરી અને પૂ. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે એક જ્ઞાનસત્ર યોજવાનું નક્કી કર્યું એ પણ અહીં પટરબારમાં જ. પૂજ્ય તપસમ્રાટ ગુરુદેવ એટલે તપ અને મૌનની સાકાર પ્રતિમા. આ પ્રતિમાની આસપાસ સુંદર સોહામણી આંગી રચીને એક નવો ઓપ આપવાની ભાવના થઈ. “તપ અને મૌન' એ જે નસાધના પદ્ધતિનાં આગવાં અંગો છે. માટે એ જ વિષય પર વિદ્વાનોના લેખ મંગાવી તેના પર વિચાર-વિમર્શ કરીને એક અનોખો ગ્રંથ પ્રકાસ્થિ કરવો કે જેથી તપોધની ગુરુદેવની સાધનાનો અંતર્મુખી સ્વર શું હતો? કેવો હતો? તે ઉજાગર થાય.
અમારા શ્રી ગુણવંતભાઈ બરવાળિયા એટલે સાહિત્યજગતમાં કુશળ કલાકાર. તેમને બોલાવી તેમની સમક્ષક અમારી ભાવના મૂકી અને તેઓએ પડતો બોલ ઝીલી લીધો. જ્ઞાનસભર સત્ર થયું તેમાંથી નવનીત નીકળ્યું...
આજે અવસર આવી પહોંચ્યો. જૈનદર્શનના દિગ્ગજ વિદ્વાનો પિટરબાર મુકામે આવી તપસમ્રાટના તપોમય જીવનને અનેક પાસાંઓથી વિચારી, સજાવી સમાજની સમક્ષ મૂક્યું. અમારા મનની મહેચ્છા પૂરીથી. તપસમ્રાટ ગુરુદેવના ચરણે... “તેરા તુજકો અર્પણ' એ ન્યાયે આ ગ્રંથ અર્પણ કરી ધન્યતા અનુભવું છું.
તપના ભેદ-પ્રભેદઃ જૈન ધર્મની બાહ્યત૫, અનશન, વૃત્તિ સંપ અને રસપરિત્યાગ
- ડૉ. કાચા શાહ (અમદાવાદસ્થિત ડૉ. છાયાબહેન શાહ જૈન ધર્મના અભ્યાસુ છે. જેના શિક્ષણમાં પાઠશાળાની પ્રવૃત્તિમાં રસ લે છે અને જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં ભાગ લે છે).
મનુષ્યજીવનને સફળ અને સાર્થક બનાવવા માટે તપનું અનેક રીતે મહત્ત્વ દર્શાવ્યું છે. વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને તેના ભૌતિક શરીરની સાથે મન, વૃત્તિઓ, ઇચ્છાઓ, આકાંક્ષાઓ વગેરેના સંયમ માટે તપનું એક વિશિષ્ટ રૂપ જૈનદર્શનમાં રજૂ કરવામાં આવ્યું છે. તપની ખૂબ સૂક્ષ્મ રીતે વિચારણા કરીને તપના અનેક પ્રકારો બતાવ્યા છે.
અતિચાર (વિચારણા) ગાથા સૂત્રમાં લખ્યું છે ? ‘‘xદ્રા-વધે ગઇ નાસ, સરસ્વંતર - વાઘ સાર છે !
अन्सान्या अनाजिविताज्ञातव्य सः तप-आचार ॥ અર્થાત્, જિનેશ્વરોએ કરેલું તપ બાહ્ય-આત્યંતર છે તે બાર પ્રકારનું છે. તે જ્યારે ગ્લાનિરહિત અને આજીવિકાના હેતુ વિના થતું હોય ત્યારે તે તપને 'તપઆચાર” જાણવો.
આમ તપના મુખ્ય બે (૧) બાહ્ય અને (૨) અભ્યાંતર પ્રકાર પડે છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે -
सो तबो दुविहो वृत्तो ब्याहिरब्भन्तरो तहा ।
ब्याहिरो छब्बि हो वृत्तो एवभाज्मन्तरो तबो ॥ અર્થાત તપ બે પ્રકારનું છે - બાહ્ય અને અત્યંતર. બાહ્યતપ છ પ્રકારના છે અને અત્યંતર તપ છ પ્રકારના છે.
બાહ્યતા :
બાહ્યતાની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે ‘તપ’ નામે નામે બજનોમાં પ્રખ્યાત છે અથવા બીજાને જે પ્રત્યક્ષ દેખાય છે અથવા જેનો સીધો પ્રભાવ શરીર પર પડે છે અને જે મોક્ષનું બહીંરંગ કારણ છે તેને બાહ્યતપ કહેવાય છે.
૩૧)