________________
6% E6%%eળ જ્ઞાનધારા©©©©©©©©©e પોતે પડખું બદલવું વિગેરે શરીરની ચેષ્ટા કરી શકે છે ને બીજા પાસે કરાવી પણ શકે છે.
ભિક્ષાચર્યા તપ (વૃત્તિ સંક્ષેપ) વૃત્તિ સંક્ષેપ - વિત્તી સંખેવણ अट्ट विहगोयरग्गं तु तहा सत्वेवएसणा । अभिग्गा य ज अत्रे भिकखायरियमाहिय ।।
અર્થાત્ આઠ પ્રકારના ગોચરાગ્ર, સાત પ્રકારની એષણા તથા અન્ય પ્રકારના પરિગ્રહ ભિક્ષાચર્યા તપ છે.
વૃત્તિસંક્ષેપ તપ સાધુઓ માટે ગોચરીના અભિગ્રહરૂપ હોય છે. તત્વાર્થ સૂત્રમાં આ તપ શું નામ ‘વૃત્તિપfસંસ્થાન' મળે છે જેનો અર્થ છે વૃત્તિની નિવૃત્તિ માટે ભોજ્ય વસ્તુઓની ગણના કરવી કે આજે આટલા દ્રવ્યથી વધારો નહીં લઉં અથવા આજે હું એક જ વસ્તુનું ભોજન અમુક માત્રામાં જ કરીશ. આવા સંકલ્પોને વૃત્તિસંક્ષેપ કહેવાય છે. ભગવતી આરાધનામાં વૃત્તિસંક્ષેપનો અર્થ કર્યો છે ‘આહાર પર વિજય પ્રાપ્ત કરવો.' વિવિધ પ્રકારના અભિગ્રહને પણ વૃત્તિ સંક્ષેપ કહેવાય છે. અભિગ્રહ વૃત્તિસંક્ષેપ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારનું હોય છે. જેમ અમુક સ્થિતિમાં રહેલો સાથવો મળે તો લેવો એ ‘દ્રવ્ય અભિગ્રહ અમુક ચોક્કસ સ્થાનમાં રહેલી વ્યક્તિઓના હોઈ મળે તો લેવો તે ક્ષેત્ર અભિગ્ર બધા સાધુ ગોચરી ગયા પછી ગોચરી લેવા જવું તે ‘કાલ-પરિગ્રહ અને દાના હસ્તે-રડતો કે અમુક અવસ્થાવાળો હોય અને આપે તો જ લેવું તે ભાવ-અભિગ્રહ પ્રભુ મહાવીર ધારણ કરેલો, અતિ કઠિન અભિગત ચંદનબાળા દ્વારા પૂર્ણ થયો હતો તે વાત સુપ્રસિદ્ધ છે.
મૂલારાધનામાં અસુર, ફલિદા, પરિખા આદિ આઠ પ્રકારના વૃત્તિસંક્ષેપ જુદા રૂપમાં મળે છે. ઔપપાતિક સૂત્રમાં વૃત્તિક્ષેપના દ્રવ્યાભિગ્રહશ્ચરકથી લઈને સંખ્યાદનિક સુધી ૩૦ પ્રકાર બતાવ્યા છે.
શ્રાવકો પણ ખાન-પાનના દ્રવ્યાદિની સંખ્યા ઘટાડીને જુદી જુદી અનેક રીતે આ તપ કરી શકે છે. રસત્યાગ - રસ - રચાઓ :
रवीर-दहि-सय्यिमाई पणीयं पाणभोयणं
परिवज्जजं रसाणं तु भाणय रसावित्रणं અર્થાત્ દૂધ, દહીં આદિ પ્રણીત (રન્નધ) પાન, ભોજન તથા રસોનો ત્યાગ
ભ૩૪)
% E6@GWS%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@@ કરવો તે રસપરિત્યાગ કહેવાય છે.
રસનું સેવન મન, વચન અને કાયામાં વિકૃતિ લાવે છે, માટે તેને ‘વિકૃતિ'ના સૂચક નામથી ઓળખવામાં આવે છે. જે વસ્તુઓથી જીભ અને મન બંને વિકૃત થાય છે, જે સ્વાદલોલુપ અને વિષય લોલુપ બનાવે છે તેને વિકૃતિ કહે છે.
વિકા જિના-મગ વિકારું-1 ના 1 મુંગા સાત્ | fr-વિરું સદાવા વિજ-વિરારું પા નેદ્ર ”
- પચ્ચખાણ ભાષ્ય ગાથા-૪૦ વિગઈની એટલે દુર્ગતિ-દુર્ગતિથી ભય પામેલો સાધુ વિકૃતિ કરનાર એટલે કે દુગતિમાં ગમન કરાવનાર વિગઈનું જે ભોજન કરે તો વિકાર કરવાના સ્વભાવવાળી વિગઇ તેને બાલન્કારે દુર્ગતિમાં લઈ જાય છે.
આ વિકૃતિ સ્વરૂપની દષ્ટિએ ત્રણ પ્રકારની છે. (૧) દ્રવ્યરૂપ (૨) પિંડરૂપ અને (૩) દ્રવ્યપિંડ રૂપ
જે પ્રવાહી હોય તે દ્રવ્યરૂપ કહેવાય, જેમ કે દૂધ, મધ, તેલ વિગેરે જે પિંડ જેવી હોય તે પિંડરૂપ જેમ કે માખણ અને પકવાન અને જે દ્રવ્ય અને પિંડ બંનેના મિશ્રણરૂપે હોય તે દ્રવ્ય-પિંડ કહેવાય જેમ કે ઘી, ગોળ, દહીં વિગેરે.
| વિકૃતિના મુખ્ય ભેદો દશ છે. (૧) મધ (૨) મદિરા (૩) માખણ (૪) માંસ (૫) દૂધ (૬) દહીં (૭) ઘી (૮) તેલ (૯) ગોળ (૧૦) પકવાન. તેમાંથી પહેલી ચાર મહાવિકૃતિ હોઈ સર્વથા ત્યાજ્ય ગણાયેલી છે જ્યારે બીજી છે તેનું બને તેટલું ઓછું સેવન કરવાનું છે.
રસત્યાગ તપનું પ્રયોજન સ્વાદવિજય છે. તેનાથી સાધકને ૪ ફાયદા થાય છે. (૧) સંતોષની ભાવના (૨) બ્રહ્મચર્ય સાધના (૩) સંસારિક પદાર્થોથી વિરક્તિ (૪) શ્રુતજ્ઞાનની આરાધના. “આયંબિલ” એ રસત્યાગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
| જેણે રસ જીત્યો એણે જગત જીત્યું જ્ઞાનીઓ કહે છે