SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ © ©4 વિનયધર્મ @ @ ભજન હોય ત્યાં નિંદરા આવે, પર નિંદા લાગે પ્યારી રે, મિથ્યા સુખમાં આનંદ પામું, બહ કરું હોશિયારી રે... -અપરંપાર પ્રભુ અવગુણ મોરા...૦ સંસાર સાગર મહાજળ ભરિયો, ચહુ દિશ ભરિયો ભારી રે તુલસીદાસ ગરીબ કી બિનતી, અબ લ્યો નાથ ઉગારી રે... -અપરંપાર પ્રભુ અવગુણ મોરા...૦ (૪) વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પડાઈ જાણે રે... પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે... સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે... સમદષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે, જિહુવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે.. મોહ-માયા લોપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે; રામ-નામ-શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે... વણ લોભી ને કપટ રહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યા રે... (૫) દયા દિલમાં ધાર, તારી બેડલી ઊતરે પાર, એ મન દયા દિલમાં ધાર જી... દયા સમોવડ નથી બીજો, ધરમ અવનિ મોજાર જી, દયા દીનતા અંગે જેને, એનો સફળ છે અવતાર... એ મન દયા... જપ તજ સાધન કોટિ કરે જન, દર્શન કરે કેદાર જી, પ્રતિદિન વાણીવ્યાસની, શું વાંચ્ચેથી વળનાર!... એ મન દયા... શાણો થઈને શાસ્ત્ર શીખ્યો, શીખ્યો વિવિધ વેવાર જી, અંતે એ નથી કામ ના, તારી દયા કરશે કામ... એ મન દયા... સંત રૂડા જગતમાં, કોઈ સમજે તેનો સાર જી, રાજ અમર કે એવા સંતો, મારા પ્રાણના આધાર... એ મન દયા... (૬) શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ! જેના બદલે નહિ વ્રતમાન રે, ચિત્તની વૃત્તિ જેની સદાય રે’વે નિરમળી ને જેને મહારાજ થયા મહેરબાન રે... - ૧૮૫ - 6 4 વિનયધર્મ 11 -શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ!...૦ ભાઈ રે, શત્રુ ને મિત્ર રે એક નહિ ઉરમાં, જેને પરમારથમાં ઝાઝી પ્રીત રે, મન કરમ વાણીએ સત વચનુંમાં ચાલે ને રૂડી પાળે એવી રીત રે... -શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ !...૦ ભાઈ રે, આઠે પહોરે મન મસ્ત થઈ રે'વે, જેને જાગી ગિયો તુરિયાનો તાર રે, નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો આહાર રે... -શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ !...૦ ભાઈ રે, સંગતું કરો તો એવાની રે કરજો ને ત્યારે ઊતરશો ભવ પાર રે, ગંગાસતી એમ જ બોલિયાં ને જેને વચનુંની સાથે વેવાર રે... -શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ !...૦ (૭) એવાં સતનાં જળ સીંચજો રે માનવી તો મૂળ વિનાનાં ઝાડ છે... એવાં સતનાં. પ્રેમનાં પાંદડાં ને દયાની રે ડાળ્યું, પુન્યનાં મૂળ પિયાળ છે રે, ધરમ વિના તમે ઢળી રે પડશો, વેળાએ કરો એની વાડ રે... એવાં સતનાં. સુરિત છે ગુલાબનાં; ફળ લાગ્યાં દો ને ચાર રે, ફાલ્યો ફૂલ્યો રે એક વરખડો, વેડનવાલા હશિયાર રે... એવાં સતનાં. ઈ ફળ ચાખે એ તો ચળે નૈ ને, અખંડ રેવે એનો આ’ર રે, પરતીત નો હોય જેની પરલે હોશે, ખેહ હોશે જેના અગનાન... એવા સતનાં. જાણજો તમે કાંક માણજો, મનખો નૈ આવે વારંવાર રે, આંબો છઠ્ઠો એમ બોલિયાં રે, સપના જેવો છે આ સંસાર રે... એવાં સતનાં. માનવજીવનને ફૂલઝાડ તરીકે ઓળખાવતાં આ સંતકવિ કહે છે કે, માનવી તો મૂળ વિનાનું ઝાડ છે, એને સતનાં પાણી સીંચજો, પ્રેમ, દયા, ધર્મ અને પુણ્ય વિના એ વૃક્ષ નહીં ટકી શકે. સત્યનું આચરણ હશે તો પુણ્યના મૂળ પાતાળ સુધી - ૧૮૬
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy