SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ 4 વિનયધર્મ Pe Cen પહોંચશે. પછી દયાની ડાળ્યું ફૂટશે ને એમાં પ્રેમના પાન કોળી ઊઠશે. એમાં સુગંધી ગુલાલ જેવાં ફૂલ ને અમૃતકાળ લાગશે, પણ પૂર્ણ પ્રતીતિ-શ્રદ્ધા હશે તો જ એ ફળ પ્રાપ્ત થશે. ફાલેલ ફૂલેલ વૃક્ષનાં ફળો વેડનારો પણ ચતુરસુજાણ ગુરુ જોઈશે. સ્વપ્ન જેવા ક્ષણભંગુર આ સંસારમાં તમે સદ્ગુરુની કૃપાથી કાંઈક જાણી લેજો, કાંઈક માણી લેજો. ક્યારે આ વૃક્ષ ધરાશાયી થઈ જાય એનો ભરોસો નથી માટે સુકૃત્યરૂપી ફૂલો ખીલે એવી સેવા ને સત્કાર્યો કરતા જજો. (૮) જાવું છે નીરવાણી, આત્માની કરી લે ઓળખાણી, રામ ચેતનહારા; ચેતીને ચાલો જીવ, જાવું છે નીરવાણી રે.. માટી ભેળી માટી થાશે, પાણી ભેળું પાણી રે, કાચી કાયા તારી કામ ને આવે થાશે ધૂળ ને ધાણી... રામ ચેતનહારા... રાજા જાશે, પ્રજા જાશે, જાશે રૂપાળી રાણી રે, ઈન્દ્રના ઈન્દ્રાસન જાશે બ્રહ્મા ને બ્રહ્માણી... રામ ચેતનહારા... ચૌદ ચોકડીનું રાજ જેને, ધીરે મંદોદરી રાણી રે, કનક કોટ ને સમદર ખાઈ એની ભોમકા ભેળાણી... રામ ચેતનહારા ધ્રુવ ને અવિચળ પદવી દીધી, દાસ પોતાનો જાણી રે, રાજ અમરસંગ બોલીયા ઈ અમ્મર રે જો વાણી... રામ ચેતનહારા... જેનો જન્મ થયો એનું મરણ તો નિશ્ચયે છે જ, પણ જાશે જગત, હરિની ગતિ રે'શે, એમ કહીને પ્રભુસ્મરણનો ઉપદેશ આપનારા આપણા લોકસંતોએ જગતના નાશવંત ક્ષણિક સુખને શાશ્વત સુખમાં પલટાવી નાખનાર હરિભક્તિનો ખૂબ મહિમા ગાયો છે. માનવજન્મનું મૂલ્ય પારખીને સત્કાર્યો કરી પોતાનું આયખું સુધારી લેવાની ચેતવણી આપતાં અમરસંગ આત્મતત્ત્વની ઓળખાણ કરી લેવાનું સૂચન કરે છે. આ કાયા અંતે પાણીના પરપોટાની જેમ ફૂટી જશે. કશું જ સાથે નથી આવવાનું. પાંચે તત્ત્વો ઢાં પડી જશે. માટી ભેળી માટી અને પાણી ભેળું પાણી વહ્યાં જશે. મૂળ વિનાનું આ ઝાડ ક્યારે ઊખડીને ફેંકાઈ જાય એનું ભાન અભિમાની મનુષ્યને હોતું નથી, પરંતુ આ જગતમાં કોઈ શાશ્વત નથી. રાજા, પ્રજા કે રાણી હોય, ઈન્દ્ર હોય કે બ્રહ્મા, રાવણ - ૧૮૭ - છCCT4 વિનયધર્મ P ress હોય કે એની સુવર્ણની લંકા એ સર્વે બાબતો નાશવંત છે, અવિચળ તો છે માત્ર ધ્રુવજીની ભક્તિ... ધર્મ, સંપત્તિ, સત્તા કે યુવાનીનો મદ કાંઈ કાયમ ટકતું નથી, માટે હરિનું ભજન કરીને ચોરાશીના ફેરામાંથી બચી જવાનો ઉપદેશ અહીં અપાયો છે. મનુષ્યજીવતરમાં સત્યનું પાલન અને જીવમાત્ર પ્રત્યે દયા એ બે તત્ત્વો હોય તો ધર્મનું સ્થાપન થઈ જાય. દયા વિના બીજો કોઈ ધર્મ નથી. માણસના ચિત્તના અજ્ઞાનથી જ રાગ-દ્વેષ, હરખ-શોક આદિ ઉત્પન્ન થાય છે. વિનયભાવથી જો અજ્ઞાનનો નાશ થઈ જાય અને હૃદયમાં જ્ઞાનનું અજવાળું થઈ જાય તો પછી આ તમામ દ્વન્દ્ર મટી જાય. સૂર્યનો પ્રકાશ થતાં રાત્રિનો અંધકાર તો જાય, પણ એ અંધારામાં જે ભૂતનો ભ્રમ વળગી ગયો હોય તે જાય તો જ ભ્રમણા ભાંગે અને એ પ્રકાશ સદ્ગુરુની કૃપા થાય તો જ મળે છે. આવાં ઉપદેશાત્મક ભજનોમાં ત્રણ પ્રકારે ઉપદેશ કે શિખામણનું આલેખન થયું હોય છે : (૧) પોતાના આત્માને ઉદ્દેશીને અપાયેલો બોધ (૨) બીજાને પ્રત્યક્ષ સંબોધનરૂપે અપાયેલો ઉપદેશ (૨) પરોક્ષ રીતે સમગ્ર માનવજાતને બોધ, નીસરણી, હાટડી, હંસલો, વણઝારો વગેરે રૂપકગર્ભ ભજનોનો સમાવેશ આ રીતે ઉપદેશાત્મક ભજનો પ્રકારમાં થઈ શકે. આ ભજનોમાં માનવજીવનની ક્ષણભંગુરતા સમજાવી પરમાત્માનો આશરો લેવાનું સૂચન કર્યું હોય છે, વૈરાગ્યની મહત્તા સમજાવી અહંકાર તથા મમતાનો ત્યાગ કરવા વિશે સારા પ્રમાણમાં સમાજને ચાબખા માર્યા છે સંતોએ. અજ્ઞાનીઓને ઈશ્વરસ્મરણની મહત્તા સમજાવવા ભજનોમાં પ્રતિકાત્મક શૈલીનું આલેખન કરીએ, પણ સાચી શિખામણ આપવાનું આ સંતકવિઓ ચૂક્યા નથી. માનવીની માંદગી, વૃદ્ધાવસ્થા અને મરણ જેવા પ્રસંગોની વ્યાધિનું આલેખન કરીએ, નાશવંત દેહ વિશે ચેતવણી આપતાં કાયાને, પાણીના પરપોટા, સાથે તો ક્યારેક ‘કાગળની કોથળી’ સાથે પણ સરખાવી છે. સ્વાર્થની સગી દુનિયાનું હૂબહૂ ચિત્રણ આપીને આપણા સંતોએ વાસ્તવિક સ્વાર્થી માનવજીવનનું ઊંડું અધ્યયન પ્રગટ કર્યું છે અને એ દ્વારા સમગ્ર માનવસમાજને કંઈક સાચા રસ્તે દોરવાનો પ્રયાસ કર્યો છે. (સંતસાહિત્યના અભ્યાસુ નિરંજનભાઈ ઘોઘાવદર (ગોંડલ)માં સંતસાહિત્ય સંશોધન કેન્દ્ર તથા ગૌશાળા ચલાવે છે. સામયિકોમાં તેમના ચિંતનસભર લેખો પ્રગટ થાય છે). છે ૧૮૮ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy