SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ©© 4 વિનયધર્મ PC©©n મધ્યકાલીન ગુજરાતી જૈન સર્ષાહિત્યમાં વિનયધર્મનું નિરૂપણ - ડૉ. કાન્તિભાઈ બી. શાહ જૈન ધર્મનું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ છે એનો મૂળ આધારસ્રોત છે આગમ ગ્રંથો, કેમકે એમાં સર્વજ્ઞકથિત પ્રભુજીની વાણી ગણધરો દ્વારા સૂત્રબદ્ધ થઈ છે. આ આગમશ્રુત પર પછીથી અનેક નિર્યુક્તિઓ, ભાગો, ચૂર્ણિ, વૃત્તિ-ટીકાઓની રચના થઈ. આ ગ્રંથોને અનુસરીને વિવિધ ગીતાર્થો દ્વારા અનેક ધર્મગ્રંથોમાં જૈન તત્વદર્શન અને એની સાથે સંકળાયેલાં ચરિત્રકથાનકોનું સાહિત્ય ઉપલબ્ધ થયું છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પછી મારુ-ગુર્જર/મધ્યકાલીન ગુજરાતીમાં દીર્ધ-લઘુ એવાં વિવિધ પદ્ય સ્વરૂપોમાં તેમ જ ગઘાત્મક બાલાવબોધો અને તે અંતર્ગત આવતી દૃષ્ટાંતકથાઓમાં અઢળક સાહિત્ય સંગ્રહિત છે. આ શ્રુત-સિદ્ધાંતોમાંથી વિનયધર્મ વિશે મધ્યકાલીન ગુજરાતીમાં જે નિરૂપણ થયું છે તે મારા નિબંધનો વિષય છે, પણ એની વાત કરતાં અગાઉ આગમઆગમેતર, ધર્મગ્રંથો વિનયધર્મ વિશે શું કહે છે તે સંક્ષેપમાં જોઈશું. | ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ એ ૪૫ આગમો પૈકીનું એક અતિમહત્ત્વનું મૂળ સૂત્ર છે. એનાં ૩૬ અધ્યયનો પૈકીનું પહેલું જ અધ્યયન ‘વિનય અધ્યયન’ છે. એ જ રીતે ‘દશવૈકાલિક સૂત્ર'ના ૧૦ અધ્યયનો પૈકીનું નવમું અધ્યયન ‘વિનય સમાધિ’ અધ્યયન છે. જૈન ધર્મનાં ૧૨ પ્રકારનાં તપોમાં જે છે બાહ્ય અને આ આત્યંતર તપો ગણાવાયાં છે તેમાંનું એક આત્યંતર તપ વિનય છે. આ વિનયને ધર્મ કહો, ગુણ કહો, સમાધિ કહો, તપ કહો - જે કહો તે, પણ એક વાત નિશ્ચિત્ત છે કે વિનયને સમગ્ર ધર્મવૃક્ષના મૂળ તરીકે ઓળખવામાં આવે છે. “ધમ્મસ્સ વિણઓ મૂલં’. વિનય ધર્મપાલનનાં તમામ ક્ષેત્રોને આવરી છCAવિનયધર્મ Prem છે - (૧) જ્ઞાન વિનય ૨) દર્શન વિનય ૩) ચારિત્ર વિનય ૪) તપ વિનય ૫) ઔપચારિક વિનય. दसण-नाण-तव अ तह ओवयारिए चेव । एसो अ मोक्खाविणओ पंचविहो होइ नायव्वा ॥ ‘પપાતિક સૂત્ર’માં જ્ઞાન, દર્શન આદિ સૂત્ર સાત પ્રકારના વિનય કહ્યો છે. મલધારી હેમચંદ્રસૂરિ મહારાજ રચિત “પુષ્પમાલા પ્રકરણ’નાં ૨૦ દ્વારો પૈકી ૧૪મા વિનયદ્વારમાં મન-વચન-કાયા દ્વારા આશાતના-વિરાધનાના પરિહાર થકી કરાતા વિનયના પ્રવર્તનની વિસ્તૃત નોંધ લેવાઈ છે. કર્તા લખે છે કે અમૃત સમો રસ નથી, કલ્પદ્રુમ સમું વૃક્ષ નથી, ચિંતામણિ સમું રત્ન નથી એમ વિનય સમો ગુણ નથી. વિનય સઘળાં કર્મોનો નાશ કરે છે. વિનય ઇહલોક અને પરલોકમાં સર્વ સુખનું મૂળ છે. ‘ઉપદેશમાલા” ગ્રંથના બાલાવબોધની શ્રી સોમસુંદરસૂરિએ વિ.સં. ૧૪૮૫માં પ્રાચીન ગુજરાતીમાં રચના કરી છે. આ બાલાવબોધ અંતર્ગત કેટલાંક મહત્ત્વનાં ચરિત્રકથાનકો વિનયના દૃષ્ટાંત તરીકે પ્રાપ્ત થાય છે. છઠ્ઠી ગાથાના બાલાવબોધમાં ગૌતમસ્વામીનું દૃષ્ટાંત અપાયું છે. ગૌતમસ્વામી વિનયને વરેલા પ્રથમ ગણધર છે, ૧૧ અંગ અને ૧૨ પૂર્વોના જ્ઞાતા છે, શ્રુતકેવલી છે. સર્વસ્વ જાણતાં છતાં લોકોના પ્રતિબોધ અર્થે મહાવીર પ્રભુને પ્રશ્નો કરે છે ને વિસ્મિત હૃદયે સર્વ સાંભળે છે. વળી, આનંદ શ્રાવકનું અવધિજ્ઞાન વિશેનું મંતવ્ય એમને સત્ય પ્રતીત થતાં અને પોતાનો મત ખોટો જણાતાં એમની ક્ષમાયાચના કરે છે. શ્રાવક પ્રત્યેનો આ વિનય એમની ચરિત્રાત્મક કૃતિઓમાંથી પ્રાપ્ત થાય છે. ઉપા. યશોવિજયજી ‘ભગવતી સૂત્રની સઝાય’માં લખે છે : | ‘મંડપગિરિ વિવહારિયા, જયો ધન્ય સોની સંગ્રામ રે, જિણે સોનૈયે પૂજિયા, શ્રી ગુરુ ગૌતમ નામ રે.” બાલાવબોધમાં આ મહાસતી ચંદનબાળાના વિનયનું સંક્ષિપ્ત કથાનક કહેવાયું છે. ચંદનબાળાને મોટું લોકવૃંદ અનુસરતું હતું તોપણ વિનયના ગુણે કરીને તેમને જરાય માન-ગર્વ નહોતાં. એમના ગુરુમહાત્માએ એક નવદીક્ષિત થયેલા દ્રમકને ચંદનબાળા પાસે વંદનાર્થે મોકલ્યા ત્યારે ચંદનબાળા ઊઠીને એ નવદીક્ષિતની સામે આવે છે અને એમને ઊભા રહેલા જોઈને પોતે આસન લેતાં નથી. આ લે છે. આપણા દાર્શનિક સાહિત્યમાં વિનયના અનેક પ્રકારો અને પેટપ્રકારો બતાવાયા છે. વિનયના પાંચ પ્રકારોમાં (૧) લોકોપચાર વિનય (૨) અર્થ વિનય (૩) કામ વિનય (૪) ભય વિનય અને (૫) મોક્ષ વિનય છે, પણ એમાં આ પાંચમો મોક્ષ વિનય સૌથી મહત્ત્વનો છે જેનું પાલન કેવળ આત્મકલ્યાણાર્થે કરવાનું છે. ‘દશવૈકાલિક સૂત્ર’ અનુસાર આ મોક્ષ વિનયના પ્રકારો આ પ્રમાણે ૦ ૧૨ - • ૧૨૨ ૦
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy