SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 4 વિનયધર્મ P e on દરિદ્રપણામાં અલ્પ પણ દાન દેવું એ ચાર પ્રકારે ભાવ વિનય ગણાય છે. ભાવ વિનયી માનવીની આકૃતિ સર્વ કાજે નેત્રાનંદકારી, ભવોદધિકારી, શુભ અધ્યવસાયધારી, કલ્યાણવૃક્ષની મંજરી સમ, હર્ષ ઉત્કર્ષરૂપ, શીલધર્મની પ્રતિકૃતિરૂપ હોવાથી તે તુરત જ ઓળખાઈ જાય છે. આમ વિનય શ્રાવકનો સન્મિત્ર છે. વિનયનું પ્રમાણ જેમ વધુ તેમ કર્મનિર્જરા વધુ. ભાવ વિનયથી જ અધ્યાત્મશાસ્ત્ર કથિત ભાવોને સમ્યક રીતે સમજવા જોગું સામર્થ્ય ખીલે છે. ભાવ વિનયથી જ વિષયો પરત્વેની આસક્તિ અને કષાયો પરત્વેની આધીનતાના સંકલેશો ઉપશાંત થતા જાય છે. અધ્યાત્મસાર ગ્રંથમાં કહ્યું છે કેઃ येषामध्यात्मशास्त्रार्थ-तत्त्वं परिणतं हृदि । कषायविषयावेश-क्लेशस्तेषां न कर्हिचित् ॥१-१८॥ જેઓના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થોનો સાર પરિણામ પામ્યો છે, તેઓને કષાય-વિષયના આવેશોના કુલેશ ક્યારેય સ્પર્શતા નથી. ભાવ વિનયથી આત્મા અને શરીર વચ્ચેનું ભેદજ્ઞાન સ્પષ્ટ થાય છે. આત્માની સ્વાભાવિક જ્ઞાનાદિ સંપત્તિ અને કર્મજન્ય વૈભાવિક ધનાદિ સંપત્તિનો ભેદ સ્પષ્ટ થાય છે. આત્માનું હિત શામાં છે અને અહિત શામાં છે એની સાચી સુઝ પેદા થાય છે. આત્માની સ્વભાવદશા અને વિભાવદશાનો ભેદ સમજાય છે. આત્માનો જડ સાથેનો સંબંધ સ્વાભાવિક છે કે કર્મના યોગે છે તેનો ભેદ સ્પષ્ટ થાય છે. આત્મા અને પુદ્ગલના ગુણ-પર્યાય વચ્ચેનો તફાવત સામે આવે છે. પરભાવ અને સ્વભાવ તથા આત્માના શુદ્ધ અને અશુદ્ધ પર્યાયો વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થાય છે. ‘સાધના જીવનમાં પરિસણો અને ઉપસર્ગો જે કંઈ બાધા પહોંચાડે છે, તે શરીરને પહોંચાડે છે, પરંતુ આત્માને નહિ. જ્ઞાનપૂર્વક સહેલી શરીરની પીડા પણ મહાનિર્જરાનું કારણ છે.' આવા પ્રકારના ભાવ વિનયને ઉત્પન્ન કરી નિર્જરા સાધવાનું કાર્ય સાધકે કરવાનું છે. જે વિનયને જીવંત ન રાખી શકે તે દુર્યાનમાં અટવાઈ જાય છે ને ભવ હારી જાય છે. જે વિનય દ્વારા સ્વ-પર સંબંધી સંવેદનાત્મક ભેદજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેની આંતરદૃષ્ટિ ખીલી જાય છે, મન પરપદાર્થોથી પાછું ફરી જાય છે અને આત્મસ્વરૂપની નિકટમાં પહોંચે છે ને તેના યોગે અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. સંવેદના ભેદજ્ઞાન એટલે તાત્ત્વિક વિવેક ને ૧૧૧૯ - છ Q4 વિનયધર્મ CCT તાત્ત્વિક વિવેક એટલે જ ભાવ વિનય. ભાવ વિના જીવંત હોય તો પુણ્યયોગે સુખ-અનુકૂળતાઓ-માન-સન્માનયશ-કીર્તિ પ્રાપ્ત થાય ત્યારે એમાં છકી ન જવાય તેની કાળજી રહે છે. પુણ્યોદય તરફ ઉદાસીનતા સેવીને પુણ્યનો ઉદય ક્ષયોપશમભાવમાંથી ગમે ત્યારે ઔદયિકભાવમાં લઈ જઈ શાતા, રસ અને ઋદ્ધિ ગારવમાં લીન ન બનાવે તેની કાળજી રખાય છે. ભાવ વિનયને કારણે દુઃખોને સમભાવે સહી લેવાય છે, અપમાન આદિને સહજ ભાવે નકારી નખાય છે, અસમાધિ થતી નથી કે અધ્યવસાયો બગડતા નથી. વિનય વિનાની પ્રવૃત્તિ અસત્ સંસ્કારોને પોષી, દોષોને વધારી, નંદ મણિયારની જેમ સાધનાને ઊંધી દિશામાં લઈ જાય છે. હેય-ઉપાદેય આદિના ભાવ વિનયપૂર્વક કરેલી પ્રવૃત્તિ-નિવૃત્તિ જ સુફળદાયી છે. विनय फलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति: विरतिफलंदाश्रवनिरोधः ।। અર્થાતઃ વિનયનું ફળ સેવા, ગુરુસેવાનું ફળ જ્ઞાન, જ્ઞાનનું ફળ વિરક્તિ ને વિરક્તિનું ફળ છે આશ્રવનિરોધ. હે ઉપકારક પરમાત્મા ! આપના ધર્મની સમજણ જો મને ન મળી હોત તો હું હિંસક, ક્રૂર અને કઠોર ભાવોથી લિપ્ત થયો હોત અને અન્ય જીવોને દ:ખી કરીને આનંદ પામતો હોત... મારો મિસ્યા ભાવોને ઘુંટતો હોયત... હે ભંતે ! હું આજે આપના અહિંસા, દયા અને કરુણામય ધર્મ પ્રત્યે અહોભાવપૂર્વક ઉપકાર ભાવ વ્યક્ત કરું છું... આપનાં ચરણે ભક્તિ, સેવા અર્પણ કરી ઋણ સ્વીકાર કરું છું.
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy