SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ © ©4 વિનયધર્મ @ @ એકદા મધ્યમ અપાપા નગરીની બહાર આવેલા મહાસન વનમાં પ્રભુ મહાવીર સમોસર્યા છે તેમ જાણી તેમની સાથે વાદ કરવા, આત્મા છે કે નહીં તે શંકાનું નિવારણ કરવા ને પ્રભુવીરના ત્રિકાળજ્ઞાનની કસોટી કરવા ૫૦૦ બ્રાહ્મણ શિષ્યોને લઈને તે સમવસરણ સમીપ પહોંચ્યા. તરત જ કેવળજ્ઞાની પ્રભુ વીરે તેમને નામથી સંબોધી, આવકાર આપી તેમની શંકાનું નિરાકરણ કર્યું. ગૌતમસ્વામીને અભુત જ્ઞાન તો હતું જ ફક્ત પ્રતીતિ નહોતી. વૈશાખ સુદ અગિયારસનો એ દિવસ હતો. પ્રભુ વીરનું સર્વજ્ઞપણું સિદ્ધ થતાં જ સોમિલ નામના બ્રાહ્મણે કરાવેલ મોટો યજ્ઞ છોડી ૫૦૦ શિષ્યો સાથે ત્યાં જ દીક્ષા લીધી. દેશનારૂપે પ્રભુમુખે ‘ત્રિપદી’ સાંભળીઃ ‘ઊપને ઈ વા’, ‘વિગમે ઈ વા,' ધૂવે ઇ વા’ અર્થાત્ વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, વસ્તુ સ્થિર રહે છે. આ ત્રિપદી સાંભળતાં જ પૂર્વના પુયે તેમને ૧૪ પૂર્વ સહિત દ્વાદશાંગીનું જ્ઞાન ઉત્પન્ન થયું. આત્માની વિશેષ યોગ્યતા જાણી પ્રભુ વીરે પોતાના ૧ ૧ ગણધરોમાં ગૌતમસ્વામીને પ્રથમ ગણધરરૂપે પ્રસ્થાપિત કર્યા. પ્રભુ સાથે દીક્ષાકાળનાં ૩૦ વર્ષ તેઓએ વિતાવ્યાં. પ્રભુ માટે તેમને અનન્ય પ્રશસ્ત રાગ હતો. એ માટે તેઓએ કેવળજ્ઞાનને પણ ગૌણ ગણ્યું હતું. ગણધરો સ્વયં જંગમ તીર્થરૂપે ગણાય છે, છતાં ગૌતમસ્વામીમાં લઘુતા-નમ્રતા-વિનયગુણ ભારોભાર હતા. ગુરુ ગૌતમઃ વિનયના ભંડાર કઈ રીતે? પાર્શ્વ પરંપરાના શ્રી કેશીસ્વામી ગણધર એકદા જ્યારે શ્રી ગૌતમ ગણધરને મળ્યા ત્યારે તેઓ સ્વયં અંતિમ તીર્થંકરના પ્રથમ ગણધર હોવા છતાં શ્રી કેશીસ્વામીને ‘કુળયેષ્ઠ’ માની સામેથી જઈ વંદન કર્યું હતું. તેમની સરળતા તથા વિનય જોઈને કેશીસ્વામી અત્યંત પ્રભાવિત થયેલા. ગુરુ ગૌતમઃ વિનયને કારણે લબ્ધિના ભંડાર કઈ રીતે? એકદા પ્રભુ વીરના કહેવાથી ગુરુ ગૌતમે અષ્ટપદ પર્વત પર રહેલ ૧૫૦૦ તાપસોને દેશના આપી દીક્ષા પ્રદાન કરી, રસ્તામાં ગોચરીમાં ફક્ત એક નાની વાટકી જેટલા પાત્રમાં ખીર મળી. સહુ તાપસોનું સુધાદુઃખ જોઈ ન શકતા તે પાત્રમાં પોતાના જમણા હાથના અંગૂઠા વડે લબ્ધિ પ્રગટાવી તે ખીરમાંથી ૧૫૦૦ શ્રમણોને તૃપ્ત કર્યા. આજે પણ જૈનો નવા વર્ષે ચોપડાના પ્રથમ પાને શ્રદ્ધાપૂર્વક આલેખે છેઃ શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હજો. શ્રી ગૌતમસ્વામીનો વિજય હજો. ૐ નમો વિમાન મgTrofit છCC4 વિનયધર્મ ભાવ વિનય સહિતના આત્માને પૂછીએ કે માનવજીવનનું ધ્યેય શું તો એક જ શબ્દમાં જવાબ મળેઃ “આત્મકલ્યાણ'. ભાવ વિનયીને આત્માનું જ્ઞાન, આત્મશક્તિનો વિકાસ અને આત્મસ્વરૂપમાં રમણતા રુચતી હોય. જેમાં ભાવ વિનય છે તે જાણે છે કે જગત દુઃખમય છે, તેમાં તૃષ્ણા છે. જેણે તૃષ્ણાજ કર્યો તે જ બુદ્ધ-તત્ત્વજ્ઞ-યોગી. ભાવ વિનયીને ‘પહલે અનહદ બાજે બાજા, પિછે. બિજલી કરે પરકાશા’ જાપ વડે પહેલા અંતરમાં અનહદનાં વાજાં વાગે’ છે અને અર્થભાવના વડે પછી વીજળીનો પ્રકાશ થાય છે. અનહદ એટલે અનાહત નાદ અને વીજળી એટલે રત્નત્રય સ્વરૂપ આત્મજ્યોતિ. માણસ પાસે એક મહાન શક્તિ છે અને તે છે ઈચ્છાશક્તિ. એક વખત મન અને બુદ્ધિ જો પ્રભુને સોંપી દેવામાં આવે તો મન મક્કમ થશે અને બુદ્ધિ તેજસ્વી. મન ને બુદ્ધિ પ્રભુની જ વસ્તુઓ છે તે તેમને જ પાછી સોંપી દેવાની સમજણ આપે છે ભાવ વિનય. તે સમજે છે કે મન ચંચળ છે અને બુદ્ધિ અનિશ્ચિત, કારણકે તેઓ તેમના માલિકથી છુટ્ટા પડી ગયાં છે. પ્રત્યેક કૃતિના સાક્ષી તરીકે પ્રભુને જ રખાય તે ન્યાયી છે, કેમકે તે અભયદાતા, કરુણા-વાત્સલ્યપ્રેમના સાગર છે એમ ભાવ વિનય સમજાવે છે. જીવન રસમય છે, કેમ કે તેમાં પ્રભુ છે. તે પાલક, સ્વામી, નિયામક છે. ભાવ વિનયથી સમજાય છે કે વિચારપ્રધાન માણસો જ્ઞાનમાર્ગને પસંદ કરે છે, ભાવનાપ્રધાન મનુષ્યો ભક્તિમાર્ગને પસંદ કરે છે ને ક્રિયાપ્રધાન મનુષ્યો કર્મમાર્ગને અનુસરે છે. ભાવ વિનય માટે શાસ્ત્રોમાં એક દૃષ્ટાંત આવે છે: રાજગૃહી નગરીમાં એક ભિખારીએ દીક્ષા લીધી. તે જોઈ લોકો તેની હાંસી કરવા લાગ્યા કેઃ ‘ઘણું ધન ત્યાગ કર્યું ભાઈ.' તેથી તેમના ગુરુભગવંતે ત્યાંથી વિહાર કરવા સૂચવ્યું. ત્યારે અભયકુમારે નગરના ચોકમાં ત્રણ કરોડ સોનૈયાનો ઢગલો કરાવી લોકોને બોલાવી કહ્યું કેઃ “જે માણસ કાચું જળ, અગ્નિ અને સ્ત્રીનો સ્પર્શ એ ત્રણ વસ્તુ જાવજીવ સુધી ત્યાગ કરે તેને આ ધનનો ઢગલો આપવાનો છે.' ત્યારે લોકોએ વિચાર્યું કે એ ધન છોડી શકાય પણ જળ પ્રમુખ વસ્તુઓ ન છોડાય. ત્યારે પ્રધાને કહ્યું: “અરે મૂઢજનો! તમે આ કૂમક મુનિની હાંસી કેમ કરો છો? એણે એ જલાદિ ત્રણ વસ્તુઓ ત્યાગવાથી ત્રણ કરોડથી પણ વધારે ત્યાગ કર્યો છે.’ તે સાંભળી લોકોએ પ્રતિબોધ પામી તે ઠુમકમુનિને ખમાવ્યા. લક્ષમી વધી છતાં નિયમ કરવો, શક્તિ છતાં ખમવું, યૌવનવયમાં વ્રત લેવું ને ૧૧૮ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy