SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ © ©4 વિનયધર્મ @ @ અભ્યસ્થાન વિનય છે. પ્રભુ મહાવીરના સમવસરણમાંથી આવેલાં મૃગાવતી ઉપાશ્રયે ગયાં ત્યારે ચંદનબાળાએ શિખામણ આપી કે મોડી રાત સુધી બહાર રહેવું યોગ્ય નથી. મૃગાવતી પોતાનો દોષ વિચારી ચંદનબાળાની ક્ષમા માગે છે, પણ એ જ મૃગાવતીને કેવળજ્ઞાન થયું છે એ જાણી ચંદનબાળા પશ્ચાત્તાપપૂર્વક એમને સવિનય ખમાવે છે અને ખમાવતાં એમને પણ કેવળજ્ઞાન થાય છે. ૯ ૩મી ગાથાના બાલાવબોધમાં વરસ્વામીનું કથાનક આવે છે. એ અત્યંત માર્મિક છે. નાની વયમાં જ ગુરુએ વરસ્વામીને દીક્ષા આપી. ગુરુએ જાણી લીધું કે નાના વજ (વાયર)ને ૧૧ અંગ આવડી ગયાં છે. એક વાર નજીકના ગામે વિહાર કરતાં ગુરુએ પોતાના અન્ય શિષ્યોને કહ્યું કે વજ તમને વાચના આપશે. શિષ્યોએ કશાય સંદેહ કે દ્વેષ વિના ગુરુનું આ વચન સ્વીકારી લીધું. ગુરુની અનુપસ્થિતિમાં બધા જ શિષ્યો વયરની ગુરુની જેમ વિનય કરવા લાગ્યા, એટલું જ નહિ, ગુરુ પાછા આવ્યા ત્યારે શિષ્યોએ સામેથી નાના વયરને વાચનાચાર્ય બનાવવા ભલામણ કરી. આ છે મુનિજનોનો ગુરુ વિનય અને શ્રુત વિનય. ૨૬૬મી ગાથાના બાલાવબોધમાં શ્રેણિક રાજા એક ચંડાલ પાસે વિદ્યા માગે છે. સિંહાસને બેઠેલા શ્રેણિક રાજાને વિદ્યા આવતી નથી ત્યારે અભયકુમાર ચંડાલને સિંહાસને બેસાડીને વિદ્યા લેવાનું સૂચવે છે. શ્રેણિક ચંડાલને સિંહાસને બેસાડી બે હાથ જોડી વિદ્યા માગે છે ત્યારે અમને વિદ્યા પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ કે જ્ઞાનદાતા પ્રત્યે હંમેશાં વિનય કરવો. વિક્રમની ૧૬મી સદીમાં, ખરતરગચ્છીય શ્રી રાજ શીલ ઉપાધ્યાયે * શ્રી ઉત્તરાધ્યયન સક્ઝાય'ની ૩૬ ઢાળની દીર્ઘ રચના કરી છે. આ રચનાની પહેલી ઢાળ વિનયધર્મ વિષયક છે. એમાં વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચરણ અને ચરણથી શિવપુરના અનંત સુખની પ્રાપ્તિ વર્ણવી છે. આ વિકાસક્રમમાં વિનય મૂળરૂપે રહ્યો છે એ વિચાર નિર્દિષ્ટ છે. ગુરુની પાસે રહેવું, ગુરુની આજ્ઞામાં વર્તવું, ગુરુની ઇચ્છા જાણવી એમાં શિષ્યનો વિનયધર્મ છે. - સક્ઝાયમાં કવિ કહે છે - કોહવાટવાળી કૂતરી જેમ ક્યાંય વિશ્રામ પામતી નથી તેમ કશીલ અને ગુરુના કહ્યામાં ન રહેનારા સ્વચ્છંદી શિષ્ય ક્યાંય સ્થિરતા પ્રાપ્ત કરતા નથી. ધાન્યને છોડી વિષ્ટા પર મોહ રાખનાર ભૂંડ સમાં આવા શિષ્ય ગુરુદ્રોહી છે, પરંતુ જે શિષ્ય કષાય ત્યજી નિરંતર વિનય કરે છે તે ૧૨૩ - © ©4વિનયધર્મ PC ચંદ્રકિરણની નિર્મળતા સમો જશ પ્રાપ્ત કરે છે. ખરતરગચ્છના એક બીજા સાધુકવિ મહિમાસિંહ (અપરના માનમુનિ)એ સં. ૧૬૭૫માં ‘ઉત્તરાધ્યયન ગીત/સઝાય’ની ૩૭ ઢાળની રચના કરી છે. એની પહેલી ઢાળ વિનયગુણ અંગેની છે. ‘ચતુર નર ! વિનય વડો સંસાર' એ આ ગીતની ધ્રુવપંક્તિ છે. આ કૃતિમાં વિનય વિનાનાં થતાં તપ-જપને કવિએ મિથ્યા કહ્યાં છે. વિનયથી સઘળાં દુરિત દૂર થાય છે ને જીવ ભવનો પાર પામે છે. વિનયવંત શિષ્ય ગુરુના આદેશને હૈયામાં ધારણ કરે છે, ગુરુના મનોભાવોને સમજે છે, વિનયપૂર્વક ગુરુએ આપેલાં સૂત્ર-અર્થોને શીખે છે, પૂબ વિના ઉત્તર આપતો નથી. ખરતરગચ્છના ક્ષેમશાખાના શ્રી જિનહર્ષે સં. ૧૭૩૦માં ‘શ્રી દશવૈકાલિક સઝાય’ની ૧૫ ઢાળ, ૨૧૪ કડીની રચના કરી છે. એની ૧૦થી ૧૩ ક્રમાંકોવાળી ચાર ઢાળોમાં દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યાયના ચાર ઉદ્દેશોને અનુસરીને વિનય સમાધિનું નિરૂપણ કરાયું છે. - કવિ કહે છે - ગુરુની પાસે જે શિષ્ય વિનય શીખતો નથી તે અનંતીવાર ભવભ્રમણ કરે છે. જે શિષ્ય પ્રશંસામાં રાચે છે ને ગુરુની હીલના કરે છે તે કુશિષ્ય છે. જેમ રાત્રિએ સૌ નક્ષત્રોમાં પૂનમનો ચંદ્ર શોભે છે, દેવવૃદમાં સુરપતિ શોભે છે તેમ ગચ્છથી વીંટળાયેલો મુનિ શોભે છે. વૃક્ષના મૂળમાંથી થડ, થડમાંથી ડાળ, ડાળમાંથી પાન, પછી ફૂલ-ફળ વિકસે છે એમ વિનય ધર્મવૃક્ષનું મૂળ છે, શ્રુત એનાં ફૂલ છે અને મોક્ષ એનું ફળ છે. જે ગુરુની વૈયાવચ્ચ કરે છે તે જલસિંચનથી ઊછરતા વૃક્ષની જેમ વિકસે છે. જે અવિનીત દુરાત્મા છે તે નદીમાં વહી જતા કાષ્ઠની જેમ આ સંસારના પ્રવાહમાં વહી જાય છે. જેમ દુષ્ટ બળદ વંકાતો ગતિ કરે છે તેમ અવિનયી શિષ્ય ગુરુએ કહેલાં કામોથી વિપરીત કાર્ય કરે છે. વિનયી શિષ્ય ગુરુની મર્યાદા કદી લોપે નહિ, જ્ઞાનાર્થે વિનયને પ્રયોજે, ગુરુનાં વચનોને ઓળવે નહીં, દુષ્કર તપ કરે, પંચેન્દ્રિયોને જીતે, ત્રણ ગુપ્તિને ધારણ કરે, પ્રપંચ ત્યજે, જિનાજ્ઞા અનુસાર ચાલે અને આમ સઘળાં પાપોને ખંખેરે. અહીં દશવૈકાલિક અનુસાર વિનય, શ્રત, તપ અને આચાર એ ચાર સમાધિ પૈકી વિનય સમાધિને પ્રથમ ક્રમે મુકાઈ છે. વિનયી શિષ્ય અને અવિનયી શિષ્યનો ભેદ રજૂ કરતી એક રસિક પઘ • ૧૨૪ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy