________________
6
4 વિનયધર્મ
Peon સત્ય છે. તેમાં કોઈ ક્ષતિ-દોષ નથી.
સુત્ર અને અર્થરૂપ આગમનો જન્મ તથા સર્વજ્ઞનાં વચનોની સત્યતાનું પ્રમાણ ઉજાગર થયું છે. બ્રેકેટમાં મૂકેલ (7) શબ્દ વધારાનો છે અને (ચ) શબ્દ ઉમેર્યો છે.
(૩) અધ્યયનિ પહિલેઈ વિનય વિવેક, તિહાં તાં શ્ર(સુ) ગું(ગ)ણ ભાખ્યા અનેક; અવિનયનો અવગુણ ગિ(ગ)ણિ બહું(હુ), | વિનય આદરુ ભવિલણ રહ્યું(હુ) lall
અર્થ : ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં વિનયનો વિચાર છે. તેમાં વિનયના અનેક ગુણો કહ્યા છે અને આ અવિનયના ઘણા દોષો ગણાવ્યા છે. હે ભવ્યાત્માઓ ! તમે વિનયનું આચરણ કરી રહો.
પ્રસ્તુત ગાથામાં પ્રથમ પરખનો વિવેક અને ત્યાર બાદ અનિષ્ટનો ત્યાગ અને યોગ્યનો સ્વીકારની હિતશિક્ષા આપવામાં આવી છે.
વિનય એ આત્માનો ગુણ છે. જેમ વૃક્ષના મૂળથી જ ફળની ઉપલબ્ધિ થાય છે, તેમ વિનયથી જ આત્મવિકાસના મોક્ષ પર્યંતના ગુણો ખેંચાઈને આવે છે. વિનયનું વિરોધી અવિનય છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં અવિનીતનાં છ લક્ષણો કહ્યાં છે : ૧) ક્રોધી ૨) વિવેકરહિત ૩) મદથી ઉન્મત્ત અને ઉદ્ધત ૪) દુર્વાદી (ગુરુને સામો થનારો કે કઠોરભાષી ૫) છળકપટમાં કુશળ ૬) ઠગ. આ છ દુર્ગુણો વિનયભાવને પ્રગટ થતાં અટકાવે છે. આવા દુર્ગુણીને અવિનીત કહેવાય છે. (૪) પાલઈ સદા શ્રાસુ) ગુરુની આંણ, સેવઈ સુગુરુ સમિય શ્રુ(સુ) જાણ;
ગુર નવે લહઈ ઈંગિત આકાર, તે શ્ર(સુ) વિનીત ભણ્યઉ સવિચાર ||૪|| અર્થ : નિત્ય સદ્ગુરુની આજ્ઞા અને નિર્દેશ અનુસાર કાર્ય કરે, ગુરુની સમીપમાં રહી તેમની સેવા કરે, તેમના ઇંગિત (ઈશારા) તથા આકાર (મનોગત ભાવો) જાણવામાં જે કુશળ હોય તે સુવિનીત કહેવાય છે.
પ્રસ્તુત પંક્તિમાં ‘વિનીત’ શિષ્યના લક્ષણ અને તેનો અનુશાસનની તાસીર અભિપ્રેત છે. ગુરુકુળવાસમાં રહેતો શિષ્ય કડક અનુશાસનનો સ્વીકાર સહર્ષ કરે ત્યારે જ મોક્ષના આત્યંતિક સુખને આંબી શકે છે. ગુરુની આજ્ઞાના પાલન વિના અને ગુરુચરણના શરણ વિના મોહનીય કર્મનો નાશ દુષ્કર બની જાય છે.
વિનીત શિષ્યની દિનચર્યામાં નિઃસ્પૃહા અને વિવેકનો અભિગમ હોય તો નવદીક્ષિત, બાલમુનિ, લાન, તપસ્વીની સેવારૂપ વિનય કરવાનો એક પણ અવસર જતો ન કરે. તે ગ્લાનાદિની સેવાને પરમાત્માની સેવા સમજે. વિનય તો તેનો
© C C4 વિનયધર્મ
cres પ્રાણ ! આચાર્ય, ઉપાધ્યાય, અતિથિનો વિનય કરે. તેનો વ્યવહાર વિનયથી શોભતો હોય. તેની મુદ્દતા એવી હોય કે મદ કે પ્રમાદ તેને સતાવી ન શકે. તેનો આચાર ખોડખાંપણવાળો ન હોય, તે તહત્તિ કહી ગુરુના આદેશ-સૂચનને સાંભળે અને સ્વીકારે.
જૈન શાસ્ત્રોમાં નંદિષણમુનિનો સેવારૂપ વિનય પ્રશંસનીય છે. પોતાની સુખશીલતાનો ત્યાગ એ જ તેમના જીવનનો આદર્શ હતો. અપ્રતિમ વિનયથી માનઅકરામ પામી લોકપ્રિય બની ગુરુના હૃદય પર છવાઈ ગયા. બીજા ભવમાં વસુદેવ થયા.
આવા ગુણસંપન્ન અને વિવેકી આત્મા સિદ્ધગતિ પામે છે. (૫) એહ થકી જે હોઈ વિપરીત, તે આગમેં ભાંખ્યો અવિનિ(ની)ત; તે જિમ જગિ પામર કુંક(ત)રી, ઘરઘરથી કાઢઈ કરિ ધરિ //પ //
અર્થ : ઉપરોક્ત ગુણોથી વિપરીત હોય તેને આગમમાં ‘અવિનીત' કહ્યો છે. આવા અવિનીતને સડેલા કાનવાળી કૂતરીની જેમ અપમાનિત કરી ઠેકઠેકાણેથી કાઢી મૂકવામાં આવે છે.
પ્રસ્તુત ગાથામાં અવિનીતની તુલના સડેલા કાનવાળી કતરી સાથે કરવામાં આવી છે, જે ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અ.ની ચોથી ગાથા અનુસાર છે.
પરુથી ગંધાતી કૂતરીને લોકો હડધૂત કરે છે, તેમ સ્વછંદી, વાચાળ અને ઉદ્ધત એવો અવિનીત સર્વત્ર વિપત્તિ પામે છે. (૬) તુસ તજિ વિષ્ટા શ્રુ(સુ)અર ખાય, દુષ્ટ તે એણી કારણે કહેવાય;
તિમ તજિ સીલ કુસલઇ રમેંઇ, તે નર ચઉગઈ બહુ ભવ ભમઈ //
અર્થ : સૂવર ચોખા અને ઘઉંના દાણા જેવા સાત્ત્વિક આહાર ત્યજી વિષ્ટા (તુચ્છ)નું ભક્ષણ કરે છે, તેમ દુષ્ટ બુદ્ધિના કારણે અવિનીત શીલ-સદાચારને છોડી દુરાચારમાં રમે છે. આવો માનવ ચારેગતિઓમાં ફેરા ફર્યા કરે છે. અહીં અવિત્રિત આચારમાં વિકલાંગતા, સંયમ પ્રત્યેની નીરસતાનું વલણ ઉદ્ઘાટિત થયું છે. જેના કારણે ફલશ્રુતિરૂપે તેનો સંસાર અખંડ રહે છે.
બૃહદ્ વૃત્તિકારે અવિનીત શિષ્યને મૃગ, હરણની ઉપમા આપી છે, તેમ સક્ઝાયકારે અવિનીતને સુવરની ઉપમા આપી છે. સ્વરમાં સારાસારના વિવેકનો અભાવ હોય છે, તેમ દુઃશીલ અવિનીત શિષ્યમાં મૂઢતા-અજ્ઞાનતાના કારણે યોગ્યઅયોગ્યની પરખનો અભાવ હોય છે.
છે ૮૪ ૦