SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ©©ર્વે વિનયધર્મ PC©© ચિત્તની પ્રસન્નતા જાળવવી, તેમનું ભરણપોષણ કરવું, પોતાની અનુકૂળતાને ગૌણ કરી તેમની આંતરડી ઠારી મીઠા આશિષ મેળવનાર વિનયી જીવનમાં સુખ-સમાધિ મેળવે છે. ભગવાન મહાવીરે ગર્ભકાળમાં માતા-પિતાની સમાધિ રહે તેવો વિનય દર્શાવવા સંકલ્પ કર્યો હતો કે, “માતા-પિતાની હયાતિમાં દીક્ષા ન લેવી’. શ્રીરામ, શ્રીકૃષ્ણ, સંપ્રતિરાજા જેવા મહાપુરુષોની કથાઓ વાંચતાં જણાય છે કે તેઓ નિત્ય માતા-પિતાને પ્રણામ કરી વિનય કરતા હતા. વિનય કરનાર અસામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. વિનયથી દેવો પણ સંતુષ્ટ થાય છે. મહાનિધાન દેવો દ્વારા અધિષ્ઠિત હોય છે. તેને પ્રાપ્ત કરવા અને દેવના ‘કોપનું નિવારણ કરવા ઉચિત ઉપાયનું સંનિધાન કરી વિનય કરવો પડે છે. અવિનયના કારણે દેવતા કે સર્પાદિનો ઉપદ્રવ થાય છે. ભૂમિમાંથી દાટેલા નિધાન મળે ત્યારે ધૂપ-દીપ વડે પૂજા કરવામાં આવે છે. લગ્નપ્રસગે દેવ-દેવીની પ્રતિષ્ઠા, પૂજા, નૈવેદ્ય કરી તેમની ભક્તિ (વિનય) કરવામાં આવે છે, જેથી સારા પ્રસંગે આવતાં વિદનોનું નિવારણ થાય. આગમકારો, ગ્રંથકારો, કવિઓ અને લેખકો પોતાના ઇષ્ટદેવનું સ્મરણ, સ્તુતિ કરી વિનય પ્રદર્શિત કરે છે. ચક્રવર્તીની આયુધશાળામાં ચક્ર ઉત્પન્ન થાય ત્યારે દેવાધિષ્ટ આ ચક્રની ચક્રવર્તી પૂજા કરી વિનય-બહુમાન કરે છે. ત્યાર પછી જ આ ચક્ર છ ખંડ સાધવા જતાં ચક્રવર્તીને માર્ગ દેખાડવા પંથમાં આગળ વધે છે. ચક્રવર્તીને એક ખંડમાંથી બીજા ખંડમાં જવા, છ ખંડ સાધવા કુલ ૧૩ અઠ્ઠમ કરવા પડે છે. ત્યાં તે તે સ્થાનના દેવોને વિનય કરી રીઝવવા પડે છે. તપતિકી બુદ્ધિના સ્વામી અભયકુમાર અને ત્રણ ખંડના અધિપતિ શ્રી કૃષ્ણ મહારાજાએ માતાઓના મનોરથ પૂર્ણ કરવા વિધિપૂર્વક અઠ્ઠમ તપ કરી દેવોને ખુશ કર્યા હતા. તેમના વિનયથી પ્રસન્ન થયેલા દેવોએ તેમના મનોરથો પૂર્ણ કર્યા. વિનય વિના વિદ્યા કે કલા પ્રાપ્ત થતી નથી. આમ્રફળ ચોરનાર પાસેથી ઉજ્ઞામિની અને અવનામિની વિદ્યા મેળવવા માટે મગધનરેશ શ્રેણિક રાજાએ તેને ગુરુસ્થાને બેસાડી વિનય કર્યો ત્યારે જ વિદ્યા હાંસલ થઈ. આમ, લૌકિક ક્ષેત્રે અને લોકોતર ક્ષેત્રે વિનયની અનિવાર્યતા છે. - શાસ્ત્રોક્ત અનુસાર અવિનયપણે શ્રુત ગ્રહણ કરવાથી ઉન્માદ, સન્નિપાત, ધર્મથી ભ્રષ્ટ અને મરણ જેવા અનિષ્ટની સંભાવના રહે છે, તેથી વિનયાદિપૂર્વક, © C CT4 વિનયધર્મ PIC અંજલિ કરીને ભણવાનો અનુરોધ થયો છે. વિનય વિના વિદ્યા ન મળે, વિઘા વિના ચારિત્ર અને ચારિત્ર વિના મોક્ષ ન મળે. તાત્પર્ય એ છે કે અવિનીતને આપત્તિ અને સુવિનીતને સદ્ગણોની સંપત્તિ પ્રાપ્ત થાય છે. આમ, વિનયનું અનંતર ફળ લોકપ્રિયતા, પ્રસન્નતા, જ્ઞાન અને આચરણનો વિકાસ અને આલોક અને પરલોકમાં સમાધિ છે જ્યારે તેનું પરંપર ફળ અપવર્ગ-મોક્ષની પ્રાપ્તિ છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઠાણાંગ સૂત્ર, બૃહદ ક૯૫વૃત્તિ, વ્યવહાર ભાષ્ય આદિ આગમોમાં વિનયનું સ્વરૂપ પ્રતિપાદિત થયું છે. શાસ્ત્રમાં વિનયના ઘણા ભેદો-પ્રભેદો દર્શાવ્યા છે. પ્રસ્તુત સન્ઝાયમાં કવિશ્રી ભેદ-પ્રભેદને સ્પર્શતા નથી. અહીં વિનય શબ્દનો અર્થ નમ્રતા, આચાર, અનુશાસન છે. કૃતિ પરિચય : આચારધર્મને ઉદ્ઘાટિત કરતી શાંતરસની પ્રસ્તુત સક્ઝાયના આધારે વિનયના સ્વરૂપને ઉજાગર કરવાનો ઉપક્રમ કર્યો છે. (૧) ‘વીર જિસેસર પય પ(પ્ર)ણમેવિ, સુહગુરુ સાહુ યણ સમરેવિ; હિરયઉં ઉત્તરંજઝયણ છત્રીસ, વિગતિ સંખે(#) પઈ આણિ જગીસ ||૧|| અર્થ : તીર્થકર મહાવીરસ્વામીને પ્રણામ કરી, સાધુમાં રત્ન સમાન સગુરુની સ્તવના કરી શ્રી ઉત્તરાધ્યયન છત્રીસી જે તીર્થંકર પરમાત્મા દ્વારા કહેવાયેલી છે. તે વિગતોને ઉદ્યુત કરી સંક્ષેપમાં કહું છું. પ્રસ્તુત પંક્તિઓમાં મંગલાચરણ દ્વારા તીર્થંકર પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે વિનય પ્રદર્શિત કરી વિષયવસ્તુનું નિરૂપણ થયું છે. ‘સાહુ રયણ’ શબ્દમાં ઉપમા અલંકાર પ્રયોજાયેલો છે. કૃતિના રચયિતા જૈન સાધુ કવિ છે તેથી આગમ સૂત્રમાં મૂળ સૂત્ર એટલે ઉત્તરાધ્યયન સૂત્ર, તેમાં છત્રીસ અધ્યયનોનું નવનીત લઈ કવિશ્રીએ કાવ્યરૂપે ગૂંથી છત્રીસ ઢાળમાં દેહાલરે ઢાળી છે. તેમાંથી પ્રથમ ઢાળમાં વિનયનું સ્વરૂપ પ્રસ્તુત છે. (૨) અર્થ થકી શ્રી મુખિ ભાંખિયા, શ્રી વીરઈ મારગ દાખિયા; સૂત્ર (7) ગણધર પ્રમુખે રચ્યાં, જાણિ કિરતન સુવ(ચ)ન ચલું ખચ્યાં ર / અર્થ : શ્રી વીર પ્રભુએ પોતાના શ્રીમુખેથી મોક્ષમાર્ગ દેખાડ્યો, તે અર્થરૂપે પ્રરૂપ્યો. તેને ગણધર ભગવંતોએ સૂત્રરૂપે ગૂંથ્યો, સર્વજ્ઞનાં વચનો હોવાથી સંપૂર્ણ
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy