SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ © C C4 વિનયધર્મ c @ @ વિનય : આચંત૨ તપ - ડૉ. મધુબહેન જી. બરવાળિયા આચાર્ય ભગવંતો અને શાસ્ત્રકાર પરામર્શીઓએ જૈન દર્શનમાં તપની વિચારણા ખૂબ જ ઊંડાણ તેમ જ વિસ્તારપૂર્વક કરી છે. ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે કે, બાહ્ય અને આત્યંતર તપ એકબીજાના પૂરક છે. લોકસંશા કે લોકપ્રવાહમાં તણાઈને તપની ઉપેક્ષા કરવી એ સુખશીલતા છે, અજ્ઞાન દશા છે. આંતરવિશુદ્ધિ માટે આવ્યંતર તપની જરૂર છે, પરંતુ આત્યંતર તપમાં સુદઢ થવા માટે બાહ્મ તપની જરૂર છે. પંડિત સુખલાલજીએ તપની વિશેષતાનું નિરીક્ષણ ઊંડાણથી કર્યું છે. તેમના મતે બુદ્ધની જેમ મહાવીર કેવળ દેહદમનને જીવનનું ધ્યેય ગણતા ન હતા, કારણકે આવા અનેક તપ કરનારાઓને તાપસ કે મિથ્યાતપ કરનારા કહ્યા છે. ભગવાન મહાવીરે પરંપરાથી ચાલ્યા આવતા સ્થળ તપનો સંબંધ આધ્યાત્મિક શુદ્ધિ સાથે અનિવાર્યપણે જોડી દીધો અને કહી દીધું કે બધી જાતના કાયાકલેશ, ઉપવાસ વગેરેથી શરીર અને ઇન્દ્રિયોનું દમન એ ભલે તપ હોય, પણ એ બાહ્ય તપ છે, આત્યંતર તપ નહીં. આત્યંતર અને આધ્યાત્મિક તપ તો બીજું જ છે અને આત્મશુદ્ધિ સાથે એને અનિવાર્ય સંબંધ છે. ભગવાન મહાવીરે નિર્ગથ પરંપરામાં પહેલેથી પ્રચલિત શુષ્ક દેહદમનમાં સુધારો કર્યો, ત્યાં બીજી તરફ શ્રમણ પરંપરાઓમાં પ્રચલિત જુદીજુદી જાતનાં કદમનોને પણ અપૂર્ણ તપ કે મિથ્યા તપ તરીકે ઓળખાવ્યાં. તેથી એમ કહી શકાય કે તપોમાર્ગમાં દેવાધિદેવ મહાવીરનું વિશિષ્ટ અર્પણ છે અને તે એ છે કે કેવળ શરીર અને ઇન્દ્રિયોનાં દમનમાં સમાઈ જતાં તપ શબ્દના અર્થને એમણે આધ્યાત્મિક શુદ્ધિના બધાય ઉપાયો સુધી વિસ્તૃત કર્યો, એટલા માટે જૈન આગમોમાં ઠેરઠેર આત્યંતર અને બાહ્ય, એમ બન્ને પ્રકારનાં તનો નિર્દેશ સાથોસાથ મળે છે. બુદ્ધ તપની પૂર્વ પરંપરાનો ત્યાગ કરીને ધ્યાન સમાધિની પરંપરા પર જ વધારે ભાર આપ્યો હતો. તેમણે બાહ્ય તપનો પક્ષ લીધો નથી, જ્યારે ભગવાન મહાવીરે બાહ્ય તપમાં આંતરદૃષ્ટિ ઉમેરી અને અંતર્મુખ બનાવ્યું. તપના બે ભેદથી બાર પ્રકાર છે, જેમાં વિનય આત્યંતર તપના છ પ્રકારોમાં બીજો પ્રકાર છે. ©©4વિનયધર્મ ©©n ૧, અણશણ ૧. પ્રાયશ્ચિત્ત ૨. ઉણોદરી ૨. વિનય ૩. વૃત્તિ સંક્ષેપ ૩. વૈયાવચ્ચય ૪. રસત્યાગ ૪. સ્વાધ્યાય ૫. કાયકલેશ ૫. ધ્યાન ૬. સલીનતા ૬. કાયોત્સર્ગ તપના બાર પ્રકારોમાં છ પ્રકાર એવા છે કે જે પ્રકારોને બીજાઓ જોઈજાણી શકે. એ જ કારણે એ પ્રકારોને બાહ્ય તપ કહેવામાં આવે છે, જ્યારે બીજા છ પ્રકારો એવા છે, કે જેને યથાર્થ સ્વરૂપમાં તો અન્તર્મુખ બનેલા મહાનુભાવો જાણી શકે છે, એટલે એ કારણોથી એ છ પ્રકારોને આત્યંતર તપ કહેવામાં આવે છે. ૨) વિનય શબ્દની વ્યુત્પત્તિ આત્યંતર તપના છ પ્રકારોમાં બીજો તપ વિના તપ છે. ‘વિનય’ શબ્દ ‘વિ’ અને ‘ના’ એ બે શબ્દ મળીને બન્યો છે. તેની વ્યુત્પત્તિ પરથી એવો અર્થ ફલિત થાય છે કે જે વિશેષરૂપે સુખ-શાંતિ અને ઉન્નતિ તરફ લઈ જાય અથવા જે દોષોને વિશેષરૂપે દૂર કરે છે.'' વિનય. વિનય એટલે શિષ્ટાચાર, ભક્તિ, અંતરનું બહુમાન અને આશાતનાનું વિસર્જન. વિનયથી અભિમાનનો નાશ થાય છે, નમ્રતા પ્રગટે છે અને ધર્મારાધનાની યોગ્યતા આવે છે, તેથી જ તેનો સમાવેશ આત્યંતર તપમાં કરવામાં આવ્યો છે. ૩) વિનયની વ્યાખ્યા અને પ્રકારો વિનયની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે કે - “विनय विशेषण दूरी क्रियतेऽषटविधं कर्मानेनेति विनयः" જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય તે વિનય. આ પ્રકારના વિનયને મોક્ષ વિનય કહેવામાં આવે છે. તેના દશવૈકાલિક નિર્યુક્તિમાં પાંચ પ્રકારો જણાવ્યા છે, જેમ કે - - નાગ - f, તવ ઝ સઇ - ગવથrfig જેવા एसो अ भोक्ख - विणओ, पंचविहो होइ नायब्वा ॥ ‘દર્શન સંબંધી, જ્ઞાન સંબંધી, ચારિત્ર સંબંધી, તપ સંબંધી તેમ જ ઔપચારિક એવી રીતે મોક્ષ વિનય પાંચ પ્રકારે જાણવા યોગ્ય છે.” ૫ અભિધાન રાજેન્દ્ર કોશ તથા અન્ય ગ્રંથોમાં વિનયના પ્રકાર આ પ્રમાણે દર્શાવ્યા છે : - ૪૭.
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy