SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Onen@norx Caquar ૧) જ્ઞાન વિનય ૨) દર્શન વિનય ૩) ચારિત્ર વિનય ૪) મનો વિનય ૫) વચન વિનય ૬) કાય વિનય ૭) લોકોપચાર વિનય. આ સાત પ્રકારના વિનયના અવાન્તાર પ્રકારો પણ છે. ૩.૧ : જ્ઞાન વિનય જ્ઞાન તથા જ્ઞાની પર પૂર્ણ શ્રદ્ધા રાખવી, ભક્તિ અને બહુમાન રાખવું, તેમના દ્વારા પ્રતિપાદિત વસ્તુતત્ત્વો પર ચિન્તન-મનન-અનુશીલન કરવું, વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, અધ્યયન કરવું. તેમની આજ્ઞાનું પાલન કરવું તે જ્ઞાન વિનય છે.’ શિષ્ય જે જ્ઞાનીગુરુ પાસેથી આત્મગુણ વિકાસી ધર્મ (સિદ્ધાંત) વાક્યોનું શિક્ષણ ગ્રહણ કરે, તેમની પૂર્ણપણે વિયનભક્તિ કરે. - જ્ઞાન વિનય તપના પાંચ ભેદ છે જે આ પ્રમાણે છે જ્ઞાન વિનય તપથી જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારનાં કર્મોને દૂર કરે છે તેને વિનય કહે છે. અભિનિબોધિક જ્ઞાનનો અર્થ મતિજ્ઞાન છે. આ રીતે જ્ઞાનના પાંચ ભેદ હોવાથી જ્ઞાન વિનયના પણ પાંચ ભેદ છે. ૩.૨ : દર્શન વિનય તપ દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમથી ઉત્પન્ન તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ આત્મપરિણામ દર્શન કહેવાય છે. દર્શનનો વિનય દર્શન વિનય તપ છે. દર્શન વિનય તપ બે પ્રકારના છે. ૩:૨.૨ - શુશ્રૂષણાદર્શન વિનય તપ - વિધિપૂર્વક સાન્નિધ્યમાં રહીને આચાર્ય, ઉપાધ્યાય અને ગુરુ આદિની સેવા કરવી શુશ્રૂષણા વિનય તપ કહેવાય છે. તેના નીચે પ્રમાણે ભેદ છે જેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧. અભ્યુત્થાન વિનય તપ ૨. આસનાભિગ્રહ વિનય તપ ૩. આસનપ્રદાન વિનય તપ ૪. સત્કાર વિનય તપ આચાર્ય આદિ પર દૃષ્ટિ પડતાં જ આસન છોડી દેવું. તેમની સન્મુખ ઊભા થઈ જવું. આચાર્ય અથવા ગુરુ આદિ જે કોઈ સ્થાને બેસવાની ઇચ્છા પ્રદર્શિત કરે ત્યાં જ આસન પાથરી દેવું. આચાર્ય ગુરુ આદિના આગમન પ્રસંગે આસન પ્રદાન કરવું. વિનયને યોગ્ય આચાર્ય આદિનો વંદણા ૪૯ ૫. સન્માન વિનય તપ ૬. કૃતિકર્મ વિનય તપ ૭. અંજલિ પ્રગ્રહ વિનય તપ ૮. અનુગમનતા વિનય તપ ૯. પર્યુપાસના વિનય તપ ૧૦. પ્રતિસન્ધાનતા વિનય તપ વિનયધર્મ – દ્વારા આદર કરવો સત્કાર વિનય તપ છે. ગુરુ આદિનું આહાર-વસ્ત્ર પ્રશસ્ત વસ્તુઓ દ્વારા સન્માન કરવું. ગુરુ આદિને વિધિ અનુસાર વંદન કરવું. ગુરુની સામે વિનયપૂર્વક હાથ જોડવા. આવી રહેલા ગુરુ આદિની સામા જવું. ગુરુના બેઠા પછી ઇચ્છાનુકૂળ સેવા કરવી. આર્ય, ગુરુ આદિના પ્રસ્થાન પ્રસંગે પાછળપાછળ જવું.' ,, ૧ ૩:૨.૨ ગુરુ આદિની આશાતના અવર્ણવાદ ન કરવી. અનત્યશાતના વિનય તપ કહેવાય છે. અર્હન્ત આદિના ભેદથી તે પિસ્તાળીશ પ્રકારના છે. અનન્યાશાતના દર્શન વિનય તપ - (૧) અર્જુન્ત (૨) અર્હન્ત પ્રણીત ધર્મ (૩) આચાર્યા (૪) ઉપાધ્યાય (૫) સ્થવિરો (૬) કુળ (૭) ગણ (૮) સંઘ (૯) ક્રિયા (૧૦) સાંભોગિ (૧૧) આભિનિબોધિ જ્ઞાનની (૧૨) શ્રુતજ્ઞાનની (૧૩) અવધિજ્ઞાનની (૧૪) મનઃપર્યવજ્ઞાનની (૧૫) કેવળજ્ઞાનની આશાતના ન કરવી, આ અર્હન્ત આદિના પંદર વિનય છે. આ જ અર્જુન્ત આદિ પંદરના પ્રતિ ભક્તિ-બહુમાન કરવાથી અને આ જ પંદરના સમદ્દભુત ગુણોનું કીર્તન, વર્ણસંજ્વલનતા અર્થાત્ વિદ્યમાન ગુણોનું ઉત્કીર્તન કરવું. આથી પણ બીજા પંદર ભેદ થાય છે. આ રીતે બધાને ભેગા કરવાથી અનત્યાશાતના વિનય તપ પિસ્તાળીશ પ્રકારના છે.’’૧૧ ભગવતી આરાધનામાં સમ્યગ્ દર્શનનાં અંગોનું પાલન, ભક્તિ-પૂજાદિ ગુણોનું ધારણ અને બાર શંકાદિ દોષોના ત્યાગને દર્શન વિનય કહેવામાં આવે છે. ૧૨ ૩:૩. ચારિત્ર વિનય તપ અનેક જન્મોમાં સંચિત આઠ પ્રકારના કર્મસમૂહનો ક્ષય કરવાને માટે જે સર્વ વિરતિરૂપ અનુષ્ઠાન કરવામાં આવે છે તે ચારિત્ર કહેવાય છે. ચારિત્રનો વિનય ચારિત્ર વિનય તપ છે એના પાંચ ભેદ છે ઃ ૧. સામાયિક ચારિત્ર વિનય તપ ૫૦ સાવઘયોગની નિવૃત્તિને સામાયિક ચારિત્ર કહે છે, તેને વિનય કહેવામાં આવે છે.
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy