SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ 4 વિનયધર્મ Pe Cen છે, મૃત્યુ પર વિજય મળે છે અને સત્ય મળે છે તથા તપ પોતે બ્રહ્મ છે. આ પ્રમાણે અહીં તપરૂપી સાધનને સાદ્ધય પણ માન્યું છે. જૈન પરંપરામાં પણ તપને આત્મગુણ માની એને સાધ્ય અને સાધન બંને રૂપે સ્વીકાર્યો છે. આચાર્ય મનુ મનુસ્મૃતિમાં જણાવે છે કે તપથકી ઋષિગણ ત્રણે લોકનું સ્વરૂપ નિહાળી શકે છે. ગીતામાં તપ અર્થાત્ આત્મશુદ્ધિ. ગીતામાં તપનું વર્ગીકરણઃ વૈદિક સાધના પદ્ધતિમાં તપનું વર્ગીકરણ બે રીતે જોવા મળે છે – સ્વરૂપની દૃષ્ટિથી અને એની ઉપાદેયતા અને શુદ્ધતા. | સ્વરૂપની દૃષ્ટિથી ગીતાકાર તપના ત્રણ પ્રકાર દર્શાવે છે - શારીરિક, વાચિક અને માનસિકે. શારીરિક તપ : દેવ, દ્વિજ, ગુરુજનો અને જ્ઞાનીનું પૂજન, સત્કાર અને સેવા તથા પવિત્ર આચરણ, સરલ મન અહિંસા અને બ્રહ્મચર્યપાલન એ શારીરિક તપ છે. देवब्दिजगुरु प्राज्ञपूजनं शौचयार्जवम् વ ર્થહિંસા ૨ શરીર તપ જ્યતે ||.૨૭, T. ૨૪// વાચિકતપઃ કોઈનું મન, નહીં દુભાય એવી સત્ય, પ્રિય, હિતકારી વાણી જ બોલવી તથા શાણોનો અભ્યાસ અને સ્વાધ્યાય એ જ વાચિક તપ છે. अनुब्देगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् / સ્વાધ્યાથTગ્યનં વં વાડમયં તપ ૩ીત //મ, ૨૭, TI, ૨૯// માનસિક તપઃ મનની પ્રસન્નતા, સૌમ્યતા, વિચારગાંભીર્ય, આત્મસંયમ અને વિચારની શુદ્ધિ અર્થાતુ કપટરહિત શુદ્ધ ભાવના જેનો સંબંધ વિનય-ચિંતન સાથે છે એ માનસિક તપ છે. यनःप्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः/ અમાવસંશુદ્ધિચેતતો માનસમુખ્યતૂ II H. ૨૭, T. ૨૬// ગીતામાં સંપૂર્ણ વૈદિક તપસાધનાનો સારાંશ જોવા મળે છે. ઉપરોક્ત ત્રણે શ્લોક અત્યંતર તપના વિનય પ્રકારને સ્પષ્ટ કરે છે. ગીતામાં અહિંસા, બ્રહ્મચર્ય, ઈન્દ્રિયનિગ્રહન, આર્જવ, વગેરેને પણ તપની કોટીમાં મૂકે છે, જ્યારે જૈન વિચારઆચાર એનું વર્ગીકરણ પાંચ મહાવ્રત અને દશ યતિ ધર્મમાં કરે છે. વૈદિક ધર્મમાં બાહ્ય તપ પર વિશેષ વિચાર નથી, પરંતુ સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગન યોગની ભૂમિકા તરીકે નીરખું છે. વિનય અને વૈયાવચ્ચને ગુણ તરીકે તથા પ્રાયશ્ચિત્તને છ Q4 વિનયધર્મ CCT શરણાગતિ તરીકે સ્વીકાર્યું છે સામાન્યપણે એમ કહી શકાય કે જૈન પરંપરામાં માન્ય તપના દરેક પ્રકાર વૈદિક ધર્મમાં પણ માન્ય છે. વિનય અર્થાત્ અનુશાસન અને વૈયાવચ્ચ અર્થાત્ સેવા. બંનેનો મનુષ્યના વ્યાવહારિકગુણોમાં સમાવેશ કરાયો છે. આ ગુણો ભારતના સંસ્કાર વસુધૈવ કુટુંબકમ જેવી ભાવના વ્યક્ત કરે છે. જ્યાં પણ આંતરિક તપની વાત છે ત્યાં પ્રથમ પ્રાયશ્ચિત્ત અને પછી વિનય, ત્યાર બાદ અન્ય અગત્ય ભાવનાઓનો સમાવેશ છે જે કર્મનિર્જરામાં સહાય કરે છે. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં પ્રથમ યમમાં અહિંસા, સત્ય, આદિ પાંચ યમ બતાવ્યા છે જે જૈન ધર્મમાં પંચપરમેષ્ઠી છે. બીજું અંગ નિયમમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનનો સમાવેશ છે. પાંચમો અંગ પ્રત્યાહારમાં ઈન્દ્રિયો પર કાબૂ મેળવવાની વાત કહી છે. છઠ્ઠી અંગ ધારણામાં ચિત્તની એકાગ્રતા. સાતમા અંગમાં દ્રયાન અને આઠમામાં સમાધિની વિશેષપણે ચર્ચા છે. આ સર્વ જૈન પરંપરામાં વિસ્તારથી પ્રતિપાદિત છે. આધ્યાત્મિક ઉત્કર્ષ ઇચ્છતા મનુષ્ય કોઈ પણ કર્મ ફળની આશા રાખ્યા વગર કરવું. યજ્ઞ, તપ અને દાનની વિવિધ ક્રિયાઓ અંતિમ દ્ધયેય મોક્ષને લક્ષમાં રાખી કરવી જોઈએ એમ ગીતામાં ઉપદેશ છે. તદિત્યનભિસંધાય ફલં યજ્ઞતપ:ક્રિયાઃ દાનક્રિયાશ્ચ વિવિધા:ક્રિયત્તે મોસકાંક્ષિભિ.... અધ્યાય સત્તર. શ્લોક - પચ્ચીસ આ પ્રમાણે વૈદિક અને જૈન બંને ધર્મોમાં વિનયતાનું મહત્ત્વ દર્શાવ્યું છે, જે થકી આત્મા લાગેલાં કર્મોની નિર્જરા કરી અહંકારશુન્ય બની સહજ, સરળ અને અનુશાસિત જીવન જીવી મોક્ષમાર્ગે સંચરે છે. સંદર્ભ ગ્રંથ : • ભાગવદ્ગીતા મૂળ રૂપે-પૂ. ભક્તિવેદાંતસ્વામી • ભારતીય આચારદર્શન-એક તુલનાત્મક અદ્ધયયન ડૉ.સાગરમલ જૈન • જૈન ધર્મ દર્શન આચારદર્શન - ડૉ. રમણલાલ શાહ • સમય ઔર સમયસાર - ડૉ. દિલીપ ધિંગ. (ડૉ. રેણુકાબહેન પોરવાલે આચાર્ય બુદ્ધિસાગરજીના સાહિત્ય પર શોધપ્રબંધ લખી Ph.D. કર્યું છે અને “જૈન જગત’ પત્રિકાના મહિલા વિભાગના સંપાદનમાં કાર્ય કરે છે. જૈન શિલાલેખોના સંશોધન કાર્યમાં રસ ધરાવે છે). ** - ૪૬ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy