________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૭૩
હથીયાર તેજ થતું જાય. માટે અમેઘ હથિયાર જણાવ્યું. એ હથીયાર બુરું થયું નથી અને થઈ શકે તેવું નથી, તેમ અહીં એક હથીયાર તમારી પાસે પણ અમોઘ છે, શાસ્ત્રકાર જણાવે છે કે એક હથીયાર અમેઘ છે. પાપના તરફ ધિક્કારની નજર. તમારી પાસે અમેઘ હથીયાર એક જ. તીર્થંકરના શરણે ગયા છે તે પણ શરણ આપે છે, તે અમેઘ હથીયાર તરીકે નહિં. પાપને ધિક્કાર ન હોય ને તેનું શરણ અંગીકાર કરે તેથી કશું ન વળે, પાપ તરફ ધિક્કાર ન હોય પછી તેની ચાહે તેટલી આરાધના કરે તે પણ તમારે બચાવ થઈ શકે નહિં. ચાર શરણ કયારે સફળ થાય?
ચારે શરણો કયારે કામ કરે? રસાયણ ચાહે સુંદર પણ કેડે સાફ હેય તે જ કામ કરે. રસાયણ વગર ભયંકર વ્યાધિ ન જાય. પણ એ કાર્ય કયારે કરે ? કાઠે ચોકખે જોઈએ. એમ અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મ ને ભવને રોગ મટાડે એવા જબરજસ્ત છે, પણ તે કયારે મટાડે? જ્યારે પાપ તરફ ધિક્કારની નજર રાખી આત્માને શોધી લે ત્યારે. પાપના પક્ષકાર બને, અનુમોદક બને, સહાયક બને ત્યા સુધી જિનેશ્વરાદિકનું શરણરૂપી રસાયણ તે ફાયદે કરી શકે નહિં? દુકૃત
એટલે જે જે પાપે તે બધાની ગહ એટલે શું? ચાન્સેલરે માનસિક ધિક્કાર કહ્યો પણ એટલું અહીં બસ નથી. મનમાં ચણેલે મહેલ પડતાં વાર ન લાગે તે માટે દુષ્કતની નિંદા ન રાખતાં ગર્વી શબ્દ રાખે, એકલી પિતાના આત્માથી જે નિંદા કરવામાં આવે તે નિંદા, ગહ કેનું નામ? પિતાને આત્માથી ધિક્કારની નજર હોય અને તે મંડલીના સભ્યની વચમાં ધિક્કાર જાહેર કરે તે ગર્યા. આત્મામાં ધિક્કાર રાખવા પૂર્વક સકલમંડળ સમક્ષ ધિક્કાર જાહેર કરે તેનું નામ ગહ, સામાયિક કરતાં પૂર્વકાળનું નિંદન ગઈણ પડિક્રમણ બોલે છે પણ તે સ્થિતિને વિચાર કરે તે રૂંવાડે પણ આવતું નથી. દુષ્કૃત નિંદનાદિ, સુકૃત અનુમોદન
દુકૃતનું નિંદન કર્યું પણ કડાયા માંજી સાફ કર્યો તેથી પેટ ન ભરાય. જો કે કડાઈયા ન માંજીએ તે રસેઈ બધી બગડે, પણ કડાઈ માંજીને સામાન્ય તૈિયારી જોઈશે. માટે જે જે સત્ક જે ઉન્નતિના કાર્યો તે તરફ અનુમેહન રાખે, ખેડુત ખેતરમાં ખેડીને બીજ વાવીને ઘેર બેસી