________________
૭૦
પ્રવચન ૧૩૯ મું તેમને પિતાને આત્મા કેટલું વધે ને કેટલું વધવું બાકી છે, તે તપાસવા માટે શાસ્ત્રકારે ખીંટા માઈલ સૂચક પાટીયા કે પત્થર નિયમિત કર્યા. જે સડક ઉપર જઈએ, ત્યાં માઈલના ખીંટા હોય. આ ગામ આટલે દૂર છે એમ માલમ પડે. છ માઈલ આવ્યા ને છ માઈલ બાકી રહ્યું, આમ માઈલના થાંભલા મેલી નિયમિત કરવામાં આવ્યું હોય ત્યાં ચાલનારને કેટલું આશ્વાસન રહે. જ્યાં ખીંટા ન હોય ત્યાં ચાલવામાં આશ્વાસન અને અનાશ્વાસમાં ફેર પડે છે. વ્યવહારથી નિયમિત થએલામાં આ સ્થિતિ છે. સામાન્યથી નિયમિત થએલા માર્ગમાં જ્યાં માપણી થએલી હોય ને માઈલના થાંભલા લાગેલા હોય ત્યાં ચાલનારને આશ્વસન રહે છે. તે વાત અહીં સમજે. પરિણામિક ભાવનું ભવ્યપણું અનાદિનું છે
દરેક ભવ્યજીવને મેક્ષ જોઈએ છે. મારા ભવ્યપણાનું ફળ શું? બીજી ચીજોનું ફળ સમજીયે છીએ, તેમ આત્મામાં અનાદિનું ભવ્યપણું છે તેનું ફળ શું? નિધાનમાં પૃથ્વીમાં દાટેલું ધન સરખું આપણું ભવ્યપણું છે. દાટેલું ભગવટામાં કામ ન આવે. મનમાં માત્ર માનવાનું કહે છે. ન દેવાના કામમાં આવે, તેમ આપણે ભવ્ય પણું અનાદિનું પણ એમાં નિપજયું શું? ભવ્યપણું એ પરિણામિક સ્વભાવ એટલે પલટવાવાળે નહીં, અનાદિને હેય તેને તે રહેવાવાળે, તેથી ભવ્યને અભવ્ય ન થાય. અભવ્ય તે અભવ્ય રહે, તે ભાવ પરિણામિક હેવાને લીધે, જીવપણું અનાદિનું છે તે અજીવને જીવ થતો નથી. અજીવ પણ જીવ થતું નથી. આપણે આત્મામાં જીવપણું ઉત્પન્ન કર્યું નથી, તેમ ઈશ્વરે પણ જીવ પણું ઉત્પન્ન કર્યું નથી. જીવપણું છે હંમેશાં તેથી પરિણામિક સ્વભાવ. પરિણામિક સ્વભાવ એટલે અનાદિ સ્વભાવ, તેમ ભવ્યપણું એ પણ અનાદિ સ્વભાવ. હવે અહીં ભવ્યપણાનું ફળ કેમ વિચારવા બેઠા? જીવપણાનું ફળ વિચારવાની જરૂર નથી. તેનું ફળ હંમેશા પ્રવતેલું છે. ચેતના સ્વરૂપ એ જીવપણાનું ફળ છે. જ્ઞાન દશારૂપ ચેતના સર્વકાળ રહેલી છે. જેનું ચાલુ ફળ મળતું રહેલું હોય તેનું ફળ કયું એ કહેવાને પૂછવાને વખત નથી, પણ ભવ્યપણાનું ફળ કઈ મળ્યું નથી. નિગોદમાં, બાદરમાં બે, ત્રણ ચાર ઇંદ્રિયમાં હતા ત્યાં ભવ્યપણું હતું, પંચેન્યિમાં નરકમાં દેવતામાં બધે ભવ્ય પણું હતું. અહીં પણ ભવ્યપણું છે પણ તેનું ફળ શું? એ વિચાર્યું નથી.