________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
વધારે નખેદ વાળે. તેમ અહીં પણ બીજા પાપોની પ્રવૃત્તિ ચોમાસામાં ઘણી થાય. વિષયકષાયની વૃદ્ધિમાં પ્રતિક્રમણ નહીં કરે તે તમારા આત્માને બચવું મુશ્કેલ. આવશ્યકમાં સામાયિક આવી ગયું તે જુદું કેમ કહ્યું? જ્યારે જ્યારે વખત મળે ત્યારે ત્યારે સામાયક કરવું જ જોઈએ. નવરા પડવું ન જોઈએ. એથી સામાયક પદ જુદું કહેવું પડયું. પ્રતિક્રમણ સાંજ સવાર કરવાનું. “પૌષધાનિ બેઘડીનું સામાયક તેમ આવશ્યક તે કેટલા છે તે બધું વિચારવાનું છે. ચાર પ્રકારના પૌષધ - ધર્મની પુષ્ટિ ધારણ કરે તે પૌષધ, તેમાં કહેનારા છે કે પર્વ સિવાય પૌષધ કરે નહિં. પૌષધ કેટલા પ્રકારના? તે કે ચાર પ્રકારના, આહાર શરીર, સત્કાર, અવ્યાપાર ને બ્રહ્મચર્ય–પૌષધ. હવે ક પૌષધ પર્વ સિવાય ન કરે? ચારે પ્રકારના સર્વ પૌષધને ન કરવા? કે કેઈપણ પ્રકારને પૌષધ પર્વ સિવાય ન કરવો? તે પર્વ સિવાય કરે તે આપત્તિ આવે. આહાર પૌષધ તેનું દેશથી એટલે વિગયથી માંડી ઉપવાસ. એ બધા આહાર પૌષધ. આહારને દેશ પૌષધ-કરે તે તમારા હિસાબે ગુનેગાર. પર્વ સિવાય વહારે ઉપવાસ કરે તે ડૂબી જાય? વિગયત્યાગ નીવી આંબેલ ઉપવાસ ન કરવા? શરીર સત્કાર પર્વ તિથિ સિવાય કંઈપણ શરીરને સંસ્કાર ન છેડ. છેડે તે પાપ લાગે તેમ માનવું? સર્વથા શરીર સંસ્કાર છોડે તે પાપ માનવું? પર્વતિથિ સિવાય બ્રહ્મચર્ય કરે તે પાપી? દુનિયાદારીના વેપારને સંકેચ કરે અગર બંધ કરે તે પાપ લાગે? એવી અણસમજણ અહીં ન લેશે કે માસી કે પર્વ સિવાય પૌષધ કરીએ તે પાપ લાગે, તેમ માન્યતા ન કરશે. આને અર્થ એ કે
માસી સિવાય સામાયિક પૌષધ આદિ કરવાનો નિષેધ નથી. માસીમાં તે જરૂર કરવા એગ્ય છે. બાકી હંમેશા કર્તવ્ય છે. આ બધું બતાવ્યું હવે એને વિસ્તાર જે બતાવશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૩૯ મું
અસાડ વદી ૪ ને મંગળવાર શાસ્ત્રકાર મહારાજા જણાવી ગયા કે સ્વરૂપ અને ફળ વિચારવું જોઈએ. ધર્મ બે પ્રકારે જણાવતાં એક તે સંપૂર્ણ પાપને ત્યાગ ને એક નિર્વાહની દરકાર રાખી કરતો ત્યાગ. મેક્ષના માર્ગમાં જેઓ વધતા હોય