________________
પ્રવચન ૧૩૪ મું
૬૨
ઝેર અને પાપ દૂર કરવા માટે કાઇ અકાળ નથી.
જેમ રાગીને દવા લેવામાં કાઈ પણ અકાળ નથી. સાપ કરડયે હાય તેમાં કોઈ પશુ કાળ ઝેર ઉતારવામાં અયેગ્ય નથી. તેમ આત્માને લાગેલા અને લાગતા પાપ રૂપી ઝેરને અધ કરવાના સર્વ વખત છે. અમુક વખત કનું ઝે૨ન ઉતારવું તેવા એક પણ વખત નથી. એ ઝેરીલા પદાર્થો કાઢવા માટે અગર ઘુસતાને રોકવા માટે કઇ વખત સાવચેત ન રહેવું તે કહી શકાય નહિ. છતાં પણ સાપે કરડેલા હાય તેનું ઝેર ન ઉતરે તે પણ તેને નિદ્રામાં ન આવવા દેવા. ઊંચેા તા ઝેર ઉતારવુ` કે કાઢવું" મુશ્કેલ પડે એ ઊંધી ન જાય તે વાત ધ્યાનમાં લેવી પડે છે. ફટકા મારીને પણ જાગતા રાખવા પડે છે. એમ અહીં બાર મહિના ક રૂપી ઝેરથી બચવાનું છે, છતાં પણ ચામાસાને ટાઇમ કમરૂપી ઝેર માટે રાત્રિના સમય છે. તે વખત સાવચેત ન રહે તે કર્મ બંધનના પાર ન રહે, ચામાસામાં નવી નવી ત્રસજીવની ઉત્પત્તિ, લીલ ફુલની ઉત્પત્તિ, વનસ્પતિની ઉત્પત્તિ હાવાથી ર્હિંસામાં એટલે વધારો થાય કે જે વધારા શીયાળામાં કે ઉનાળામાં હાતા નથી.
પ્રત્યાખ્યાનની જરૂર કેમ ?
ઝેર ખાનારની રાત્રિ દશા ખાખર ન રખાય તે ઝેર ઉતારવુ મુશ્કેલ પડે, તેમ ચાતુર્માસિકમાં જે ધરમમાં ન આવે તેા બીજી સાવચેતીના ધરમના વિચાર કરવાના વખત આવવાને હું તે માટે ચાતુર્માસિક નૃત્યમાં પ્રથમ સામાયિક બતાવ્યું. શરદીની હવા ચાલી રહી હૈાય તે વખત ક્રમાડ ખોંધ કરવામાં ન આવે તે હવા આપે!આપ આવી રહી છે. તારા બચાવ બારણું બંધ કરવામાં છે. બારણુ ખંધ ન કરે તે હવા અસર કરી રહી છે. એમ આત્માને અવિરતિના ક્રર્મી હવા પેઠે, શરદી પેઠે આવી રહ્યા છે. કહેશે કે હું પાપ કરતા નથી, તે કયાંથી પાપ આવે ? કરે તે ભાગવે, આ સિદ્ધાંતથી અમને પાપના સંબધ શે? આમ કહેનારાને માટે સામાયક ચીજ નકામી છે. સામાયક એટલે ખારણુ બંધ કરવુ, પચ્ચખાણુ કરવું, પાપ કરે તેને જ લાગે, વગર કર્યા લાગતું જ નથી. તે પાપ ન કરવું એટલું જ કામ. પાપ ન કરવાની પ્રતિજ્ઞાની શી જરૂર છે ? હિંસા કરીએ તે હિંસાનુ' પાપ લાગે. ચારી સીગમન જીઢ પરિગ્રહ કરીએ તા તેના પાપ લાગે, ન કરીએ તે કંઈ નહિ.