________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
૫૫
થાય ત્યારે જ તેને નાશ થઈ શકે. બીજા ભવમાં પવિત્ર સંસ્કાર ન થાય ત્યાં સુધી પહેલાંના સંસ્કાર નાશ ન પામે. પાપના સંસ્કાર નાશ થાય અને સારા સંસ્કાર આવવા એ કેટલું અસંભવિત છે. બાવળીયે વાવાઈ ગયો. પાછા બીજ કાંટા પડયા, પડવાના, પાછા બાવળીયા ઉગવાના, તેમ બાવળીયાની પરંપરા ચાલવાની. તેમ આપણે પાપ કરીએ તે આવતા ભવમાં પાપના સંસ્કાર ફળે. આ વાત ધ્યાનમાં લેશો તે શાસ્ત્રકાર જે જણાવે છે કે એક પણ વખત ચૂકી ગયા ને ખરાબ સંસ્કાર આત્મામાં પડી ગયા છે તેને છેડે આવવું મુશ્કેલ પડે. તતડીયા ગુવાર જેવા અશુભ સંસ્કારની પરંપરા કયાં અટકશે?
તતડીયે ગુવાર-કઠણ ગુવાર તેને એક દાણે વાગ્યે એટલે આખી સીંગ તેવો જ ગુવાર, તેના જેટલા દાણું તેવી જ સીંગ થાય, તેને છેડે કયાં? એક દાણામાંથી સેંકડો તત્તડીયા ગુવાર થાય. તેમ પાપને સંસ્કાર આત્મામાં પડયે તે, પાપની પરંપરા દરેક ભવે ચાલ્યા કરવાની. મહાનુંભાવ! આ મનુષ્યભવ ચિંતામણી રત્ન સરખો મળે, તે ખસી ગયા તે તમને અનંતકાળે ફરી મનુષ્યભવ મળવાનું ઠેકાણું પડશે નહિં. તતડીયા ગુવાથી પરંપણ શરૂ થઈ તેમાંથી એક ગુવાર મુશ્કેલ છે. આપણે પાપના સંસ્કારમાં પડી ગયા તે ચડવું ઘણું મુશ્કેલ છે. આથી ચડવું મુશ્કેલ નહીં પણ અસંભવિત થયું, કેમકે તતડીયામાંથી તતડીયા જ થવાને. કેટલીક વખત એવા સંજોગે બને કે પહેલાંના સારા સંસ્કાર પડી ગયા છે, તતડીયે ગુવાર ન વવાય તે ફેર ઉગે નહિં, તેમ નિગેદમાં ન જઈએ. નિગોદમાં અલ્પબંધ અને અધિક નિર્જરા ક્યારે ?
આથી દરેકને કેટલી નિગદ દશા કહીએ છીએ. પચેંદ્રિયમાંથી ચૌદ્રિય તેમાંથી તેઈદ્રિય; તેમાંથી યાવત નિગદ ને નિગદમાંથી પાછા વળે. તે સિવાય બીજામાંથી પાછા વળવાનો નિયમ નથી. નિગોદમાં નવા સંસ્કાર આવે નહિં અને જુના સંસ્કારનું ફળ ભેગવવું પડે. ત્યાં બહ નિરા ને અ૫બંધ. એટલે બાંધવાનું ઓછું તે અકામ નિર. નિગે દમાં બંધ ન હોય તે બહાર આવી ભગવે શું? નિગોદમાં પણ શું