________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૫૩
તમારે કબૂલ છે કે નહિં? દરેક શાસન પ્રેમીઓને એ કબૂલ કરવું જ પડે. અહીં પ્રતિમા વડન કરવાની હરિભદ્રસૂરિજીએ કહેલું છે, પણ લગીર પૂછે કે પ્રતિમા માટે સામાન્ય એક બે મહિના યાવત અગીઆર મહિનાની મુદત છે, તેમ બીજી મર્યાદા છે કે નહિં? દરેક પ્રતિમા અંતર્મદૂત કાળની પણ છે. અગીઆર અંતર્મુક્ત એટલે બાવીસ ઘડીથી ઓછો દિવસ હેતું નથી. પ્રતિમાને નિયમ કરે છે. તે અંતરમુહૂર્ત ઉપર ચીઠ્ઠી ચડવી છે. જેને શ્રાવક પણના પરિણામ થાય તેને પણ સાધુએ સાધુપણામાં લાવવાને ઉપદેશ દે કે પરિણામ ન લાવવાને વિચાર કરાવવે.? શાસ્ત્રકારો સામે સવાલ કર્યો છે કે તમે ગુરૂ પાસે વ્રત શા માટે લેવાના રાખે છે? પિતાના આત્માથી વ્રત કરવું છે તેમાં ગુરૂને વચમાં શું કરવા છે? જે પરિણામ નથી થયા તે વચમાં ગુરૂને નાખીને શું કામ છે ? માટે પરિણામ ન હોય તે પણ ગુરૂની શાક્ષીની જરૂર નથી. ત્યાં સમાધાન આપ્યું છે કે જે પરિણામે વ્રત લેવા માંગતે હોય તેમાં ગુરુ ઉપદેશ આપી વધારો કરે. અપરિણામીને પરિણામી બનાવે. જે પરસ્ત્રી ત્યાગના વ્રત લેવા આવ્યા તેને ગુરુ સ્વસ્ત્રીની છૂટ છે એમ કહેવાના કે અસ્ત્રીને પણ ત્યાગ કરવાનું કહેશે ? દેશવિરતિ લેવા આવેલાને સર્વવિરતિ લેવાને પણ ઉપદેશ આપશે. તમારા હિસાબે સર્વવિરતિને તે વખત ઉપદેશ અપાય નહિં. મૂળ તેમને આશય અગીઆર પ્રતિમાને નામે પાંચ વરસ કાઢી નાખવા તે શ્રાવક ધર્મ છે, કર્તવ્ય છે, કલ્યાણકારી છે, મેલની જડ છે, પણ કયા મુદાએ? જેને સર્વવિરતિનું ધ્યેય ન હોય તે શ્રાવકપણાને વ્રત પાળે તે નકામા પગથીયા ઘસે છે. એકડીયામાં છોકરો શા માટે ભણે છે ? આગળ વેપાર રોજગારમાં હોંશીયાર નિવડે તેથી. શ્રાવક પણવાળાને સર્વવિરતિનું ધ્યેય નથી, તેને દેશવિરતિ આવતી નથી. એ શ્રાવક ચોમાસામાં સામાયક, આવશ્યક, પૌષધ, દેવાર્શન, સ્નાત્ર, પૂજા, દાન, તપસ્યા આ વિગેરે કાર્યો કરે, એ કયા મુદ્દાથી કરે ? આ મારું ચોમાસું એમાં શોભે. ચોમાસાની શોભા આ નવ કાર્યોમાં, તેમાં સામાયકનું સ્વરૂપ આગળ બતાવી ગયા છીએ. તેનું ફળ દેવતાના ૨,૫ત્રપપ પપમ જમે કરી શકે. ૪૮ મીનીટમાં આટલી મિલકત મળે. આટલી દેવતાઈ પુણ્યાઈ બેઘડી સામાયિકમાં મેળવી શકે. આ તે નિર્જક કે બંધ? સામાયિક સંવર નિજર કે બંધ માટે? સામાયિકમાં જે શઢ પરિણતિ એ નિર્જરાની શ્રેણિએ જવાની, પણ અશુભ પરિણતિને અભાવ એ શુભને સદ્ભાવ. એ શુભ બંધ કરાવશે. દુર્ગતિ ન થાય