________________
૧૮
પ્રવચન ૧૩૧ મું
પિતે પોતાનું સ્વરૂપ જાણે, તે જાણ્યા પછી સ્વરૂપના પ્રતિબંધક કે વિગેરે વિચારે ત્યારે વરૂપ કેમ રોકાયું છે તેનું કારણ તપાસવું જોઇએ. હવે તે શી રીતે તપાસવું જોઈએ તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૩૨ મું અષાડશુદી ૭ શુક્રવાર
શાસ્ત્રકાર હરિભદ્ર સૂરીશ્વરજી અણક નામના પ્રકરણને કરતાં થકાં સૂચવી ગયા કે ચાહે તે સમ્યગદર્શન જ્ઞાન કે ચારિત્રની કેઈપણ જાતની કરણી યથાસ્થિત ફળને દેનારી કયારે થાય? જ્યારે જિનેશ્વર મહારાજે જે સાધ્યથી કરણ કરવાનું કહ્યું છે, તે મુથી કરાય તે તે ફળને આપનારી થાય. જિનેશ્વરે સંવર નિર્જરાની ક્રિયા આકરવાની કહી પણ તે શા માટે કહી? કેવળ અનાદિનું ભવભ્રમણ મટાડવા માટે. જિનેશ્વરની દેશનામાં મેક્ષ સિવાય, તેના સાધન સિવાય બીજું દયેય કે સાધ્ય હોય નહિં. દાન, શીલ, તપ, ભાવ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાચર્ય, નિર્મમત્વ તે પણ મોક્ષ માટે, જેનાથી જે ચીજ બનવાની છે તે કહેશે તે પણ બનશે, નહિં કહે તે પણ બનશે. અને સ્વભાવ બાળવાને છે. તે કહેશે તે પણ અગ્નિ બાળવાને, નહિં કહે તે પણ અગ્નિ બાળનારે છે. તે ધર્મ કરતાં મોક્ષનું ધ્યેય શખજે–એમ કહેવાની જરૂર નથી. જેનાથી જે બનવાનું છે તે તમે કહે તે પણ બનવાનું છે, ન કહે તે પણ બનવાનું છે. મોક્ષ માટે ધર્મ કહું છું એ કહેવાનું નિરર્થક છે. વાત ખરી પણ એક સવાલ છે.
કલ્પના કરતા ઉપદેશક શીખવવું જોઈએ.
બાદા પદાર્થો મન ઉપર કઈક જ જગો પર આધાર રાખે છે. કહપવૃક્ષ ચિંતામણી એ બાહ્ય પદાર્થો મન ઉપર આધાર રાખે છે, બાકી બાહા બનાવને આધાર દ્રવ્ય પદાર્થ ઉપર છે. મનમાં ચિંતવે કે રક્ષણ કરવું છે ને છરી મારો તે જ ધારણા રાખો જીવવાની ને ખાવ અફીણ તે શું થાય ? બાહા પદાર્થોને અંગે કહ૫વૃક્ષ ચિંતામણને છોડીને કેવળ પદાર્થ સાથે સંબંધ રહે છે, તેમ જેવી ક્રિયા કરીએ તેવું પરિણામ થાય છે. બાહા ક્રિયામાં કેવળ પદાર્થના સંગની ક્રિયા જ કામ કરે છે.