SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ આગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ છે જીવન મુડી છે. દરેક વખતે અભયકુમાર હાજર રહેતું હતું. મારા રાજ્યની જડ, આવા એકને દીક્ષા ન આપી હતું તે ૧૪૦૦૦ માં શું ખોટ પડવાની હતી? એવા અભયકુમારને દીક્ષા આપનાર મહાવીર એવાને પરમભક્ત રહેનાર, અભયની દીક્ષામાં શ્રેણિક ભક્ત શી રીતે રહી શક્ય હશે? આખું રાજ્ય ઉથલી ગયું અને કમોતે મરવાને વખત આવ્યું. તે પણ એક રૂંવાડે અભચે કે મહાવીરે ખોટું કર્યું એ મનમાં ન આવ્યું. આ શાના પ્રતાપે? નિગ્રન્થ પ્રવચનને પરમાર્થ તરીકે ગયું હતું. આ બધા દેખાવના–ઈમીટેશનના ડાભડા કરતાં સાચા હીરાની એક વિટી બસ છે. તેમ રાજપાટ બધા ઈમીટેશનના ડાબડા છે. અને એક ચારિત્ર હીરાની વિટી છે. કર્તવ્ય કરાવવા લાયક અનુમેદનીય આજ છે. આ દશામાં પરમાર્થ રાખે છે. પરમાર્થપણુ આવા વખતમાં પણ ભૂલાતું નથી. આ પરમાર્થ આ અર્થ વચ્ચે અર્ધ પુદગલ પરાવર્તનું આંતરું છે. અર્થ એક પુદગલપરાવત બાકી હોય તે આવે છે. ગંગાદાસ અને જમનાદાસ, ગંગાએ જાય તે ગંગાના ભગત, જમનાએ જાય તે જમાનાના ભગત. આપણે ઉપાશ્રયે ગયા તે ઉપાશ્રયના, ઘેર ગયા તે ઘરના, આતે ચાહે ત્યાં જાય તે પણ પરમાર્થ ખસે નહિં. એમાં ત્રીજું પગથીયું આગળ છે. ત્રીજે જાય તે તેણે બળ નિગ્રંન્ય પ્રવચન સિવાય જગતની જે કઈ ચીજ હોય તે અનર્થ, અનર્થકારક જુલમકારક, આત્માને ધખાવનાર, આશ્રવનું આશ્રરૂપે, હેયનું હેયરૂપે હવે ભાન થયું. બધા આશ્રવ છાંડવા લાયક, મને ભવમાં રખડાવનાર, એ આવે ત્યારે ત્રીજું પગથીયું ત્યારે સમ્યકત્વ. અણુટ્ટમાં આવ્યા છે ? નિગ્રંથ પ્રવચન સિવાય જે કોઈ વસ્તુ તે આશ્રવ અને બંધરૂપ છે, આત્માનો ઉદ્ધાર કરનાર આ એકજ ચીજ છે, અહીં આવીએ તે ત્રીજું પગથીયું છે. પહેલા પગથીયામાં “મેક્ષ પણ જોઈએ ધન કુટુંબ બગીચ વિગેરે જોઈએ અને મોક્ષ પણ જોઈએ, પણની સ્થિતિમાં જેઓ મેક્ષ ઈ છે તેને એક પુદગલ પાવત બાકી હોય. પણ “મોક્ષ જ જોઈએ,’ મેક્ષના સાધન તરીકે જે સંવર નિર્જરા તે આદરણીય, આશ્રવ બંધ છેડવાલાયક, મોક્ષનું અદ્વિતીય સાધ્ય હોય ત્યારે મેજ જોઈએ એ નિશ્ચય થાય, માટે પ્રથમ નિશ્ચય કર જોઈએ. ઉંભય અવધારણને નિશ્ચય થાય તે કાર્ય કરવા પ્રયત્ન થાય. મેક્ષ જ મેળવે છે, મેક્ષ મેળવે જ છે, આ નિશ્ચય થાય તે સમ્યગ્દર્શન મેક્ષનું ધ્યેય, મેક્ષ સિવાય ઈતર પદાર્થનું હેયપણું, “પણુવાલું હોય તે પહેલા પગથીયામાં, આ જીવ
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy