________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
તે ભગવાનની સ્તુતિ કરવાને લાયક થાય. માટે જ પણ રત્ન બહારના બધા પથરા છે. ધર્મ જ રત્ન છે. આથી ધર્મની રત્ન કરતાં આપે આપ અધિકતા થઈ. પV vs રત્ન ધર્મ તેજ રન, બીજા ને કહેવાના પણ સાચું રત્ન ધર્મ જ. આથી તૃતીયા ચતુથી પંચમ ષષ્ઠી તપુરૂષ ન રાખ્યા પણ અહીં મયૂર રાશિથી મધ્યમપદ લેપી સમાસ કર્યો. એનું રત્ન તરીકે કેમ મહત્વ એ બધી વાત આગળ કહી છે. અહીં કહેલી વાત યાદ કરાવીએ છીએ એના અથ થવું જોઈએ હવે કઈ પ્રથમ ભૂમિકા બાંધવી તે વિગેરે અધિકાર અગ્રે વત મા.
પ્રવચન ૧૭૬ મું
ભાદરવાવદી ૧ને મંગળવાર धर्माणां मध्ये यो रत्नमिव वर्तते स धर्मरत्नं जिनप्रणीतो देशविरतिसर्वविरतिरूपः समाचारः तस्य योग्यो एकर्षिशति गुणैः म पन्नो भवति ।
શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણને કરતાં ૨૧ ગુણેની જરૂરીયાત ધર્મ માત્રને અંગે ભૂમિકા તરીકે બતાવી ગયા. તે માટે ૨૧ ગુણનું વિવેચન કર્યું, આથી શ્રોતા શ્રવણ ભૂમિકાને પ્રાપ્ત થયા. સમજતા હોવાથી જ્ઞાન ભૂમિકામાં પણ આવ્યા. પણ ત્રીજી વિજ્ઞાન નામની ભૂમિકામાં ન આવે ત્યાં સુધી ફળની પ્રાપ્તિમાં ન આવે. આથી શાસ્ત્રોનું શ્રવણ મલ્યુ, સાન મથું, છતાં કાર્ય સિદ્ધિ ન થઈ. કારણ ત્રીજી ભૂમિકાએ ન પહોંચે. તેથી ત્રીજી ભૂમિકા વિજ્ઞાન એટલે શું? હેયાદિક વિભાગ કરી ઉપાદેયને ઉપાદેય સમજવા | હેય ને હેય સમજવા તે વિજ્ઞાન, ત્રીજી ભૂમિકા એવી કઠણ છે કે કંઈક ન્યૂન દશ પૂર્વ સુધી જાય તે પણ કઠણ પડે છે. બે ભૂમિકામાં રાનીપણાને કે સમ્યકત્વ સહિતપણાને નિર્ણય થતું નથી, તે ત્રીજી ભૂમિકામાં નિર્ણય થાય. આરંભ પરિગ્રહ કષાયના દૃષ્ટાંત છે તેમ વિનયાદિકના પણ છે. એકલા ઉપાદેયની વાત છે એમ નથી. હેયની વાત ન ય તેમ પણ નથી, હેયને ઉપાદેય બનેની વાતો ભેગી હોય છે. ચરિત્રોમાં હેય ઉપાદેય બંને વાતે હેય.
મહાવીર મહારાજનું દૃષ્ટાત. વાતમાં લાકડા છેદવાની વાત એમાં ભૂલા પડેલા મુનિને એકલા દેખ્યા ને દયા આવી તે પણ વાત આવી છે. માર્ગ બતાવે તે વખતે મોક્ષ માગ કશે વિચાર માત્ર