________________
પ્રવચન ૧૭૬ મું
૧૩૭ ભૂલા પડેલા સંતપુરૂષ, સમ્યકત્વ તે રસ્તામાં પછી પમાડયું છે. આહાર આપે માગે લીધા તે વખતે સમ્યકત્વ નથી. રમ્યકત્વતી રસ્તામાં મુનિઓએ પમાડયું છે. સમ્યકત્વ નથી તે વખતે માર્ગથી ભૂલ્યા છે, તેથી અનુકંપાથી માર્ગ બતાવ્યો છે. યાવત મરીચિમાં ઉસૂત્રભાષક થયા, આગળ સીંહ ફાડનાર, કાનમાં સીસું રેડનારા, નિયાણું કરનાર થયા, તે આગળ નંદનમુનિના ભવમાં લાખ વરસ માસખમણ પુરા કર્યા. અહીં લાખ વરસ સુધી તે પણ લાગ લાગષ્ટ માસખમણને પારણે મા ખમણ કયી. મગજમાં કલ્પના કરીએ તો આપણને એકાંતરા છઠ્ઠ ને અઠ્ઠમ કરવા પડે તો કેમ થાય છે? કહો કે એમને સંધયણ જુદા હતા તે તે સઘયણ આપણને નથી મળ્યા? એમાં આપણે કરી શકતે? તીર્થકર નામ કર્મની નિકાચના એ ચરિત્રમાં યાવત્ ગર્ભસંક્રમણ થયું તે પણ તેમનામાં, દેવાનંદાના સુપના હરાવાને લીધે છાતી ફાટ રડી, ત્રીશલાને ત્યાં સ્થિર રહ્યા. તે પણ એમનામાં, અભિગ્રહ કર્યો, બધું તેમનામાં યાવત તીર્થ પ્રવૃત્તિને પણ એમનામાં, વધારે આયુષ્ય હેવાથી થયા હોતી નથી? મહાવીરનું ચરિત્ર આખું લેવા લાયક, છાંડવા લાયક– એમ કહીએ તો શી વલે? લેવા લાયક નથી. છાંડવા લાયક છે તેમ નથી, મહાવીરનું ચરિત્ર સાંભલ્યું જ્ઞાન કર્યું? પણ હે પાદેયને વિભાગ કરીએ તે સાધુને માર્ગ બતાવે તે કરવા લાયક, ઉસૂત્ર પ્રરૂપણ કરવા લાયક નહિં, નિયાણું અકરણીય, સીયું રેડયું તે ન કરણીય. આખા જીવન કે ચરિત્રમાં બધી વસ્તુ લેવા લાયક પણ નથી, ને બધી છોડવા લાયક પણ નથી. હેચ-ઉપાદેયને વિભાગ કઈ ભૂમિકાએ થવાને?
એ વિભાગ કઈ ભૂમિકાએ થવાને? વિભાગ ક્યાં પડે? ત્રીજી ભૂમિકામાં આવે ત્યાં. જે આદરવા લાયક તેનાં ફળ ખરાબ ને સારાના પરિણામે પણ વર્ણવ્યા છે. હેય ઉપાદેય તરીકે જે નિશ્ચય કરે તે ત્રીજી ભૂમિકા. શ્રવણ અને જ્ઞાન બે ભૂમિકા કરતાં ત્રીજીમાં દાખલ થવામાં વિશિષ્ટતા છે. અભવ્ય મિથ્યાત્વીએ બે ભૂમિકામાં સહેજે દાખલ થાય છે. ત્રીજીમાં કે સમ્યકત્વી કે માર્ગવાળા સિવાય દાખલ થઈ શક્તા નથી. દુખના કારણ તરીકે ગણાવેલી ભૂમિકા સહેજે આવી જાય. વાસુદેવના પહેલા ભવમાં નિયાણું કરી વાસુદેવ થયા તે પરિણામ તેને સારું દેખાયું. ત્રણ ખંડના અખંડ માલીક થયા,