________________
પ્રવચન ૧૭૨ મું
૧૦૭
લાયક કે આદરવા લાયકને વિભાગ બાળકને આવતું નથી. તેમ છે વિષય પ્રતિભાસ જ્ઞાનવાળાને વિભાગ કરવાનું વિશિષ્ટ જ્ઞાન, તે ત્રીજા પગથીયા તરીકેનું છે. હેય ઉપાદેય પદાર્થનું તે તરીકે જ્ઞાન થાય તે ત્રીજા પગથીયામાં છે. તે જ્યારે જાણે તે આદરવા લાયકને આદરવા જાય, હેયને છોડવા જાય. નંગ ખેલાઈ ગયું, દેખ્યું, પહેલાં દેખ્યું કે આ હીર, બીજી વખત દેખે છે કે મારા હીરે, પછી ત્રીજુ જ્ઞાન થાય એટલે પરચખાણ થાય, સમ્યગ્દર્શનાદિના કારણે કાર્યસ્વરૂપ જે કાર્યો-વર્તન, તે કરવા જોઈએ. તે કરવાની પ્રતિજ્ઞા કરવી તેમ છાંડવા લાયકના પચ્ચખાણ કરે, સાવધ વ્યાપાર મને હેરાન કરનાર માટે પચ્ચખાણ કરું છું. ઉપાદેયની અને હેયની પ્રતિજ્ઞા થાય ત્યારે પચ્ચખાણ થયું. નિર્જ રાબીજ ૧૪મા ગુણઠાણે મે લઈ જાય
પચ્ચખાણ ન થાય ત્યાં સુધી વિરતિ નથી. સાવધકાર્ય ન કરીએ વિરતિ ન કરીએ ત્યાં સુધી, સંજમવાળા નથી. પ્રતિજ્ઞા કર્યા વગર સંયમ આવતું નથી. શ્રવણે નાણે વિજ્ઞાને પ્રતિજ્ઞા થાય ત્યારે જ સંજમ. હિંસાદિકના સાવઘના કર્મ દ્વારા બંધ થાય. પચ્ચખાણું કરવાથી સંજમ થયો અને આશ્રવ કાયા. સ્વાભાવિક આત્માની દશા કર્મ તોડવાની છે. આ આત્મા કર્મને રજ પણ રહેવા દે તેવું નથી, પણ કર્મને ગુલામ બને તે વખતે તાકાત નથી. જ્યાં કર્મ રોકાયા ત્યાં કર્મની ગુલામી ઓછી થાય. કર્મનું છાપરું થાય એટલે શુભ ધ્યાન થાય, એથી નિર્જરા થાય, નિર્જરા બીજ છે. બીજથી અંકુર થડ ફૂલ ફળ થાય, તેમ નિર્જરા અંકુર છે, તે ચૌદમે ગુણઠાણે લઈ જાય એટલે
ત્યાં મેલ જરૂર છે. આ અનુક્રમમાં એકવીસ ગુણ સંભળાવ્યા એટલે શ્રવણ થયું. એકવીસ ગુણનું જ્ઞાન થયું. હવે જે વિજ્ઞાન ન થાય તે ફળ ન મેળવી શકીએ, સાપને સાપ રૂપે હીરાને હીરા રૂપે ન દેખે, તેણે સાપ કે હીરા દેખ્યા તેમાં વળે શું? હીરાની કિંમત ન જાણું, કિંમતી ન જાણ્ય, સાપને નુકશાન કારક ન જાયે તે શું વળે? તેમ એકવીસ ગુણ સાંભળ્યા એટલે શ્રવણ પગથીયું થયું, જાણ્યા એટલે જ્ઞાન પગથીયું થયું, પણ વિજ્ઞાન પગથીયું ન થયું તે પહેલા બેમાં શું વળે? માટે ધર્મ રત્નના અથએ ૨૧ ગુણને ઉપાર્જન કરવા પ્રયત્ન કર. એકવીસ ગુણે ઉપાદેય ગણી તે મેળવવા પ્રયત્ન કરો. ધનની