________________
શ્રીઆગમહારક-પ્રવચન-શ્રેણી
સાંભળે પણ શ્રવણ માત્રમાં રહે ને જ્ઞાન વિજ્ઞાન પ્રત્યાખ્યાન તરફ ન ઉતરે તે શ્રવણનું ફળ ન મળે. પણ કારતકે કણબી ગાંડે અને તેનું શું ? જેઠ અષાડમાં વાવેતર કર્યું રક્ષણ કર્યું ને કારતક મહિને ગાંડ બને તેનું શું થાય ? એમ અહીં સાંભલ્યા વગર જ્ઞાન વિજ્ઞાન માગે તે કારતક મહિને ડાહ્યા થયા ગણાય, પણ સાંભળે અને ફળ વખતે ભાગી જાય તે કારતક મહિને ગાંડે બન્યું તેના જેવો ગણાય. શ્રવણ પામનારા જ્ઞાન વિજ્ઞાન પ્રત્યાખ્યાન તરફ ન વળે તે કારતક મહિને ગાંડો થયો ગણુય, તે અહીં ન જોઈએ. અહીં તે એકવીશ ગુણો ધર્મ રત્નને માટે બતાવ્યા છે, જેમને ધર્મ તરફ લક્ષ્ય હોય તેના અર્શીએ ગુણેને અંગે પ્રયત્ન કરવાની કેવી જરૂર છે તે અધિકાર અગ્રે વર્તમાન,
પ્રવચન ૧૨
ભાદરવા સુદી ૧૧ ને ગુરૂવાર सम्मत्ता उ चरितं अहवा होज्जा इमेहिं गहणं तु । સવને બાળ-વિશે માહિ મારી પત્ત | ૨૪૮ |
પંચ ક૯૫ ભાષ્ય શાસ્ત્રકાર મહારાજા ધર્મ રન પ્રકરણ રચતાં શ્રાવક ધર્મને લાયક ૨૧ ગુણે આગળ જણાવી ગયા. તે સાંભળવાથી શ્રવણ નામને પ્રથમ ભેદ થયે, પ્રથમ શ્રવણ, તે થવાથી બીજા નંબરે જ્ઞાન એટલે પદાર્થને બેધ. તે થવાથી ત્રીજા નંબરે વિજ્ઞાન હેયને છોડવા લાયક સમજે ને ઉપાદેયને આદરવા લાયક સમજે. જે બાકી રહ્યા તે પદાર્થને ય એટલે જાણવા લાયક પદાર્થની કેટીમાં નાખીએ, આ વિજ્ઞાન, સામાન્ય પદાર્થ માત્રથી જ્ઞાન, હેય ઉપાદેય વહેંચણથી જ્ઞાન તે વિજ્ઞાન, અને ત્યાર પછી જ છાંડવા લાયકની તથા આદરવા લાયક પદાર્થની પ્રતિજ્ઞા કરવાનો વિચાર થાય. તેથી તે શ્રવણ પછી થનારૂં જ્ઞાન તે વિષય પ્રતિભાસ, માત્ર પદાર્થને દેખાડે નાના બચ્ચાની હીરા પર દષ્ટિ ગઈ કહે આ પદાર્થ છે. એમ બાળકે જાણ્યું : પદાર્થ છે એમ જ્ઞાન થયું એ કીંમતી છે કે કેમ? વીંછી સાપને દેખે વીંછી કે સાપ છે માટે છોડવા લાયક છે એ તરીકે ખ્યાલ નથી ગયે, પદાર્થ દેખે, શબ્દ સાંભળે પદાર્થનું જ્ઞાન થાય પણ એટલા માત્રથી છાંડવા