________________
પ્રવચન ૧૬૮ મું
૮૩
વસ્તુ તે વખતે રાખીએ તેને અર્થ સાવદ્ય ત્યાગ થયે? ચોકકસ સ્થિતિએ ત્યાગની સ્થિતિમાં શાસનની શોભા, સામાયિક સિવાયમાં ચાહે તેમ કરો. ઘેરથી દેરે જતાં સર્વાગ સજી આખા કુટુંબ સહિત વાજતે ગાજતે જાવ. તેમાં શાસનની શોભા દેખાડી છે. કેને ? દરેક સંગ્રહસ્થ સર્વાગ સજી કુટુંબ સહિત વાજતે ગાજતે રેજ રે જવું જોઈએ. શાસનની શોભા ત્યાં છે. શાસનની શેભાનું બાનું તેમાં ચાલે નહિં. તે બને સામાયિક મલીન કરી શકે નહિં. - જેમ જ
વેfમ એ પચ્ચખાણ થાય છે અને આ બધું શું ? કહેવાનો મતલબ કઈ? પૌષધ સામાયક પ્રતિકમણ આ ત્રણ વખતે બેઘડી કે એક દહાડે સાધુ૫ણની છાયા રાખવા માટે વ્રત દેખાડયું, તે વ્રતમાં તે છાયા ન પડે તે શું વળે? મૂછ કોનું નામ કહે છે? સામાયિકમાં ધમે પગરણું સિવાય વસ્તુ રાખે તે મૂચ્છ, અહીં સવાલ થયો કે પર્વ દિવસે બધા અહીં આવે, ઘર સાચવે કોણ? તે અહીં નિરવદ્યપાનું ક્યાં રહ્યું? આજકાલ તે બેંકમાં ખાતા હોય છે. પહેલા કાળમાં એ સ્થિતિ ન હતી. જેવા સાધુને દેખે છે તેવા તમે બેઘડી તે દેખાવા જ જોઈએ. દેખનારને સાધુપણાની ભાવના આવે. તમારા અંતઃકરણમાં સાધુપણાની ભાવના હોય ત્યારે “સમણે ઈવ સાવ” કહેવાય. અંદરની પરિણિતિ દૂર રહી. બહારના નાટકીયા તે બને. નાટકીયે વેષ બરાબર ભજવે છે.
એક માણસ નાટકીયે બહુરૂપી હતું. તેણે સાધુ દેખ્યા. તેણે વિચાર્યું કે આ સાધુને પણ એક વેષ છે. બહુરૂપી વેષ કરવામાં લજજાય નહિં. એને તે જુદા જુદા વેષ કરવા તે તત્વ છે. નવાણું વેષ શીખે છું પણ આ વેષ શીખે નથી, તે માટે પાછળ સાથે ચાલ્યા ગોચરીમાં ઠલેમાં પડિલેહણમાં જોડે રહે. પાંચ પંદર દહાડા થયા, શિક્ષણ મળ્યું, છુટા પડે. કેઈક રાજાને ત્યાં નવાણું દહાડા નવાણું વેષ કાઢયા. રાજાને આપવું છે પણ તેની પાસે કેટલા વેષ છે તે જોવા દે. નવાણું વેષ કાઢયા. સેમે દહાડે સાધુને વેષ કાઢય. સભામાં ગયે. ધર્મલાભ. પરીક્ષા કરવા ભંડારીને દસ હજાર આપવાનું કહ્યું. થાળ ભરી આપવા માંડ, ના કહી. દસ હજારના થાળ આપે છે હાથ ન ધર્યો. મે ઘો મેલી દેવડાવ્યા. ધરમ લાભ કહી નીકળી ગયે.