________________
શ્રી આગદ્ધાર-પ્રવચન-શ્રેણી
અને નિરવદ્ય બને વ્યાપારમાં સાવધને ત્યાગ ને અનવઘનું સેવન એ છમાં પહેલો અધિકાર છે. છ આવશ્યક સામાયકમાં મૂળ ભૂમિ તરીકે રાખ્યાં ને તેથી આગળ વધી શકે છે. સામાયકનું ધ્યેય ચૂકી જાય તે છ આવશ્યક બની શકે નહિં. પોષધ ચાહે આહાર બ્રહ્મચર્ય શરીરસત્ક ર કે અવ્યાપાર પષધ, તે બધું કર્મ બંધનના કારણે માની છેડે છે. તેમ જ પૌષધ સાથે સામાયક લઈએ છીએ. કહે પોષધ એ સામાયિકની સાથે રહેનારી ચીજ. પોષધમાં સામાયિક સાથે રહેનારું, તો પષધ સામાયિકની ઉલટી દિશાએ મનાય નહિં, સામાયક પોષધ પ્રતિક્રમણ એ તે સામાયકના શરીર, તેને વસ્ત્રો પહેરાવ્યાં, શણગાર ચડાવ્યો, અથવા લાંબી મુદત કરી પણ પૂજા-દાન-તપ-વિલેપન વિગેરે આ કાર્યમાં સામાયિકને ઉદ્દેશ શી રીતે જણાવે છે ? સામાયિકમાં શેઠાઈ બતાવવાની છુટ નથી.
પ્રશ્ન કરનારને ત્યાગ ધર્મ સંવર ચીજ છે. આશ્રવ કેવી ભયંકર ચીજ છે. બંધ ખરાબ કરનાર છે વિગેરે લક્ષ્યમાં આવ્યું નથી. ત્યાગ સાંબળી ગભરામણ થાય છે. આપણામાં પદ્વત્તિ પડી જાય છે, પછી શું થાય છે? વારંવાર કહેવામાં આવ્યું છે કે સામાયિક સાધુપણાની સ્થિતિ હોવી જોઈએ, પણ સામાયિક કે પરધમાં નાની અગર ચાંદીની દાંડીવાળે ચરવળો જોઈએ, બેઘડીના સામાયિકમાં તે તરફ કેમ જાવ છે? અહીં શેઠાઈ દેખાડવાનું આ સાધન છે? અમ કંકી નહીં પહેરે, પણ પિસહ કરવા જવું હોય તે કંઠી કાઢે. ઉલટું પિસહમાં ઘરેણું જોઈએ કેમ? આમ તમને સામાવિક કર્યું એટલે સાધુ જે શ્રાવક. સાધુ જેવા બનવું છે કહેવડાવવું છે ને દેખાડવી છે શેઠાઈ. કટાસણું મુહપત્તી પણ રેશમથી ભરેલી. તમને ઉપગરણની છૂટ આપી કે શેઠાઈ બતાવવા છુટ આપી છે? શા માટે આ સ્થિતિ થાય છે? એક બાજુ વતની સ્થિતિમાં તમારું ધ્યાન બગડે છે. બીજી બાજ ધમને સ્થાને ગમે ત્યાં અમુક દાગીને ખોવાયે એવી બૂમ મારે છે. પ્રાચીન કાળમાં જેઓ અમુક હાર વગર બહાર ન નીકળે તે સામાયિક કરતી વખતે કેરાણે મૂકી સામાયક કરે, તમે સામાયક લેતા સાવઘ યોગને ત્યાગ કર્યો છે કે નહિ? તે પરિગ્રહ સાવદ્ય કે નિરવદ્ય માને છે? રૂપા હીરા મોતી સોનાને નિરવદ્ય માને છે? બાઈઓ સેભાગ્યના ચિન્હ તરીકે રાખે છે તે વાત જુદી છે પણ વગર જરૂરી