________________
પ્રવચન ૧૬૭ મું
૭૫
લેવામાં અડચણ નથી. અતિથિસંવિભાગ એ પુન્યબંધ માટે છે કે નિર્જરા માટે છે? સાધુને અશનાદિક જે આપવામાં આવે તેના બે કાર્ય છે, એક પુન્ય બંધ ને એક નિર્જરાનું કાર્ય. પુન્યબંધનું કારણ કહ્યું ત્યાં દીર્ઘ શુભ આયુષ્ય બાંધે. સાધુને દાન તે એકલું પુણ્ય બંધાવનાર નથી. એકલું એકાંત નિર્જરા કરાવનાર કયારે?
જે શ્રમણ એવા સાધુને અનાદિક આપે તે શુભ આયુષ્ય બાંધે, સુબાહકુમાર મિથ્યાત્વી છતાં દાનથી મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. આ કયારે બને? પુન્યબંધ થાય ત્યારે, આજ દાન એકાંતે નિર્જરી કરાવે છે. શ્રમણ બ્રાહ્મણને માહણને બ્રહ્મચર્યથી માહણ (બ્રાહ્મણ) સાધુ મહાત્માને ફાસુક એષણીય અચિત્ત થએલું ને ૪૨ દેષ રહિત એવા અશન પાનથી પ્રતિલાલે તે વહોરાવનાર શું મેળવે? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, તે એકાંતથી નિર્જરા કરે. દાન દે એમાં પુન્ય બંધ કહ્યો તે સહેજે સમજાય તેવે છે. શુભ કિયાથી તપસ્વીને દાન પુ બંધ સમજાય છે. પણ એકાંત નિર્જર કેવી રીતે બને? તે પહેલાં પૂછ્યું છે કે – દૂસ્યજ-દુષ્કર કેમ ?
જે શ્રમણ નિગ્રંથને ફાસુક એષણીય વહોરાવે છે તે શું કરે છે ને શું છેડે છે? તેના ઉત્તરમાં સૂત્રકારે ફરમાવ્યું છે કે, જે શ્રમણ નિગ્રંથને ફાસુ-અચિત્ત એષણીય આહાર વહેરાવે તે દુષ્કર કરે છે. અને ત્યજ છેડે છે. વહેરાવનાર દુત્યજ ત્યજે છે ને દુષ્કર કરે છે. સાધુને અન્ન પાણી સિવાય દેવા લેવાનું નથી તે રોટલીને ટુકડો આપ કે પાણીની લોટી આપવી તેમાં દુષ્કર અને દ્વાજ શું છે? સાધુને દાન આપ્યું તેમાં દુષ્કર અને દુત્યજ શું કર્યું? લેટી પાણીની અને રોટલાના ટુકડાની કિંમત કેટલી ? આ શંકા સ્વાભાવિક છે. ભાઈ લગીર ઉંડા ઉતરો. તમે પોતે દુષ્કર એ દુષત્વજ માનશે. દુનીયાદારીનું દૃષ્ટાંત ધ્યાનમાં લે, લાખ રૂપી આને દસ્તાવેજ કર્યો પછી નવલભાઈ સહી કરો. સહી કરતાં કેમ હાથ ધ્રુજે છે, સહી કરવામાં કેટલી શાહી કલમ કે કાગળ બગડવાના છે? એમાં કાગળ બગડે સહી ખરચાય છે. તેને હાથ ધ્રુજતો નથી, પણ લાખની ઈમારતને લાખની જોખમદારીને હાથ ધ્રુજે છે લાખની જવાબદારી આવે તેમાં હાથ ધ્રુજે