________________
૭૪
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પેઠે કહેવાય છે વિગેરે બોલે છે. તત્વ એ છે કે બે ઘડીનું સામાયિક કરે તે વખત સાધુની દશા અને સાધુપણાની સ્થિતિ આવતી હોવાથી સ્પષ્ટ પણે જણાવ્યું કે શ્રાવક હોય તે પણ સાધુ જે ગાય છે. તે કારણથી શરૂ રામાપુ ના વારંવાર સામાયિક કરવું જોઈએ. વારંવાર સામાયિક કરવામાં કારણ કયું બતાવ્યું? કારણ એ કહ્યું કે શ્રાવક છતાં બે ઘડીના સામાયિકમાં શ્રાવક પણ સાધુ જેવા છે. આથી સાધુપણાની ચડીયાતી ક્રિયા છે, સ્નાત્ર પૂજા વિલેપનમાં સાધુપણાની ઉપમા અપાઈ નથી. આવી ઉપમા બીજી જગપર નથી. આથી સામાયિકની કિયા કઠીન છે. સામાયકને શિક્ષાવ્રતમાં ગણીએ છીએ શીક્ષાવ્રત એટલે અભ્યાસ. અભ્યાસ પાડવાના વ્રત શામાં? રાષ્ટ્ર નિજણાવવા સામાયક પૌષધ દેશાવગાસિક અને અતિથિસંવિભાગ એ ચાર રિક્ષાવ્રત છે, તે શાની શિક્ષા? હંમેશાં શિક્ષા હોય ત્યાં પરીક્ષાનું સ્થાન હોય. તે પરીક્ષાનું સ્થાન કયું? ચાર શિક્ષાવ્રતમાં ઉત્તીર્ણ થયે કયારે ગણાય? અતિથિ-સંવિભાગમાં શિક્ષાત્રત કેવી રીતે?
- સર્વવિરતિની શિક્ષા અહીં જ મળે છે. સામાયક એ સર્વવિરતિની નિશાળ. દેશાવગાસિક પોષધ એ સર્વ વિરતિની નિશાળ, સામાયક પાષધમાં દેશાવગાસિકમાં સાધુપણાની નિશાળ હોય તેમાં અડચણ નથી. પૌષધમાં ૧૨ કે ૨૪ કલાક સાધુપણાની સ્થિતિમાં રહેવાનું છે. નાના છોકરા સામાયક પોષધ કરનારા સાધુ શું સમજે છે. માટે સામાયિકાદિ ત્રણ શિક્ષાવ્રત કરી શકે. એને સર્વવિરતિની નિશાળ કહી શકીએ. આ ત્રણમાં હજ સર્વવિરતીની નિશાળ માની શકીએ, પણ અતિથિસંવિભાગમાં સર્વ વિરતિની નિશાળ કઈ? તેમાં માત્ર સાધુને વહોરાવવું, તેમાં નિશાળ કઈ રીતેએ? અતિથિસંવિભાગમાં નિશાળ કેવી રીતે માનવી? ફક્ત ઘરમાં જે જોગવાઈ હોય તે મુનિ મહારાજને દેવાનું, માટે અતિથીસંવિભાગને શીક્ષાવ્રત ન ગણવું જોઈએ. અગર શિક્ષાવ્રત ગણે તે તેને સર્વવિરતિની નિશાળ ન ગણવી. ના, બને વાત છે. અતિથિ સંવિભાગ શિક્ષાવ્રતમાં છે અને શિક્ષાત્રતે સર્વવિરતિની નિશાળ છે, વાત સમજો સમજવાનું શું છે? મુખ્યતાએ અતિથિસંવિભાગ પોષધને અંગે નિયમિત ગણે. છે. પૌષધવાળાએ તે દઈને પારણું કરવું, બીજી વખત ચાહે ભેજન કરીને દાન આપે, ચાહે આપીને ભજન કરે, પણ પોષધવાળાએ દઈને જ પારણું કરવું, તે પોષિધના બધા ગુણે અતિથિસંવિભાગ ને શિક્ષાવ્રતમાં