________________
૫૮
શ્રીઆમે દ્ધારક-પ્રવચન-શ્રેણી
આમાને ક્યા ચિન્હથી ઓળખવા?
કેટલાક એવા હોય છે કે બાપે કહ્યું છે કે ડામડામાં હીરા છે. હીરા છે હીરા છે એમ આખી જિંદગી માને, હીરોને વિષેધ કરનારની સામે થાય, પણ હીરો કેવો હોય તે તપાસ્યું નથી. તેને આપણે આ શરીર ડાભડામાં આત્મા રૂપી હીરો છે તેમ શાસ્ત્રકારના કહેવાથી સાંભહ્યું છે. તેને અંગે જીવ છે, જીવ છે એમ માનીએ છીએ. પણ છવના સ્વરૂપને વિચારતા નથી, જાણતા નથી અને આસ્તિક હોવાથી જીવ છે એમ જરૂર માને છે. આવા લોકે ઝવેરીના અજ્ઞાન છોકરા જેવા સમજવા તેમ આત્મા શરીરમાં રહે છે. તેનું ચાહે તે થાય તેની મને દરકાર નથી. હીરા માની લીધે પણ હીરો કેવા ગુણવાલે છે તે છોકરાને માલમ નથી. તેમ આ શરીરમાં આત્મા છે તે ચોક્કસ શાસ્ત્રકારના ભરોસે આત્મા ચોક્કસ માનીએ છીએ. પણ આત્માના ગુણે કેમ વધે ને કેમ ઘટે કેમ વધારી શકાય તે તરફ લક્ષ્ય નથી, હવે ભાવદયા લાવવી કયાંથી? ડમડાને ધ્યાનમાં રાખી હીરાને ધ્યાનમાં રાખો. શરીર આત્માને ડાભડે છે. અંદર હીરા તરીકે આત્મા છે હીરા તરીકે આત્મા માને તે પ્રથમ આત્માનું સ્વરૂપ જાણવાની જરૂર છે. જે દાભડ ખેલવાને નહિં તે સ્વરૂપ ન જાણે પણ જે દાભડે ખેલે તે હીરો કે છે તે જરૂર જોવે. હીરો એબવાળ હોય તે છાતીમાં ઘા વાગે છે. હવે એક પથરાને ભાઈ એક ખાણ-માતામાં થી ઉત્પન્ન થાય છે. પથરની એબ લગાડે છે તે ઘા છે, પણ આ આત્મારૂપી હિરાને કેટલી એબ છે તે તપાસત નથી. આત્માને તપાસી એ તે તેના ગુણે ધ્યાનમાં આવે. કહે ત્યારે આટલા સુધી મિથ્યાદ્રષ્ટિએ જીવ માને છે, નાસ્તિક સિવાયના આરિતક મિથ્યાદષ્ટિ ખાળીયામાં આમા માને છે પણ સમ્યગદષ્ટિ કયાં ગએલો હોય?
સમ્યગ્દષ્ટિ આત્માના ગુણે તરફ ગએલે હોય. ડાભડામાં હીરો છે એમ માનનારા કરતાં હીરાની સ્થિતિ સ્વરૂપ તપાસનારા ભાગ્યશાળી હોય. તેમ આત્માનું સ્વરૂપ જાણી આત્માને માનનારા પરેખર ભાગ્યશાળી હોય. આત્માનું સ્વરૂપ કયું? આત્મા તમારા રૂપે કરી રસ ગંધ સ્પર્શ કે શબ્દથી આત્માને ઓળખી શકવાના નથી. આમા ઓળખાય તે માત્ર ચેતનાથી ઓળખાય. ચેતના સિવાય આત્માને ઓળખવાને બીજે રસ્તે નથી. મિથ્યાત્વીએ આત્માને ચેતનાવાળો માને છે.