________________
૨૮
શ્રીઆગોદ્ધારક-પ્રવચન-શ્રેણી માં તે પોતાના કર્મ તેડવા માગે છે કે નહિં? પિતે અંધારારૂપને બીજાને અજવાળું કરે તેવો પદાર્થ નથી. પોતાના કર્મ તેડવાની દરકાર ન હોય, બીજા કર્મની હેડમાં પૂરાયા છે તેની વાત કરે તે તે ભાવદયા કેવી ગણવી? માટે ચારે ગતિની દુઃખમય સ્થિતિ કર્મને આધીન છે અને દુઃખમય ગણી સર્વગતિથી કંટાળે, એટલે વૈરાગ્ય દેવતાના સુખથી થવો જોઈએ. તીર્યચની પરાધીનતા સાંભલી મનુષ્યની મેજ દેખી ચીતરી ચડી? આપણે દુર્ગતિથી કંટાલ્યા છીએ. પણ ચાર ગતિથી કંટાલ્યા નથી, સંસારથી કંટાળેલા નથી. અહીં ભવનિર્વેદ ચાર ગતિરૂપ સંસાર માત્રને કંટાળે થાય. આ જીવ ચારે ગતિના બંધીખાનામાં બારણું મેળવી શકે નહિં ત્યારે એક જ બારણું મેક્ષનું દેખે, આનું નામ સંવેગ, આવી રીતે આત્માને આસ્તિક્તા, દ્રવ્ય-ભાવદયા આવે, નિર્વેદ થાય, સંવેગ થાય, ત્યારે શમ થાય. અતત્વમાં રાચે નહિં ત્યારે શમ. આમાં પહેલું પગથીયું કર્યું? પહેલું પગથીયું આસ્તિકતાનું પણ અગ્રેસર શમ હેવાથી શમને પ્રથમ નંબર થયે. બીજા પ્રારમાં આગેવાન સંવેગ, ત્રણમાં આગેવાન નિર્વેદ, તેમ અહીં ચાતુર્માસિકના નવ કૃત્ય બતાવતા યથાપ્રાધાન્ય ન્યાયે કરી સામાયિક પહેલું કહ્યું, સામાયિક એ જ બધાને ઉદ્દેશ, એ જ મૂળજડ એથી સામાયિકઢાર પહેલું રાખ્યું. તેનું વિશેષ સ્વરૂપ અગ્રે બતાવવામાં આવશે.
પ્રવચન ૧૬૧ મું
સંવત ૧૯૮૯ શ્રાવણ વદી ૪ બુધવાર જિનેશ્વરએ ધર્મ કે અધર્મ બનાવ્યો નથી પરંતુ બતાવ્યું છે
શાસ્ત્રકાર મહારાજા ઉપદેશ કરતાં ચાતું માસિકના નવા કાર્યોમાં પહેલાં સામાયિક કાર્ય કેમ લીધું? કેટલાક કહે છે કે સામાયિક ઉંચી ચીજ છે. તેમાં બે મત નથી, સામયિક જે ઉંચી ચીજ ન મનાય તે જૈન ધર્મ જેવી ચીજ ટકી શકે નહિં. કેવળ સામાયિક દ્વારા એજ જૈન ધર્મ ટકે છે. જૈન ધર્મ કરનાર નહિં પણ જૈન ધર્મ જાહેર કરનારા ભગવાન ઋષભદેવ કે મહાવીરે શાસન કર્યું નથી. માત્ર જણાવનારા, મહાવીરે કે નષભદેવે કાંઈ નવી થાપતાના નથી કરી, પણ સ્થાપિત