________________
શ્રીઆગમેદ્ધારક-પ્રવચન-શ્રેણી નથી. ભલે દરિદ્ર હોય પણ દરિદ્રને કાચું પાણી વાપરવાની બંધી કયા રાજ્યમાં છે? વાયુ અગ્નિ વનસ્પતિ ન વાપરવાની બંધી કયા : રાજ્યમાં છે? તાલેવંતને જેમ છ કાય છુટા છે તેમ દરિદ્રને પણ છએ કાય છુટા છે. દુનીયાદારીની સાધારણ વસ્તુની અપેક્ષાએ કઈ દરિદ્ર નથી. ત્રાદ્ધિની અપેક્ષાએ ભલે ઓછા-વત્તાપણું હોય, દુનિયાદારીના ભોગોની અપેક્ષાએ બધા એક લાઈનમાં છે. દ્રવ્યથી મળતી વસ્તુને અંગે શ્રીમાન અને દરિદ્રમાં ફરક હોય છે, પણ પાંચ ઇદ્રિના વિષય માટે કષાય માટે બનેમાં કંઈ ફરક નથી. તમે ઋદ્ધિમાનને ત્યાગી માને તે એકલા નદ્ધિને અંગે ત્યાગી માને છે કે આશ્રવ, કષાયના ત્યાગથી ત્યાગી માને છે ? ત્રાદ્ધિ છેડવા માત્રથી શાસ્ત્રકાર ત્યાગી કહેતા નથી. આશ્રવ, છ કાયને વધ, પાંચ ઈંદ્રિયની આસકિત છેડવામાં, ક્રાધાદિક ઉપર કાબુ મેલવામાં ત્યાગીપણું કહે છે. ત્યાગ કરનાર ચાહે ચક્રવર્તી હાય કે દરિદ્ર હોય, સામાયિક ચાસ્ત્રિમાં એક બાજુ ચક્રવર્તી હોય બીજી બાજુ તેના ચાકરને ચાકર હોય તે જૈન શાસન બનેને ત્યાગી કહે છે, સરખા ગણે છે. એજ મુદ્દાથી ધર્મ વસ્તુ એકલા દ્રવ્યના ત્યાગમાં રાખી નથી. આશ્રવ વિષય કષાયના ત્યાગમાં ધર્મવસ્તુ રાખી છે. તેને માટે દશવૈકાલિકમાં પણ કહ્યું છે કે :
जे अ कते पीए भोए लद्धेवि पिट्टि कुव्वइ ।
साहीणे चयइ भाए सेहु चाइति वुश्चइ ॥१॥ ત્યાગી કેને અને કયારે કહેવાય?
જે મનુષ્ય કાંત મનેહર, મનોહર છતાં પણ વહાલા ન લાગતા હાય, કેટલાકને ગળપણ સારૂ ન લાગે અને ખટાશ તીખાશવાળા પદાર્થો સારા લાગે છે, તેથી મનહર હોય તેમ નહીં, પણ પ્રીતિકારી એવા હોય, તે પણ શીયાળવાની દ્રાક્ષ જેવા હોય તો કુદકે ન પહોંચે બે ત્રણ વખત કુદ્ય ન પહોંચ્યો ત્યારે કહે છે કે મારે દ્રાક્ષ ખાવી જ નથી, ખાટી છે. પણ એમ નહિં. મનેહર–પ્રીતિકારી અને મળેલા ભેગે હોય તેને પૂંઠ કરી છે. એ મનુષ્ય પોતાને આધીન ભેગને છોડે છે તે જ ત્યાગી કહેવાય. આ શäભવ સૂરિના વચનને અનુસાર એમ કાં નહી કહી શકીએ કે જેમને કાંત પ્રીય ભેગે મળેલા હોય તે