________________
૧૫૪
પ્રવચન ૧૪૯ મું કબૂલ કરત નહીં, યાવત મિથ્યાત્વીની તાકાત નવમા ગ્રેવેયક સુધી માની. કહે તાપસમાં પણ સદ્દગતિ પ્રાપ્તિ ને દુર્ગતિ નિવારણનું મિથ્યાત્વીપણામાં પણ તે કાર્ય તમે માનેલું છે. જે કબૂલ હોય તે તાપસ પણામાં પરિવ્રાજકપણામાં મિથ્યાત્વીપણામાં પણ ધર્મ છે. જે “દુર્ગતિ રેકે, સદ્ગતિ આપે તે ધર્મ' આવું લક્ષણ માને તે તે અકામ નિર્જ, બાળતપસ્વીપણું, યાવત્ મિથ્યાત્વીપણું હોય તે પણ દુર્ગતિને રોકનાર અને સદગતિ આપનાર થાય છે. આ બધામાં આ તાકાત કબૂલ કરી તે બધી સ્થિતિને ધર્મ તરીકે કબૂલ કરવી પડે. આ ફળ જણાવ્યું છે પણ લક્ષણ નથી. ફળ તે બીજાથી પણ થાય. દીવાસળી ઘસીએ તે સળગે, વાંસડે વાંસડા ઘસાય તે સળગે, અગ્નિ બધામાં થાય પણ ફળદ્વારા જે નિરૂપણ તે દ્વારાએ નિરૂપણ ન કરી શકાય. નિયમ થાય તે લક્ષણકારાએ. વિચારો, સળગે તે દીવાસળી એમ લક્ષણ કરીએ તે જે જે સળગે તે દીવાસળી કહી ન શકીએ. ફળદ્વારના નિરૂપણમાં વ્યવસ્થાનું તત્વ ન હોય. લક્ષદ્વારાએ નિરૂપણ કરવામાં આવે ત્યાં જ તત્વ. આથી પુણ્યપ્રકૃતિ બંધાઈ જાય, પાપપ્રકૃતિ ન બંધાય તેટલા માત્રથી ધર્મ થઈ ગયે એમ મનાય નહિ. હવે બીજી બાજુ જે એને ધમ કહીએ તે સમ્યગદષ્ટિ અને દેશવિરતિવાળ વધારેમાં વધારે બારમા દેવલોક સુધી જાય, શ્રદ્ધાપૂર્વક ક્રિયા કરનારે શ્રાવક બારમે દેવલોક જાય. શ્રદ્ધા વગરની ક્રિયા કરનાર સાધુ નવમા ગ્રેવેયક સુધી જાય, તે આ બેમાં વધારે ધમાં કયે ગણ? અભવ્ય મિથ્યાદષ્ટિ સાધુને વધારે ધમી ગણ પડે. ને સમ્યગદૃષ્ટિ શ્રાવકને અપધમી ગણ પડે. આ તે ફળ બતાવ્યું. સ્વરૂપ નહિં. સવરૂપ કયું? શય્યભવસૂરિએ જણાવ્યું કે
धम्मो मंगलमुक्किट्ठ अहिंसा सजमो तो। देवा वि त नमसंति जस्स धम्मे सया मणौ ॥१॥
આ ધર્મના ભેદદ્વારાએ સ્વરૂપ જણાવ્યું એટલે અહિંસા સંજમ કે તપ જ્યાં કોઈ પણ હોય ત્યાં ધર્મપણું છે. આ ત્રણને ધર્મ માને તે દાન, ભાવના, જપ એ શામાં આવ્યાં ? સાધુધર્મને ઉદ્દેશીને આ લક્ષણ કરવામાં આવ્યું છે. અહિંસા, સંજમ ને તપ કહ્યું. આમાં શ્રાવકના ઉદ્દેશથી લક્ષણ હતે તે પ્રથમ દાન કહેવું જોઈએ. અહિંસા સંજમ તપ આ ત્રણ બેઠ કહ્યા. હવે દાનાદિક કયાં આવવાના? જપ વિગેરે ક્યાં આવવાના? એને