________________
બાગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૫૫ ધર્મમાં કયાં લેવાના? આ તે સાધુને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે. ઉત્કૃષ્ટા ધર્મમાં લઈ ગયા ત્યારે જ દેવતાની પૂજ્યતામાં લઈ શકાય. દરરોજ સામાયિકાદિક કરવા છતાં પરિણતિમાં શુદ્ધિને વધારા કેટલો થયો?
આપણે લક્ષણ એવું જોઈએ કે સાધુ અને શ્રાવક બનેને લાગુ પડે. માટે સંવર અને નિર્જરા જેટલી જેટલી બનાવી શકીએ તેટલે તેટલે ધર્મ ગણી શકીએ. આથી વિચારજો કે મારો આત્મા અશુદ્ધ પરિણતિ ઓછી કરનાર કેટલે થયે? અશુદ્ધ પ્રવૃત્તિથી નિવર્તનાર ને શુદ્ધમાં પ્રવર્તનારે કેટલે થયે ? શુદ્ધ પરિણતિ અને પ્રવૃત્તિમાં જેટલો આવશે તેટલે તટલે ધર્મ થવાને. મારી પરિણતિમાં શુદ્ધિ કેટલી આવી, અશુદ્ધિ કેટલી થઈ ? તે પ્રમાણમાં ધર્મ થએલે સમજ. આ લક્ષ્ય નહીં રહેવાથી આપણું સ્થિતિ કેવી થાય? જિંદગી સુધી સામાયિક, પડિકમણું પૌષધ કરીએ પણ પરિકૃતિ અને પ્રવૃત્તિમાં ફેરફાર થતું નથી. કુતરાની પૂંછડીને સેનાની ભુંગળીમાં નાખીએ પણ બહાર નીકળે એટલે એની એજ. તેમ આપણે સામાયિકાદિ હંમેશ કરીએ પણ પાછા એવા ને એવાજ શુદ્ધ પરિણતિ કરનાર તરીકે સામાયિકાદિ કર્યા હોય તે? શુદ્ધ પરિણતિ અને પ્રવૃત્તિ કેમ થતા નથી ? બલિહારી કયાં ? ઉઠે, છુટામાં હે તે વખત પણ તમારી દષ્ટિ ત્યાં ને ત્યાં હાય. ઘરાકને ત્યાં માલ જેવા ગયા છે, માલ લીધા વગર પાછા આવ્યા છે પણ મન ત્યાં ને ત્યાં હાય. બીજાને કહે કે જજે, આપણા ભાગમાં લેજે. કેમ? લાભ ગયે. સામાયિકને અંગે કેટલા ચક્કર માર્યા? સામાયિક થયાં ત્યારે આનંદ કયારે થયો? કેમ ન થયે ? પરિણતિની હજુ ખામી છે. વેપાર કરી માલ લીધે હોય તે? આ હાથ થવાને વખત હજુ કઈ દિવસ આવ્યો નથી. કુકાને તાલ યાદ આવે ને રતનને તાલ યાદ ન આવે ? સામાયિકની સ્થિતિ અંતઃકરણમાં રત્ન તરીકે બેસી નથી. ડાકટરને ઉપકાર કેણ માને ? દરદને ભય સમજે છે. જે બચું દરદથી ડરતું ન હોય તે બચ્ચાને ડાકટરને ઉપકાર ખ્યાલમાં ન આવે. તીર્થંકર આ બધા બચ્ચાંને દવા આપે છે, પણ જે દરદને ડર, દરદના ડરથી ડાકટર પર પ્રેમ અને ભક્તિ તે થતી નથી. સામાયિકાદિક સંવર નિર્જરા તપસ્યા કરીએ છીએ પણ તેમનું સ્વરૂપ સમજી ફળ વિચારીને, એ ન હોય તે કેટલું નુકશાન