________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
૧૫૩
નથી. એ તે સર્વ સામાન્ય સ્વરૂપ છે. જ્યાં જ્યાં ધર્મ હોય ત્યાં ત્યાં ધર્મનું લક્ષણ જાય એમાં અડચણ શી ? પણ ધમ ન હોય અને માત્ર ધર્મનું નામ હોય તેવી જગાએ લક્ષણ જાય તે અડચણકર્તા છે. આથી દરેકને એ લક્ષણ કબૂલ છે. જ્યારે બધાને એ કબૂલ છે, તે જે પાપસ્થાનકે અનાચારે અન્યાયે ધર્મના નામે કરે તે પણ એ લોકોએ ધર્મ તરીકે ગણ્યા. એની માન્યતા એ થઈ કે આ અનુષ્ઠાનથી દુર્ગતિ રેકીશ અને સદગતિ મેળવીશ. માટે ધમને ફળ દ્વારા કહેવા કરતાં સ્વરૂપ દ્વારા કહેવાની જરૂર છે. ફળમાં ધર્મ અધમ જુદાં નહીં પડે. જ્યારે સ્વરૂપ દ્વારાએ ધર્મ કહે છે તે ધર્મ સદ્ગતિ આપનાર, દુર્ગતિ રેકાઈ ને સદગતિ મળી. - સૂક્ષ્મ એકેન્દ્રિયમાંથી બહાર આવ્યું ત્યારે સદ્ગતિ મળી, સ્થાવરમાંથી ત્રસમાં આવ્યું, પછી અનુક્રમે વિકલેન્દ્રિયમાં, પછી પંચંદ્રિયમાં આવ્યા, જાનવરમાંથી મનુષ્યપણમાં આઘે, તેથી દુર્ગતિ રોકાઈ ને સદ્દગતિ થઈ જ્યારે દુર્ગતિનું રોકાણ ને સદ્ગતિનું કારણ જે હોય તેને ધર્મ કહીએ તો સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ધર્મ માનવો પડે. જે જે દુર્ગતિને રોકનાર સદગતિ આપનાર તે બધાને ધર્મ કહી દઈએ તો સૂમ એકેન્દ્રિયમાં ત્રસપણામાં જાનવરપણામાં બધામાં ધર્મ માનવ પડે, તે અહીં લક્ષણ કેવી રીતે કરવું? આ લક્ષણમાં કહેવું પડે કે જે અવસ્થા દુર્ગતિને રેકે જ છે ને સદ્દગતિને આપે જ છે. કેમકે સૂક્ષ્મ એકનિદ્રયમાંથી નીકળ્યા તે અવસ્થા અનાદિકાળથી હતી. વિકલેન્દ્રિયપણામાં અસંખ્યાતા કાળથી હતી. ત્યાં નિયમિત દુર્ગતિને રેકી દે ને સદ્ગતિને જ મેળવી આપે ત્યારે જ તેને ધર્મ કહી શકીએ. ખરી રીતે દેખીએ તે ધર્મને સ્વરૂપઢારાએ દેખવાની જરૂર છે. સંવર અને નિર્જરા ધર્મનાં સ્વરૂપ છે. | સ્વરૂપમાં જણાવે છે કે સંવર અને નિર્જરા એ બે જ ધર્મના સ્વરૂપ છે. જેમાં સંવર નિર્જરાની સ્થિતિ ન હોય તે તે ભલે સગતિ આપનાર હોય ને દુર્ગતિ રોકનાર હોય તે પણ ધર્મ કહેવાતો નથી. અન્યમાં મિથ્યાત્વી મિથ્યાત્વીની કરણ કરનારે તાપસ પરિવ્રાજકની કરણ કરનાર બ્રહાદેવલેક સુધી જાય, જતિષમાં જાય આ નિયમ માનીએ છીએ. એનામાં દુર્ગતિ રેકવાની તાકાત માની, નહિંતર બ્રહ્મદેવલે સુધી જવાની તાકાત