SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી માટે આ મુદ્રાલેખ કરાએલે છે. મારી ઉન્નતિ એક જ મુદ્રાલેખ જોઈએ. ચાહે માર ખાઈને, મારીને, લૂંટીને અગર ધાડ પાડીને પણ મારે ઉદય કેમ થાય એ જ મુદ્રાલેખ. રાજનીતિ સાથે ન્યાયની કીડ સંગત થઈ શકતી નથી. - અમેરીકાના અમેરીકને અગર જાણીતા સુધરેલા દેશના રાજ્યનીતિવાળાઓને એક જ મુદ્રાલેખ રાખ પડ્યો છે. “અમારું રાજ્ય પછી ચાહે તે રીતિએ વધે, ટકે અગર વધુ મળે. “રાજ્યનીતિમાં ન્યાયને મુદ્રાલેખ હેઈ શકત જ નથી.” જેણે બીજાઓએ ભગવાન માન્યા છે તે ભગવાન માટે મહાભારતમાં જોયું છે કે તેમણે કેટલી નીતિ કરી છે? વસ્તુતઃ અનીતિ કહીએ તે. તેનું મુખ્ય પાત્ર જ બન્યા છે. યુદ્ધમાં અનીતિનું ખરામાં ખરું મુખ્ય પાત્ર શ્રી કૃષ્ણજી છે, તે કૃષ્ણ ઘટત્કચનું બાણ ભંગાવી નાંખે છે. જયરથને મરાવી નાંખે છે. આ બધુ કોણ કરે છે? હવે તમે જે રામરાજ્ય માટે કહેવા માગો છે એ પર આવે. રામે બિભીષણને ભેદી લીધું કે નહિ ? “તને લંકાનું રાજ્ય આપીશું એટલે રાવણનું રાજ્ય બિભીષણને આપવાનું કહી ભેદનીતિથી ભેદ્યો, તેને તમે રામરાજ્ય કહેવા માગે છે. રાક્ષસે માટે શું કર્યું તે પછી આવીએ છીએ. રાજ્ય એટલે પરપદ્ગલિક ભાની ચોરી કે શાહુકારી, નિર્મમત્વ કે મમત્વ, હિંસા કે અહિંસા, એકેને નિયમિત રહેવાનું સ્થાન નથી. આ બધી વાત શા માટે કહેવી પડી ? ચંડપ્રદ્યોતનના તાબેદાર મુગટબદ્ધ રાજા પણ મહારાજાને અંગે સેવક-ગુલામ. એ ચંડઅદ્યતન રાજાની શમશેર કેટલી ચળકતી હશે કે ચૌદ રાજાઓ જેના કાર્યથી છૂટા પડવા માટે પણ તાકાત ધરાવી નથી શક્યા. સને ૧૯૧૪ ની લડાઈનું મૂળ કયું? સર્વીયાના લોકોએ ઓસ્ટ્રેલીયાના શાહજાદાનું ખૂન કર્યું. તે સર્વિયાને અન્યાય છતાં તેને બચાવવા માટે ઉતરી પડ્યા તેમાં ક્યા મિત્રે અન્યાયમાં ન ઉતરવાનું કહ્યું? જે બળવાને ધાર્યું, અરે ! કર્યું તે બધું અન્યાયનું કે ક્યાયનું હોય પણું તાબેદારને નજર નીચી કરી મદદ આપવી જે પડે. ચાહે તે હિન્દુસ્તાન, કેનેડા, ઓસ્ટ્રેલીયા કઈને બોલવાને હક્ક
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy