SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૨ મું ૯૭ શ્રી ધર્મરત્ન પ્રકરણ વિષયક પ્રવચન પ્રવચન ૧૨ મું સં. ૧૯૦, અખાડ વદી ૨, શનિવાર भवजलहिम्मि अपारे दुलहं मणुयत्तणंवि जंतूणं । तत्थवि अणत्थहरणं दुलहं सद्धम्मवररयणं ।। વહીવટ કરવાનો અધિકાર કેને સંપાય? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગાર માટે ધર્મરત્ન નામના પ્રકરણને બનાવતા પ્રથમ જણાવે છે કે હે જીવ! પ્રાપ્ત થએલ વસ્તુનું સ્વરૂપ પ્રથમ ધ્યાનમાં લે. બજારમાં ગયેલે માણસ હાથમાં રહેલી થેલી ન સાચવી શકે, થેલીમાં કેટલું છે તે ન જાણે, તેને બજારમાં ઉભા રહેવાનો હક નથી. નાણું કેટલું કિંમતી છે તે સમજનારાને બજારમાં ઊભા રહેવાને હક છે. તેની સાથે લેવડદેવડ કરવાને હક છે. નાણાની કિંમત સમજતો નથી તેવાની સાથે લેવડદેવડ કરવી તે ર૬ બાતલ છે, તમારે દસબાર-ચૌદ વરસને છોકરો હાથમાં સોનું-ચાંદી કે મોતી લઈને કોઈની દુકાને જાય, વાત કરે તે દુકાનદાર માર્યો જાય, તે લેવડદેવડની વાત શી? પરિણામ એ થાય કે રૂપિયા જાય અને માલ પાછો આપવો પડે. કિંમત દઈ માલ , પાછળથી વાલી કે બાપ આવે, કોરટમાં ઠસડી જાય તે તમારી કિંમતને ભાગ જાય, માલ જાય અને ટકાના બને. કારણ? હું શું કર્યું હતું? સોનીએ સોનું કે ચાંદી જેહતું તે કહ્યું હતું. ભાવ પ્રમાણે જ દાગીને લીધે છે. કોની સાથે લેવડદેવડ કરી છે? નાની ઉંમરનો છોકરે બજાર ભાવે ઘર લખી આપે તો? આથી સમજે કે જેને નાણુની, દાગીનાની, સોનાની, ચાંદીની, નોટ-લેનની પ્રાપ્તિ થઈ છે છતાં કિંમત નથી, તેવા સાથે લેવડદેવડ કરવાને વ્યવહાર કરવો એ પણ શાહુકારને ઉચિત નથી. કારણ? વસ્તુની કિંમત સમજવા લાયક થયો નથી. મળેલી વસ્તુની કિંમત સમજ્યો નથી, માટે તેની સાથે તેને વ્યવહાર કરવો નહિં. વ્યવહાર કરે તે માર્યો જાય. આને અર્થ અવળે ન લેશે. કેટલાક અજ્ઞાની કહે છે કે તેને તે હેય નહિં. એ છોકરા પાસે દાગીને હોય, તે પણ એની પાસેથી દાગીને લેવાને તમને
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy