SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૫ મું ૭૭ રાખી છે. તેને પડછો ? તમને ખબર હશે કે જેને અફીણનું વ્યસન પડે તેને જમવા બોલાવે, પાંચ પકવાન દૂધપાક પુરી જમાડે તે ધૂળ, તેને ગમ્મત ક્યારે પડે કે કશુંબે નિકળે તે કલ્લોલ. તે ન હોય તો પાંચે પકવાન, દૂધપાક પુરી બધું નકામું. આથી જેને જે ટેવ પડે તે સ્થાનને રાજીપો હોય, અહીં તીવ્ર કોધની ટેવ હોય તેને કયાં જવાનું હોય? જયાં તીવ્ર ક્રોધ હોય ત્યાં જવાનું હોય. જ્યાં આખે જન્મારો મારે મારી ચાલતી હોય ત્યાં, ક્રોધની ટેવવાળાને સ્વાભાવિક ટેવ ય, સાપને તથા વાઘ સિંહ વિગેરેને દૂર ગણીએ છીએ. એ પણ કોઈને ગુન્હ દેખે ત્યાં પોતાની બધી સત્તા અજમાવશે. નાને છોકરો ગાયને અડપલું કરે તો શીંગડું મારે, તેને બાળક સમજતું નથી. ગાયને ખ્યાલ નથી. જાનવરની સ્થિતિ એ છે કે ગુનેગારના ગજા તપાસ્યા સિવાય સજાને અમલ કરે છે. જાનવર માત્રમાં આ સ્થિતિ છે. હવે આપણે અહીં તપાસો, મનુષ્યપણામાં ગુન્હેગારની સ્થિતિ ન તપાસે ને સત્તાને કોયડો ચલાવે તેની સ્થિતિ ભવિષ્યમાં શી? તે જીવ જન્મીને ખાવી જગા પર ઉપજે તેમાં નવાઈ શી? શાનીને આમાં પૂછવું પડે તેવું નથી. મનુષ્ય અને જાનવર કેટલાક એવા હોય છે કે ગુન્હેગાર ઉપર સત્તા અજમાવતા નથી. બધી ગાયો કે કૂતરા-મારનાર, કરડનાર હોતા નથી. જેને પાછું એ જાતિમાં જન્મવું નથી તેને એ સ્વભાવ હોય ક્યાંથી? પહેલા ભવની પુરાંત ઉડી ગઈ છે. હવે જનવરની ગતિની પુરાંત દાખલ થઈ છે. એક વચન શીખામણનું કહયું ત્યાં ચાર આંખ. હવે નવું દેવું લઈ બેઠો. મનુષ્યપણાની પુરાંત હાજર હોય તે ચાહે જેટલું કહે, તો પણ કપાય ન કરવો, એક જ ખ્યાલ રહે. તાવને તે કોણ મેકલે? પણ અહીં શું થાય છે? ક્ષણિક કાધના ફળ તાવમાં શરીર ઉકળે, આંખ લાલ થાયભોજનરૂચિ ઓછી થાય. આ બધા ચિન્હો પણ જીવને ક્રોધ વખતે થાય છે. તે તાવને તેવું કહ્યું કે નહિ? કેટલીક વખત પાણી પાવ તે ઠંડું પડશે એમ કહેવામાં આવે છે. એને પાણી પણ ભાવે નહિ, આ ગણાતે તાવ, એ તો ચામડીને તાવ, પણ આ કોધ જે છે તે આત્માને તાવ. પેલા તાવને માટે કવીનાઈનની શીશીઓ પૈસા ખરચી લાવવી પડે છે, મ્યુનિસિપાલિટી તે શીશીઓ મફત આપતી નથી. આ મેલેરીયા તાવની ગેળીઓ પૈસા ખરચી રખાય છે પણ આ ક્રોધરૂપી તાવની દવા વગર પૈસાની મળે છે તે રખાતી નથી, ગળીઓ ભરી છે. બાટલા ભર્યા છે, પણ તાવ આવે ત્યારે બાટલા ફૂટી જાય છે. તાવ જાય ત્યારે બાટલા ખડા થાય છે, આ કમનસિબીને છેડો ક્યાં લાવવો? વિચારો “કો કોડ પૂરવ તણું સંજમફળ જાય.” આ ગોળી કોની પાસે નથી? ક્ષણવારના કોધમાં ક્રોધ પૂરવનું સંયમનું ફળ ચાલ્યું જાય આ વચન રૂપી ગાળી કોની પાસે નથી? છતાં ગોળી તાવ ન ચડે ત્યાં સુધી, તાવ ચડે ત્યારે ગળી ગેપ થઈ જાય છે. ગુસ્સો આવે ત્યારે એ ગેબી કયારે ખ્યાલમાં લાવે છે? ક્રોધ
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy