________________
७६
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
આ જીવ છે, એટલું જ નહિ પણ “જીવ નિત્ય છે આ જગા પર વિચારવાનું કે જગતમાં જે ચીજે છે તે બધી અનિત્ય છે. નિત્ય હોય તે આ જીવ એક જ છે. મેળવ્યું તે મેલવા માટે
આ ઉપર લક્ષ્મ જાય તે માલમ થાય કે મેળવ્યું તે મેલવા માટે. ચાહે ધન, કુટુંબ કે શરીર, જે મેળવો તે મેલવા માટે મેળવો છો. ચાર ચીજ, કંચન, કામિની, કુટુંબ અને કાયા. આ ચાર સિવાય પાંચમી ચીજ મેળવતા નથી પણ એ મેળવાય છે તે મેલવા માટે. જયારે પાછળથી લાવ્યા તેથી તે અહીંથી લઈ જવાના કયાંથી? નથી પરભવથી લાવ્યા, પરભવમાં નથી લઈ જવાના, તો મેળવ્યું એ ખેલવા માટે. નાગો મનુષ્ય સટ ટા બજારમાં ગયો. કમાયો તો ઘેર લઈ આવવાનું છે. એવે તે આપવાનું શું છે? તેમ આપણે નાગા આવ્યા હતા. લઈ જવાય તે ઠીક, ન લઈ જવાયું તો નાગાનું ગયું શું? જો બજારમાંથી લઈ ગયા તે ઠીક, નહીંતર હતુંશું? નાગાને સટ્ટા બજારમાં ખાવાનું નથી. નાગાને સટ્ટા બજારમાં વાંધો છે? કમાયા તે ગાંઠે બાંધવું છે ને એવું તો દેવું છે કોને? નાગો મેળવે એટલું ગાંઠે બાંધે છે. ખોયું તે ગયું શું? એને ઘરનું કંઈ દેવું નથી. સટ્ટા બજારમાં કમાઈને સામટું ખૂવે તે એનું હતું શું કે જવાનું શું-એમ અહીં મેળવીને મેલી દેવું પડે તેની ફકર નથી, નાગો સટ્ટાબજારમાં પ-૨૫ હજાર કમાયો, અરે પાયમાલ થઇશ, અરે લઈને આવ્યો તો શું કે જશે તે શું? તેમ આ જીવને ગયાને ડર કયારે આવે? લઈને આવ્યો હોય તો. એને મળે, તો મજા કરવી છે, ને જાય તે, હો કયાં પૈસો? મનુષ્યપણુની પેઢીમાં જમે કરેલી પુણ્યની ત્રણ રકમ
જેમ નાગો કહ્યો તે નાગ આવ્યો હતો તો સારું હતું પણ અહીં મોટી પંચાત છે. પેલા ભવમાંથી મનુષ્યપણાની ગતિ, મનુષ્યનું આયુષ્ય, પાંચ ઈદ્રિયો વિગેરે માલ લાવ્યો છે. ઈંદ્રોને ભંડાર લાગે છે એ બધો અહીં સટ્ટા બજારમાં પાયમાલ થવા બેઠો છે. પૂંજીની પાંખે લાવવા માટે બેઠો છે. પહેલા ભવનું પુણ્ય અહીં લાવ્યા છે, અહીંથી પણ પૂંજી લઈ જઈશું ને? જે પૂંજી ન વધારી શકે તે છેવટે લાવ્યો છે તેટલી તે કાયમ રાખજે, બોલવામાં વાંધો નથી. જીભમાં હાડકું નથી કે આડુંઅવળું બોલે તે ગોદો વાગે. મિલકત માટે દરેક મનુષ્ય વિચારવું જોઈએ કે, આ પુરાંત લઈને મેં પેઢી માંડી છે. મનુષ્યપણાની પેઢી પુરાંતથી માંડી છે. પથઈઈ તણુકસાઓ, દાણઈ મજિગમ ગુણ અ આ ત્રણ રકમ પ્રકૃતિએ અલ્પ કષાય, દાનરૂચિને મધ્યમ ગુણવાળે તે પુરાંતમાં હતી, તેથી પેઢી મંડાઈ છે. કોઈ દુકાન માંડે, સાસરાના ૫૦૦લાવે, મામાના ૫૦૦ લાવે, કાકાના ૫૦૦ લાવે, તેમ આ જીવે ત્રણે ઠેકાણેથી રકમ લાવી પેઢી શરૂ કરી છે. હવે દરેક મનુષ્ય-ત્રણની પુરાંતથી પેઢી શરૂ કરે છે, તો તે પેઢીના વેપારીએ પિતાની પેઢીને પુરાંતને પુરેપુરો ખ્યાલ રાખવું જોઈએ. પહેલી પુરાંત એ છે કે સ્વભાવે પાતળા કષાય. આ પુરાંત તમે મેલી