SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) યોગદષ્ટિસમુચય પતંજલિ આદિને અભિપ્રાય છે કે-“પ્રાણાયામથી પ્રકાશના આવરણને ક્ષય થાય છે, અને ધારણમાં મનની યોગ્યતા થાય છે.” એટલે કે ચિત્તસવગત પ્રકાશનું જે કલેશરૂપ આવરણ છે તેને ક્ષય થાય છે, અને પ્રાણાયામથી સ્થિર કરાયેલું ચિત્ત સુખે કરીને નિયત દેશમાં ધારી રખાય છે. અને આ જે પતંજલિ આદિએ કહ્યું છે તે કવચિત પુરુષવિશેષમાં ગ્યતા પ્રમાણે યુક્ત છે, કારણ કે યેગીઓનું નાનારુચિપણું છે, તેથી.x પણ ભગવત્ જિનપ્રવચનમાં તે શ્વાસોચ્છવાસને ધ વ્યાકુલતાને હેતુ થઈ પડે છે માટે નિષિદ્ધ જ છે, કારણ કે જેમ ગસમાધાન થાય એમ જ પ્રવૃત્તિ કરવી શ્રેયસ્કર છે અને પ્રાણધરૂપ મથામણુનું બહુ ઝાઝું પ્રયજન પણ નથી. બાકી ભાવથી જોઈએ તે બાહા ભાવેના રેચનથી, અંતભાવના પૂરણથી, ને નિશ્ચિત અર્થના કુંભનથી પરમાર્થરૂપ ભાવ પ્રાણાયામ + થાય છે. તે આ પ્રકારે: (૧) જેમ પ્રાણા યામની બાહ્ય સ્થૂલ ક્રિયામાં શ્વાસને બહાર કાઢવારૂપ રેચક ક્રિયા કરવામાં ભાવ પ્રાણાયામ આવે છે, તેમ આ ભાવ પ્રાણાયામમાં બાહ્યભાવ-પરભાવને બહાર કાઢવા રૂપ-રેચ દેવારૂપ રેચક ક્રિયા કરવામાં આવે છે. એટલે સ્ત્રી-કુટુંબ આદિના મમત્વરૂપ બાહ્ય ભાવને કાઢી નાંખવામાં આવે છે. (૨) જેમ બાહ્ય પ્રાણાયામમાં શ્વાસ અંદર ભરવારૂપ પૂરક ક્રિયા કરવામાં આવે છે, તેમ ભાવ પ્રાણાયામમાં અંતરાત્મભાવ અંતરમાં ભરવારૂપ પૂરક ક્રિયા કરાય છે. એટલે કે શ્રવણથી ઉપજેલા વિવેકરૂપ અંતર્ભાવ ભરાય છે. (૩) જેમ હઠયોગિક પ્રાણાયામમાં શ્વાસને અંદર ભર્યા પછી તેને કુંભમાં જલની જેમ સ્થિર કરવારૂપ–થંભાવી રાખવારૂપ કુંભક ક્રિયા કરાય છે, તેમ અત્રે ભાવ પ્રાણાયામમાં અંતર્ભાવની સ્થિરતારૂપ-સ્થનરૂપ કુંભક ક્રિયા કરવામાં આવે છે. એટલે નિશ્ચિત અર્થનું કુંભન-સ્થિરીકરણ થાય છે. આમ ભાવ પ્રાણાયામ તે આત્મભાવરૂપ સ્વભાવ છે, અને એ જ અવ્યભિચારથી યેગનું અંગ છે. અર્થાત્ બાહ્ય પ્રાણાયામ એગનું અંગ થાય કે ન પણ થાય, પણ આ ભાવ પ્રાણાયામ તે ચક્કસ યોગનું અંગ છે જ. માટે આ આધ્યાત્મિક પ્રાણાયામ એ જ ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ પ્રાણાયામ છે. ___ " श्वासपश्वासयोर्गतिविच्छेदः प्राणायामः । स तु बाह्याभ्यतरस्तंभवृत्तिर्देशकालसंख्याभिः परिदृष्टा दीर्घसूक्ष्मसंज्ञः । बाह्याभ्यंतरविषयापेक्षी चतुर्थः । ततः क्षीयते प्रकाशावरणम् । धारणासु च योग्यता મનેર–પાતo o ૨, ૪- ૫૩. x" उस्सासं ण णिरंभह आभिग्गहीओवि किमु अचेठा। પણ મf fથે મુમુકાયું જ નયા —શ્રી જિનભદ્રગણુ ક્ષમાશ્રમણજી, + “ના[હિમાવાના મનમવચ પૂરતા ઝુમનાનિશ્ચિતાર્થચ પ્રાણાયામ માવતઃ ”—શ્રી યશોવિકૃત દ્વા દ્વા
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy