SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ વેગનું અનુત્થાન, તત્વશ્રવણ (૩૭) “બહિતરામ તજ અંતર, આતમરૂપ થઈ થિર ભાવ; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ.” શ્રી આનંદઘનજી “શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરહરીએ પરભાવ.” અંતર અંતર આતમતા લહી હેજી, પરપરિણતિ નિરીહ”—શ્રીદેવચંદ્રજી ગનું ઉત્થાન-ઊઠી જવું તે અત્ર થતું નથી, કારણ કે તેવા પ્રકારની પ્રશાંતવાહિતા હોય છે, એટલે કે એવા પ્રકારને પ્રશાંત રસનો પ્રવાહ પ્રવહે છે કે યેગમાંથી ચિત્ત ઊતું નથી. જેમ શાંત સરિતાને પ્રવાહ અખંડ શાંતપણે વહ્યા કરે, અનુસ્થાન તેમાં તરંગ ઊઠે નહિ, તેમ અત્રે ગસરિતાના શાંત રસને પ્રવાહ અખંડપણે વહ્યા કરે છે, તેમાં ઉથાનરૂપ તરંગ ઊઠતો નથી. કારણ કે આગલી દૃષ્ટિમાં ક્ષેપ નામને દોષ ટળ્યો, એટલે કેઈ પણ પ્રકારે ચિત્તમાં વિક્ષેપ ઉપજ નથી, તેથી ચિત્તમાં શાંતરસ પ્રવહે છે, અને મને પોતાના સ્થાનમાંથી ઊઠવાનું બનતું નથી, આરભેલી ગક્રિયામાં જ ચિત્ત ચુંટયું રહે છે. આમ અનુસ્થાન ઘટે છે. પણ આવી આ શાંતવાહિતા–ઠરેલપણું ન હોય, તો યેગમાં ઉત્થાન થાય છે, એટલે કે પ્રારબ્ધ યોગક્રિયામાંથી મન ઊઠી જાય છે, ઉચક થાય છે, ઉન્માન થાય છે, ચિત્ત ચુંટતું નથી–હરતું નથી. છતાં તેવી ઉન્માન સ્થિતિમાં ત્યાગવા યોગ્ય એવી તે ગકિયા છેડાતી પણ નથી. જેમકે કેઈએ દીક્ષા લીધી હોય, અને તે પાળવાને સર્વથા અસમર્થ હોઈ તેમાંથી તેનું મન ઊઠી ગયું હોય, તેવાને તે દીક્ષા છેડી શ્રાવકનું લિંગ ધરવું વધારે યોગ્ય છે, * તથાપિ તે લેકનિંદા આદિ ભયથી તે મુનિલિંગ છાંડતો નથી. આ ઉત્થાન દોષનું ઉદાહરણ છે. આ ઉત્થાનદેષ અહીં ટળે છે. શાંતવાહિતા વિણ હવે રે, જે ગે ઉત્થાન રે, ત્યાગ એગ છે તેહથી રે, અણછડાતું ધ્યાન રે....પ્રભુત્ર” –સાવ ત્રગાઢ સ્તઢા-૧૦ આગલી દષ્ટિમાં શુશ્રષા-સાંભળવાની ઈચ્છાને ગુણ પ્રગટયો છે, એટલે તેના પછી સ્વાભાવિક ક્રમે અત્ર તત્ત્વનું શ્રવણ બને છે. આગળમાં કહ્યું હતું તેમ, શુશ્રુષા એટલે સાંભળવાની ઉત્કંઠા-અંતરંગ જિજ્ઞાસા વિનાનું શ્રવણ વૃથા છે, એ ખાસ તત્ત્વશ્રવણુ લક્ષમાં રાખવા યોગ્ય છે. કદાપિ શ્રવણ વિનાની શુશ્રષા કલ્યાણકારી થાય, પણ શુશ્રષા વિનાનું શ્રવણ કલ્યાણકારી થતું નથી. માટે શુશ્રષાના અનુવેધવાળું—અનુસંધાનવાળું શ્રવણ જ ઉપકારી થાય છે. અને આ શ્રવણ એટલે કણેન્દ્રિય પર શબ્દોનું અથડાવું ને સાંભળવું એમ નથી, પરંતુ અંતરાત્માથી અંતઃકણેન્દ્રિયદ્વારા શબ્દનું અર્થગ્રહણુ-ભાવગ્રહણ કરવું, તેનું નામ શ્રવણ છે. એમ તે આ જીવે કર્ણપટ * "जइ न तरसि धारेउ मूलगुणभरं उत्तरगुणभरं च । મોજૂળ તોfસ મૂ િસુનાવન વરતારા ”—શ્રી ઉપદેશમાલા,
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy