SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) યોગદષ્ટિસમુચ્ચય અર્થ –પ્રયાણભંગના અભાવને લીધે, રાત્રે નિદ્રા જે ચરણને વિઘાત, દિવ્યભાવથી-દેવજન્મના કારણે, ઉપજે છે. વિવેચન અને અપ્રતિપાતી-નહિ પડતી એવી દષ્ટિ પ્રાપ્ત થયે, મુક્તિમર્ગ પ્રત્યેનું પ્રયાણ ગમન તો અખંડપણે અભંગાણે ચાલ્યા જ કરે છે, યાવત્ મુક્તિની પ્રાપ્તિ હોય છે. પણ જે કર્મને ભેગવટો કંઈ બાકી હોય, તે તે ભેળવી લેવા માટે વચમાં અભંગ પ્રયાણ વિસામારૂપ દેવ મનુષ્યને ભવ કદાચ ધરવા પણ પડે, આમ ચારિત્રમાં વિઘાત–વિશ્વરૂપ પ્રતિબંધ આવી પડે, પરંતુ તે તે ભવને તે તે કર્મઉદય વ્યતીત થતાં, પુનઃ મુક્તિમાર્ગે પ્રયાણ આગળ ધપે છે. જેમ કોઈ એક મનુષ્ય કનોજ જવા નિકળ્યો હોય, તેને લાંબું છેટું હોઈ વચમાં બે, ચાર કે વધારે વિસામો કરવા પડે, શત્રિવાસ કરે પડે, અને તે રાતવાસાથી તેને માર્ગશ્રમ પણ દૂર થઈ જાય, પાછું સવારે પ્રયાણ ચાલુ થાય, અને રાતવાસા એમ અખંડ–અભંગ પ્રયાણ કરતાં કરતાં તે છેવટે કને જ પહોંચે; તેમ જેવા ભવ અપ્રતિપાતી એવી આ સ્થિર આદિ દષ્ટિમાં વર્તત યેગી મુક્તિ નગરે જવા નીકળ્યો છે, તેને કદાચ કમને ભેગ અવશેષ-બાકી રહ્યો હેય, તે દેવ-મનુષ્યને બે-ચાર કે વધારે ભવ કરવારૂપ શયનવડે રાત્રિવાસ કરવો પડે, પાછો તે કર્મને ઉદય દૂર થતાં, મુક્તિમાર્ગે પ્રયાણ પુનઃ ચાલુ થાય, અને એમ અખંડ અભંગ ગમન કરતાં તે છેવટે મુક્તિપુરે હે, “સ્વરૂપ સ્વદેશ જાય જ.” જાશું સ્વરૂપ સ્વદેશ રે”—મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી એ સાચી સમજ (સમ્યકત્વ) ઉપજ્યા પછી, સ્થિરા દષ્ટિ પામ્યા પછી જીવ ભવ ભલે કરે, પણ તે ભવ તેને મુક્તિ પ્રતિ જતાં ન જ રેકે, તે ભવ બીજા ભાવી ભવની પરિપાટી ન જ ઉપજાવે. સાચી સમજ ન થઈ હોય, સમ્યગદષ્ટિ ન થઈ હોય ત્યાંસુધી પ્રત્યેક ભવ બીજા નવા ભવ કરવાનાં કારણે થાય જ; અનંત અનુબંધ થયા જ કરે. પણ સાચી સમજ આવ્યું એ અનંત અનુબંધ નાશ પામે અને પૂર્વે ઉપજેલાં કર્મ સમ્યફપ્રકારે સાધ્યદષ્ટિએ, ભેગવી લેવા, ખેરવી નાંખવા, આગલું કર્મ પુદ્ગલનું લીધેલું પાછું સર્વથા ચુકાવી આપવા, તેને દેણાથી મોકળા થવા, એકાદ બે કે વધારેમાં વધારે પંદર ભવ કરવા પડે તે ભલે, પણ તેથી મુક્તિની અટકાયત ન જ થાય. મુક્તિના રસ્તે તે તે પડી ચૂક્યા છે. સાચી સમજ આવે, સત્યનું સત્યરૂપે ભાન થયે, અસત્યનું અસત્યરૂપે ભાન થયે, તેને લાઈનકલીઅર (Line-clear) મળી જ ચૂકી છે.” શ્રી મનસુખભાઇ કરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy